________________
૧૧. વિદળ: જે કઠોળમાંથી તેલ ન નીકળે તેને વિદળ કહેવાય છે. વિદળ સાથે કાચા દૂધ,દહીં, કે છાસ મેળવવાથી તેમાં તરત જ બેઇન્દ્રિય જીવોની ઉત્પતિ થાય છે, વિદળને સામાન્ય રીતે કઠોળ ધાન્યમાં કહીએ છીએ. - જેમાંથી તેલ ન નીકળે અને તેની બે સરખી ફાડ થાય તે વિદળમાં ગણાય છે. દા. ત. ચણા, મગ, મઠ, તુવેર, ચોળા, દાળના લોટ, દાળ, વગેરે વિદળમાં ગણાય છે. આને કાચાં દૂધ, દહીં, કે છાસમાં ભેગા કરવાથી અભક્ષ્ય બને છે.
દૂધ, દહીં, કે છાસને ખૂબ ગરમ કરેલ હોય અને ઠંડા થયા પછી કઠોળ સાથે વપરાયતો તેમાં દોષ નથી લાગતો. દૂધ, દહીં, કે છાસને સ્વભાવિક રીતે ઠંડા પાડવા જોઈએ. ગરમ કર્યા પછી જો રેફરીજરેટરમાં મૂકવામાં આવેતો ફરીથી ગરમ કરવા પડે છે. ગરમ કરવાથી જો દહી કે છાસ ફાટી જતા હોયતો મીઠું કે બાજરીનો લોટ નાખવાથી નહી ફાટે. દહીં વડા, શ્રીખંડ, કઢી, રાયતા વગેરે વાપરતા બહુ જ ઉપયોગ રાખવો જરૂરી છે. કેવલી ભગવંતોએ તેમના જ્ઞાનમાં અનેક જીવોની ઉત્પતિ જોઈ છે. માટે આપણે જૈન ભાઈ - બહેનોએ સાવચેતી રાખવાની જરૂર છે.
૧૨ ચલિતરસ: રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે બદલાઈ જાય તેને "ચલિતરસ" કહેવાય છે. કોહી ગયેલ શાક, ભાજી, વાસી વસ્તુઓ વગેરે તેમજ જેનો સ્વાદ બદલાઈ જાય તો તે બધા ચલિતરસ છે. સ્વાદમાં ખોરાશ લાગે, ગંધ ખરાબ થઈ જાય તો આ વસ્તુઓમાં ત્રસ જીવો - તેજ રંગવાળા લાળિયા જીવો, લીલી સફેદ છારી પાપડ ઉપર થાય તો તે નિગોદના જીવો ઉત્પન્ન થાય છે. અનંત જીવમય નિગોદના અને ત્રસ જીવોની હિંસાના કારણે ચલિતરસ અભક્ષ્ય છે. રોટલી, રોટલા, ભાખરી, દાળ, ભાત, શાક, શીરો, લાપસી, ભજિયા, વગેરે રાત્રિ વ્યતીત થયા પછી વાસી ગણાય છે. તેમાં પાણીનો અંશ હોવાને કારણે બેઇન્દ્રિય જીવોની ઉત્પતિ થાય છે. આપણા માટે એશ્ય છે. ગરીબો, કુતરા, ગાય વગેરેને આપતાં ત્રસ જીવોની હિંસા થાય છે અને તેનો દોષ આપનારને લાગે છે. ચલિતરસ તથા વાસી વસ્તુઓ ખાવાથી આરોગ્ય બગડે છે, ઝાડા ઉલટી થાય છે. કોઈવાર મરણ પણ થાય છે. માટે તેનો ત્યાગ કરવો.
૧૩. બહુબીજ: જે ફળો કે શાકમાંથી બે બીજ વચ્ચે અંતરપડ હોય નહી અથવા બીજે બીજ અડેલા હોય- તેમજ જેમાં બીજને જુદાં જુદાં ખાસ સ્થાન કે ખાના નથી તે બહુબીજ જાણવા. જેમાં ખાવાનું થોડું આવે છે અને જીવહિંસા ઘણી જ થાય છે તેથી તેનો ત્યાગ કરવો. લીલા કે સૂકા અંજીરમાં બીજ ઘણા હોવાથી તેનો ત્યાગ કરવો. જામફળ, અને દાડમના બીજ કડક હોવાથી સચિત જીવવાળા હોય છે તેથી તે એકાસણામાં કે બેઆસણામાં ન ખપે. કોબીજ કે
ફ્લાવર ના પાંદડા પર સૂક્ષ્મ જીવો હોય છે તેથી ન ખપે. કોઠીબડા, ટીબરૂ, રીંગણી, ખસખસ, રાજગરો, કંટોલામાં પુષ્કળ બીજો હોય છે. તેથી તેનો આરોગ્ય અને જીવ હિંસાની દ્રષ્ટીએ ત્યાગ કરવો.
૧૪. વેંગણ: સર્વ જાતિના રીંગણા અભક્ષ્ય છે. તેમાં બહુ બીજો હોય છે અને તેની ટોપીમાં સૂક્ષ્મ ત્રસ જીવો હોય છે. રીંગણાની સૂકવણીનો પણ નિષેધ કરેલો છે. મહાભારત જેવા અનેક શાસ્ત્રોમાં પણ તેનો નિષેધ કરેલો છે. અને આ
- JAINA Convention 2013
202