________________
વિતરાગે - અને શાસ્ત્રમાં એમ પણ કહેલ છે કે, ઉપરના ગુણો પ્રાપ્ત કરવા માટે આહાર શુદ્ધિની ખાસ જરૂર છે. આહાર શુદ્ધિ એટલે તામસી ખોરાકનો ત્યાગ, તો આ તામસી ખોરાકો શું છે? શાસ્ત્રમાં અને વિતરાગના કહેવા પ્રમાણે બાવીસ પ્રકારના આહારને તામસી ખોરાક કહે છે. આને અભક્ષ્ય પણ કહે છે. આપણે આપણી જાતને જૈન ગણતા હોઈએ તો, આ બાવીસ અભક્ષ્ય આહારનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે.
કવિઓ કહી ગયા છે કે, આહાર તેવો ઓડકાર
આહાર મનના વિચારોને દોષિત કરનાર છે.
આહાર વચનની પાપોને વધારનાર છે.
આહાર કાયાના કર્તવ્યોને એટકા વનાર છે.
આહાર અનેક જીવોનો સંહાર કરનાર છે.
માટે વાંચો - વિચારો અને ત્યાગ કરો.
કવિઓએ એમ પણ કહ્યું કે,
અન્ન સારું તેનું મન સારું
મન સારું તેનું જીવન સારું
જીવન સારું તેનું મરણ સારું
મરણ સારું તેનો પરલોક સારો.
આહાર શુદ્ધિથી ફાયદો શું? આહાર શુદ્ધિથી વિચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિથી વર્તન શુદ્ધિ આવે છે. રાજસી અને તામસી આહારથી મનમાં કલુષિત વિચારો ઉત્પન થાય છે. અનેક રોગોની ઉત્પતિ થાય છે, અનેક જીવોની હિંસા થાય છે. અનાચારની ક્રિયા થાય છે. અને જીવે અધોગતિને માર્ગે જાય છે. રાજસી ખોરાકથી પ્રમાદ વધે છે. તામસી ખોરાકથી વિકારો- કષાયો વધે છે.
સાત્વિક આહાર, અનાજ, કઠોળ, ફળફળાદિ, દૂધ, દહીં, ઘી, છાસ, શાક, ભાજી વગેરેથી મનની નિર્મળતા, ચિત્તની પ્રસન્નતા, અને વિચારોની શુદ્ધિ થાય છે. જેથી આત્માનું ઉદર્વગમન થાય છે. માટે રાજસી - તામસી આહારનો ત્યાગ કરવો જ લાયક છે. આ બાવીસ અભક્ષ્ય વિતરાગે - અને શાસ્ત્રમાં બતાવેલ છે તે આપણે લઈશું.
Jainism: The Global Impact
197