________________
JAINA CONVENTION 2011
PARASDHAM
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત માનવતા અને આધ્યાત્મિકતાના સંગમ સમું ભવ્ય સંકુલ
“Live at Help Live"
પત્ર સ્વરૂપને પ્રત્યક્ષ રૂપ માની સ્વીકારશો.
યુગ દિવાકર યુવા હૃદયસમ્રાટ પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મ.સા.ના
અંતરભીના આશીર્વાદ
JAINA JAIN ASSOCIATION IN NORTH AMERICA)
આર્ય સંસ્કૃતિની વચ્ચે રહીને અને હજારો આત્મસ્થ સંત સતીજી હોવા છતાં ભારતમાં ધર્મ સંસ્કારો વિલુપ્ત થઈ રહ્યાં છે જયારે અમેરિકા જેવા ભૌતિક સગવડતાના શિખરે પહોંચેલા દેશમાં રહીને JAINA સંસ્થાએ આપણા જૈન પરિવારોની ધર્મ જાગૃતિને જીવંત રાખવાનો અનુકરણીય-અભિનંદનીય પ્રયત્ન કર્યો છે.
JAINA દ્વારા દર બે વર્ષે યોજાતા સંમેલનથી ધર્મ જાગૃતિના દિપકને સમયે સમયે તેલ પૂરી વધુને વધુ પ્રજવલ્લિત કરવાનો જે પુરુષાર્થ થઇ રહ્યો છે તે ભારતના જૈનો માટે પણ પ્રેરણાત્મક છે. આપ સર્વની ધર્મભાવના ખીલતી રહે...
અંતરમાં રહેલા સદ્ગુણોને પ્રગટ થવાના નિમિત્તો મળતા રહે, “સ્વ” તરફ જવાની સન્મતિ પ્રગટતી રહે અને જૈનથી જિન બનવા તરફ આગળ વધીએ એ જ ભાવના. યાદ રાખજો...
જૈનત્ત્વ તો પગથિયાં છે... જિન બનવાની યાત્રાના...!!
13
24)
9
SHREE UVASAGGHARAM SADHANA TRUST Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel : 32043232.