________________
JAINA CONVENTION 2011
VALINI SHAR
Education
COMPASSION
Detection
Prevention
“Live nwk Help Live"
Nalini Shah Cancer Fund
473 Stanford Court, Irvine CA 92612 * 949-509-5716 mgshah@yahoo.com
મકુંદરાય શાહ ચેરીટેબલ અને શૈક્ષણીક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે કાર્યરત છે.
દુનિયાભરમાં કેન્સરની બીમારી ના દર્દીઓની સંખ્યા વધતી જાય છે.કેન્સરની બીમારી ના કારણે નલીનીબેન શાહનાં અવસાન બાદ તેના કુટુંબીજનોએ કેન્સર ફંડ શરુ કરી લોકોમાં તે બાબતે શિક્ષણ તથા જાગૃતિ વધારવા કોશિષ શરુ કરેલ છે.તે અંગેની કામગીરીનો અહેવાલ અહીં આપેલ છે.કેન્સર નિદાન વહેલું થાય તો બચવાનું સહેલુ થાય અને વૈદના વિગેરે ભોગવવાનું ઘટી જાય
Mukundray Shah
જીવો અને જીવવા દો" ના એક અતિ મહત્વપૂર્ણ પાસામાં દુનિયા માં અને ખાસ કરીને ભારતમાં કેન્સરનો પ્રસાર શી રીતે અટકી શકે તે બાબત ગંભીર વિચારણા અને વ્યવસ્થિત આયોજન અને કામગીરી માગી લે છે. હૃદય રોગ ની બીમારીને આંબીને કેન્સરની બીમારી ના દર્દીઓ ની સંખ્યા દુનિયાભર માં વધી રહી છે. આ અનુસંધાને જેના તથા ઉત્તર અમેરિકા ના જૈન સેન્ટરો એ પ્રાણી દયા ની જેમ માનવ દયા ના આ કામ માં મહત્વ પૂર્ણ ભાગ ભજવવાનો છે. આ ક્ષેત્રમાં નલીની શાહ કેન્સર ફંડ એ પદાર્પણ કર્યું છે.
નલીની મુકુન્દરાય શાહનું ૨૮ August ૨૦૦૮ ના રોજ બ્રેસ્ટ કેન્સરની બીમારી થી ૬૧ વર્ષની વયે અમેરિકામાં અવસાન થયું. કેન્સર ની બીમારીથી લોકો શી રીતે બચી શકે તેનું શિક્ષણ આપવા, કેન્સર ના વહેલા નિદાન માટે જરૂરી સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવા ની જાગૃતિ ફેલાવવા માટેના કેન્સરના નિષ્ણાત ડોક્ટરોના વાર્તાલાપો અને કેન્સર નિદાન કેમ્પ નું આયોજન કરવા તથા કેન્સરના દર્દીઓને સહાય કરવા વિગેરે હેતુઓ માટે તેમના કુટુંબે દસ હજાર ડોલર ના દાનથી લોસ એંજેલેસ માં એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ Anekant Community Center માં “નલીની શાહ કૅન્સર ફંડ” ની ૨૦૦૮ માં સ્થાપના કરી છે. દુનિયા ભરમાં કેન્સર વધુમાં વધુ જીવલેણ બીમારી છે અને હૃદયરોગ થી પણ વધુ લોકો આ રોગથી જાન ગુમાવે છે અને દર્દી બચી જાય તો પણ આ રોગ દર્દીના કુટુંબને આર્થીક અને માનસિક યાતના અને વેદના પહોંયાડે છે. આ રોગમાંથી બચવાનો સહેલો ઉપાય કેન્સર ના પહેલા નિષ્ણાતોએ નક્કી કરેલા સ્ક્રીનીંગ ટેસ્ટ નિયમિતતાથી કરાવી કેન્સરનું વહેલું નિદાન કરાવવાનું છે. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં Cancer Awareness Detection Camp ના આયોજન માટે કોશિશ ચાલી રહી છે. આ સેવાકીય કામ જોર પકડે તે માટે યથાશક્તિ સાથે સહકારની જરૂર છે. દાન આપવા અપીલ છે, જે કોઈ સંસ્થા ભારતમાં આવા Camp કરે તેને જરૂરી આર્થિક મદદ દરેક Camp માટે નલીની શાહ કેન્સર ફંડ તરફથી મળી શકશે. તે માટે મુકુન્દરાય શાહ ૯૪૯-૫-૬૭૧૬ નો સંપર્ક કરી શકશો.
નલિની શાહ કેન્સર ફંડે આ અંગે કરેલી કામગીરીનો ટૂંકો અહેવાલ નીચે મુજબ છે;
કેન્સરના વહેલા નિદાન તથા જાગૃતિ માટે વાર્તાલાપો : December ૨૦૦૮ થી જૈન સેન્ટર ઓફ સધર્ન કેલીફોર્નિયાના સહકારથી center માં કેન્સરના નિષ્ણાત ડોક્ટરોના લેક્ચર્સ યોજેલ જેની વિસ્તૃત માહિતી www.antekant.net પરથી મળી શકશે. કેન્સરના નિષ્ણાત ડોકટરો સર્વશ્રી - રમેશ કોઠારી, મણીલાલ મહેતા, લલિત વોરા, નીતિન શાહ, જસવંત મોદી, કિરીટ ગાલા, વિક્રમ કામદાર, માલિની શાહ, નીલેશ વોરા, નિમિષા પારેખ, મોના સંઘાણી, જયશ્રી વ્યાસ વિગેરે એ કેન્સર ના જુદા જુદા પ્રકારની સમજણ, તેના વહેલા નિદાન માટેના ચિહ્નો તથા જુદી જુદી જાતના સ્ક્રીનીંગ ટેસ્ટ વિગેરેની ખુબ ઉપયોગી માહિતી આપેલ છે. તેમનો અત્રે આભાર માનીએ છીએ. આ ડોકટરો ના lectures પરથી નીચે મુજબની તૈયાર કરેલ માહિતી સૌને ઉપયોગી થશે.
કેન્સર હોઈ શકે તેના ચિહ્નો: ભૂખ ઓછી થતી જાય, વાંસાનો દુખાવો ના મટે, શરીરમાં ગાંઠ દેખાય, વજનમાં અચાનક વધારો કે ઘટાડો વર્તાય, વાળ ઓછા થતા જાય. પેટનો દુખાવો મટે નહિ, પેન્સિલ જેવો પાતળો મળ આવે, શરીરમાં સોજા દેખાય, તાવ આવ્યા કરે, ખંજવાળ મટે નહિ, માથાનો દુખાવો મટે નહિં, શરીર અથવા જીભ ઉપર સફેદ કે લાલ ચાંદા દેખાય અને રૂઝાય નહીં, મોઢામાં ગાંઠ દેખાય, મોટું બંધ ના થાય, મોઢામાં લોહી નીકળે, મોટું પૂરું ખુલે નહિ, અવાજ સતત બેસી જાય, તલ કે મસા ની size માં ફેરફાર થાય, ઉબકા આવ્યા કરે અને ઉલટી થયા કરે, બહેનો ને સ્તનમાંથી લોહી કે પરુ નીકળે, બગલમાં ગાંઠ દેખાય,
161