________________
JAINA CONVENTION 2011
ભક્તિ, શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા, સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ વગેરે. પરંતુ વિશેષરૂપે તો પ્રાણીમાત્રના કલ્યાણની ચર્યા. પ્રશસ્ત રાગ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરાવી આત્માને સતત ઉત્ક્રાંત કરે છે. કોઈ પણ જાતની આશંસા કે અપેક્ષા વગર દીન-દુ:ખીની સેવા-સુશ્રુષા કરવી, શૈક્ષણિક કે તબિબિ સહાય કરવી, સાધર્મિકને શાસ્ત્રસંમત વ્યાપાર વગેરે કરવામાં મદદરૂપ થવું તે પ્રશસ્ત રાગનું કાર્યક્ષેત્ર છે. આમ જો ન હોત તો ભગવાન ઋષભદેવ અસિ, મસિ, કૃષિ વગેરે લોકોને શીખડાવત જ નહીં. શરત માત્ર એટલી છે કે આ બધાં કાર્યોમાં માત્ર આત્માના કલ્યાણની નિરાશંસ ભાવના હોવી જોઈએ. લોકેષણા એટલે કે લોકપ્રિય થવાની ઈચ્છા, પોતાનો અહંકાર પોષવાની ભાવના ઈત્યાદિ ન હોવાં જોઈએ. આમ, પ્રશસ્ત રાગ આપણને અન્યને સહાયભૂત થવાની પ્રેરણા આપે છે.
જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી સમગ્ર જીવરાશિ સાથે આપણો એક વ્યવહારિક સંબંધ બનેલો રહે છે. તેથી કરીને આપણે વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે સમગ્ર જગતના એક ઘટક તરીકે જીવીએ છીએ. "No man is an island." આપણી આસપાસના જગતથી આપણે સર્વથા પૃથક્ થઈ શકતા નથી, તો પછી એ જગત સાથે શુભના આદાનપ્રદાનનો સંબંધ જોડીએ એ આપણા પોતાના કલ્યાણ માટે એટલું જ જરૂરી છે જેટલું અન્યના કલ્યાણ માટે. ફરીથી વાત એ જ સ્વ-પર કલ્યાણ પર આવીને ઊભી રહે છે. જે દેશની ભૂમિ પર આપણો નિવાસ હોય, જેના આહાર-પાણી-હવાથી આપણું આ ભૌતિક અસ્તિત્વ પોષાતું હોય અને આપણા આત્મિક કલ્યાણની સમજ આપણને પ્રાપ્ત થઈ હોય, જે સમાજની હૂંફથી આપણે સુરક્ષા અને શાંતિનો અનુભવ કર્યો હોય - તે સર્વ પ્રત્યે આપણું દાયિત્વ બને છે. વ્યવહારની દુનિયામાં રહેનાર વ્યક્તિ એ બધાંનો એકાંત ત્યાગ કરીને સ્વાર્થી અને
“Live at Help Live" કૃતઘ્ન બની જાય તો એ ક્યારેય આત્યંતિક મુક્તિ તરફ આગળ ન વધી શકે. દરેક વ્યક્તિ ઉપર ધર્મ-રાષ્ટ્રસમાજનું ઘણું ઋણ હોય છે. તે ઋણ ફેડવા માટે એ સર્વ પ્રત્યેનું આપણું દાયિત્વ સ્વીકારી અને મનસા-વાચાકર્મણા એમના કલ્યાણની પ્રવૃત્તિ કરવી ઘટે. એ હિસાબે રાષ્ટ્ર પર હુમલો થાય તો લડવા પણ જવું પડે. શાસ્ત્રો એનો નિષેધ નથી કરતા. સમાજમાં અવ્યવસ્થા કે અન્યાય ફેલાય તો એનો પ્રતિકાર પણ કરવો પડે. ત્યાં પારોઠનાં પગલાં ન ભરાય. આજે રાષ્ટ્ર અને સમાજના સ્તરે ભ્રષ્ટાચાર અને અન્યાયની જે બહુલતા છે તેમાં દુર્જનોની સક્રિયતા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધારે કારણભૂત રહી છે. જૈન શાસ્ત્રમાં રહેલું એક દૃષ્ટાંત આ સંદર્ભમાં સમજવા જેવું છે. ભગવાન મહાવીરના પરમ અનુયાયી મગધપતિ રાજા શ્રેણિકના દેહાંત પછી તેમના પુત્ર કોણિકે આખું રાજ્ય પોતાના હસ્તક લઈ લીધું અને પોતાના બે નાના ભાઈઓ કે જેમને અલ્પ માત્ર વારસો મળેલ તે પણ પડાવી લીધો. બન્ને નાના ભાઈઓ ફરિયાદ લઈને પોતાના નાના ચેડા રાજા પાસે ગયાં. ચેડા રાજાએ કોણિકને સમજાવવાની કોશિશ કરી પણ એ વૃથા નિવડી. ચેડા રાજા પોતે સંપન્ન રાજા હતા અને બન્ને દોહિત્રોને પોતે રાજ્ય-સંપત્તિ વગેરે આપીને શાંત કરી શક્યા હોત, પરંતુ એમ કરવામાં અન્યાયને સ્વીકારવાનું અને પ્રશ્નય આપવાનું કારણ બનત. જે સમાજ અન્યાયને સતત સ્વીકારતો થઈ જાય તે અંતે નિર્બળ થઈને નાશ પામે છે એ સમજ સાથે ચેડા રાજાએ કોણિક સાથે યુદ્ધ કરીને પોતાના બન્ને દોહિત્રોને તેમનો અધિકાર અપાવ્યો. અન્યાયનો સામનો કરવા કચવાતાં મને પણ એમણે યુદ્ધની હિંસા સ્વીકારી. મૃત્યુ પશ્ચાત તેઓ દેવલોકમાં ગયા એવો ઉલ્લેખ શાસ્ત્રમાં છે. રાષ્ટ્ર, સમાજ કે ધર્મક્ષેત્રોમાં થતાં ભ્રષ્ટ-અનુચિત વ્યવહારની આપણે સ્વાર્થવશ કે નિર્બળતાવશ ઉપેક્ષા કરીએ છીએ ત્યારે આપણે
થઈ ચેડા
148