________________
JAINA CONVENTION 2011
"Live and Help Live
હું કરું છું..
હું કરું છું.........મારું છે” ---- આ વતોમાં નહીં સાર, મારું તારું......કરતાં કરતાં જન્મારાઓ જાય; હાથ કશું ના લાગે, ઠાલા ભારો વધતા જાય; વીપ્રભુની વારે જઈએ, સૌ સારા વાના થાય, મનના ફૂલડાં......(૨) ખીલતા જાયે ઊઘડે આતમ ધ્વાર, હું કરું છું
શું હતું.......(૨) તારું રે ભઈલા ને શું રે તારું જાય? ફોગટના આ ફેરાઓમાં અટવાતો કાં જાય? સાંજ પડી.....(૨) સોહામણી સંધ્યા ખીલશે તારે દ્વાર, ઘોર અંધારાં ....(૨) પાછાં ઘેરાં ઘેરાં રે ઘેરાશે; મનનો આ દિવડો પ્રગટાવી લે તું મનવા; ફરીને આવી રે તક ક્યારે રે મલશે?
કર્તવ્યય્યત થઈએ છીએ અને સમગ્ર વ્યવસ્થાને તોડી પાડવામાં નિમિત્ત બનીએ છીએ, સ્વ-પર બન્નેનું અકલ્યાણ કરીએ છીએ.
ગાંધીજી કહેતાં કે અન્યાય કરનારો જેટલો દોષિત છે તેટલો જ અન્યાય સહેનારો પણ દોષિત છે. એ જ વાતને એક ડગલું આગળ લઈ જઈએ તો એ અન્યાયને મૂક સંમતિ આપનાર પણ અવશ્ય દોષિત બને છે. આત્મા અનંતવીર્ય છે એટલે કે અનંત શક્તિનો ધારક છે. એ પોતાના સ્વાભાવિક સ્વરૂપને ત્યારે અને તો જ પ્રાપ્ત કરી શકે જો એ દરેક પરિસ્થિતિમાં પરાક્રમ કરી બતાવે ! પછી તે પોતાના આંતરશત્રુ ક્રોધ, માન, માયા, લોભ સાથે લડવાની વાત હોય કે બહારની દુનિયામાં ભ્રષ્ટાચારનો પ્રતિકાર કરવાની વાત હોય; આ પરાક્રમ આપણામાં ન આવે તો આપણે ન તો સ્વનું કલ્યાણ કરી શકીએ કે ન તો પરનું. એટલે જ બધાં તીર્થકરો ક્ષત્રિયને ત્યાં જન્મેલ. પરાક્રમનું પાન એમને ત્યાં ગળથુથીમાં મળે છે. એ જ ક્ષાત્રશક્તિ આપણામાં પણ છે, માત્ર એને જાગૃત કરવાની જરૂર છે.
આજના સમયનો એ તકાજો છે કે આપણે ધર્મના માત્ર નિષેધાત્મક સ્વરૂપને જ નહીં, પરંતુ વિધેયાત્મક સ્વરૂપને પણ સમજીએ. એ સમજ આપણા અપ્રશસ્ત રાગને પ્રશસ્ત બનાવવામાં સહાયભૂત થશે. એ પ્રશસ્ત રાગની શક્તિથી આપણે દીન-દુ:ખીના દુ:ખને દૂર કરી શકશું. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેના આપણા કર્તવ્યને નિભાવી શકશે. જેની સાથે આપણે જોડાયેલાં છીએ તે સમષ્ટિના સર્વ ઘટકોને ઉમદા બનાવવામાં આપણું યોગદાન આપી શકશે અને એ દ્વારા જ સ્વ-પર કલ્યાણને ચરિતાર્થ કરી શકશું.
ઉપરોક્ત લેખમાં કોઈ પણ રીતે ઉસૂત્રપ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધ મિચ્છામી દુક્કડમ.)
ભૂલીને.....(૨) ભટકીને જીવડો આવ્યો આ સંસાર, મોહની વાટલડીએ વધતો જાયે એનો વિસ્તાર; કેમે ય એને.....(૨) લાગે ના સંસાર આ અસારઃ શરને એને, ચરણે એને જઈને જો લગાર; શૂન્યના સરવળા છૂટે, એકડ એકે થાય.
હું કરું છું...... મારું છે" મિથ્યા છે આ વાદ, વાત કેવી... (૨) નાનકડી પણ કેમે ય ના સમજાય; જન્મારાઓ.....(૨) ભ્રમણાઓમાં વહેતા વહેતા જાયઃ અભિમાનના પહાડો વધતા વધતા ઊંચે ઊંચે જાય; '" કારની ફેણો ફેલાતી ફેલાતી ફૂંફાડા કરતી જાય; વાત તારી......(૨) સમજાય જો વીરો ઓગળતી એ જાય; હું કરું છું........મારું છે" મિથ્યા વાદો વહેતા થાય. હું કરું છું
હિંમત શાહ
149