________________
| JAINA CONVENTION 2011
બધીજ જગ્યાની જાણ આપી છે. મારા સુક્ષ્મજીવાણુ શાસ્ત્રનાં ભણતરથી હું સ્પષ્ટ પણે માનું છું તે બધી જગ્યાઓએ જીવો છે અને અજ્ઞાન વશ તે બધુ આરોગીને ભવાંતરનાં ફેરા આણે વધારીયે છે.
સામાન્ય બુધ્ધીએ લોકો બે વાત કહેતા હોય છે..જીવો જીવસ્ય ભોજનમ..એટલે કે તેઓનું સર્જન જ ભક્ષણ માટે થયુ છે અને બીજી વાત મર્યા પછી કોને ખબર શું થવાનું છે...આજે તો જીવી લો...અહીં જ અજ્ઞાન કામ કરે છે..કેવળ જ્ઞાની ગુરુ ભગવંતો જે કહે છે તે વાત આપણી જાડી બુધ્ધીમાં ઉતરતી નથી. પણ તે જ વાત જ્યારે વિજ્ઞાન કહે છે ત્યારે બુધ્ધી પોતાના તર્ક વિતર્ક ઘટાડી દે છે..માઇક્રોસ્કોપ તો હજી ૨૦૦ વર્ષ પહેલા શોધાયુ.. જ્યારે છેલ્લા તિર્થંકર તો ૨૫૦૦ વર્ષ પહેલા થયા..જરા સામાન્ય બુધ્ધીથી કહો તિર્થંકર વાણી ઉપર શંકા કરવાનું કોઇ કારણ ખરું?
તેઓએ જ કહ્યું છે કે આત્મા અમર છે તો પછી મૃત્યુ પછી લખચોરાશીના ફેરાનો ભય ન લાગવો જોઇએ? મનુષ્ય ભવ એક જ ભવ એવો છે કે જ્યાં કર્મશુન્ય થવાય અને મુક્તિનાં દ્વાર સમી ક્ષપક શ્રેણીએ ચઢવાની તક મળે, ત્યારે આ તિર્થંકરની વાણી ઉપર શંકા કરી મળેલી માનવભવની ઉજળી તકને વેડફતા જોઇ ગુરુ ભગવંતો કે જાણકારો આપણી તરફ કરૂણા થી ન જુએ તો શું કરે? કહે છે ને કે જાગતા ને કોઇ ન જગાડી શકે... "હું ” અને “મારા”નાં નશામાં ગળાડુબ આત્મા ભવાંતરોનાં વિષમ ચક્રમાં ફર્યા જ કરે છે. કર્મ રાજા વારં વાર આધિ વ્યાધિ અને ઉપાધિ આપી આપીને તે નશામાં ડુબેલ આત્માને જગાડવા મથે...પણ ” હું અને મારું”નાં નશામાં જે ગળા ડુબ છે તેને એ દિશા જ નથી દેખાતી, નથી સમજાતી કે તે વિચારે છે તે સિવાયનું પણ કોઇક સત્ય છે..પાપનો ઉદય
"Live and Help Live's
એટલો તીવ્ર છે કે મનમાં જે કોઇ બીજાના ભલાની વાત કરે તેની વાતઓમાં કોઇક સ્વાર્થના સગડ શોધે.
પ્રભુએ આમ કહ્યું છે તેવું સમજાવતા સાધુ સંતોની વાણીમાં પોતાને લાભ થશે તેવું વિચારવાને બદલે એમાં એમનો શું સ્વાર્થ વિચારે તે આત્મા ઉન્નતિનો માર્ગ ક્યારે પકડશે તે તો તેમના કર્મો કહેશે પણ તે સાધુ સંતોનું તો જરૂર કલ્યાણ થતુ હોય છે. બાબુભાઇ કડીવાલા દ્વારા આયોજાયેલા સિધ્ધચક્ર પૂજનમાં આવા વિપરિત બુધ્ધી વાળા શ્રાવકોને તેમનું એક જ સુચન હતુ “પરથી ખસ અને સ્વમાં વસ” જેનો આ શ્રાવકોએ અર્થ કાઢ્યો “બીજાની ઉપાધી છોડ અને પોતાનું કર.” અહીં ઉપદેશ હતો મારા અને તમારા મોહમાં થી મુક્ત થા અને ” સ્વ”નાં ઉદય માટે કટીબધ્ધ થા.
મારું ચિંતન મને એક ત્રિભેટે લાવીને ઉભુ રહ્યુ..કહે છે કે કર્મ શુન્ય થાવ તો જ મુક્તિ શક્ય છે અને જે વસ્તુથી હું અજ્ઞાન છું તે એ કે મારા કર્મ ગણીતનું સરવૈયુ કેવી રીતે જોઉ? અત્યારે મારા પૂણ્ય આટલા ને પાપ આટલા... હું તપ સાધના કરું તો પૂણ્ય વધે તેને પણ ભોગવવા પડે.અને અજાણતાયે પાપ કરું તો પાપ પણ ભોગવવા પડે..ક્યાંકથી તો શરુ કરવાનું છે તેથી નક્કી કર્યુ કે પાપ કરવા ઘટાડું કે જેથી આ લખ ચોરાશીના ફેરા ટળે...
અઢાર પાપ સ્થાનકો જાણ્યા જે મારે માટે ફ્રી વે ની ગરજ સારે છે અને ઝડપથી પાપ રહીત થવાની પ્રેરણા આપે છે. આ હકીકત મને સામાયીક કરવા અને સુક્ષ્મ હિંસાથી દુર રહેવા મને પ્રેરે છે. પણ સંસાર છે કેટલીય વખતે એવા પ્રસંગો ઉદભવે છે જ્યાં અન્ય સામાજીક કારણોથી સુક્ષ્મ હિંસા આદરાતી હોય છે અને ત્યારે આલોયણા લઇ મનથી માફી માંગી અસાર સંસારમાં પાછા સરતા થઇ જવાતું હોય છે. http://wp.me/pfwCg-6z
116