________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨] પુણ્ય-પાપનો રાગ પણ છે-એમ તેમાં આવી ગયું. વિકલ્પના વિચાર વખતે મન પણ છે, વાણીથી કહે છે ને સાંભળે છે એ પણ છે, પણ એ બધાં આત્મદર્શનમાં કામ કરતાં નથી.
કોઈ કહે છે કે સમ્યગ્દર્શન બે પ્રકારે છે, જ્ઞાન બે પ્રકારે છે, ચારિત્ર બે પ્રકારે છે. તો અહીં કહે છે કે ના, બે પ્રકારે છે જ નહીં; કથન ભલે વ્યવહાર અને નિશ્ચયથી બે પ્રકારે આવે પણ નિશ્ચય સમ્યગ્દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે.
છકે સાતમે ગુણસ્થાને ઝૂલનારા મહાસંત યોગીન્દ્રદેવ કહે છે કે આત્માનું દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે એ સિવાય નવ તત્ત્વોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, ભેદવાળી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, છ દ્રવ્યોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન નહીં, એક સમયમાં પૂરણ ચિદાનંદ વસ્તુ તે આત્મા, તેનું દર્શન, તેનો અનુભવ, તેની પ્રતીતિ તે એક જ સમ્યગ્દર્શન છે. એ આત્મદર્શન વિના જે કોઈ ક્રિયાકાંડમાં ધર્મ મનાય તે મિથ્યાદર્શન છે. એક સમયમાં પૂરણ અભેદ અનંતગુણનું એકરૂપ જે ભગવાન આત્મા તેની પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે ને સમ્યગ્દર્શનના પ્રકાશના અભાવમાં પુણ્ય-દયા-દાન આદિના પરિણામમાં ધર્મ છે તેમ માનવું તે મિથ્યાદર્શન છે. સમ્યગ્દર્શન પછી પુણ-દયાદાનના પરિણામ આવે, વચમાં વ્યવહાર આવે ખરો પણ તેનાથી તે ધર્મ માને નહીં, એ વ્યવહાર તો બંધનું જ કારણ છે પણ અનુકૂળતાથી કહીએ તો એ વ્યવહાર અંતર અનુભવની દૃષ્ટિમાં તેને નિમિત્ત કહેવામાં આવે છે ને પ્રતિકૂળતાથી કહીએ તો તે બંધનું કારણ છે.
* આત્મદર્શન સિવાય અન્યને જરીયે મોક્ષમાર્ગ માનવો નહીં *
ભગવાન આત્માના દર્શન તે એક જ મોક્ષનો માર્ગ છે. આત્માના દર્શન સિવાય પર દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો રાગ, નવ તત્ત્વોની શ્રદ્ધાનો રાગ, છ દ્રવ્યની શ્રદ્ધાનો રાગ એ બધુંય પર–અન્ય છે, તેને જરીએ મોક્ષમાર્ગ માનવો નહીં, શુભરાગમાં, દેહની ક્રિયામાં કે નવતત્ત્વોની શ્રદ્ધાના રાગમાં સમ્યગ્દર્શન અથવા મોક્ષનો માર્ગ કરીએ છે નહીં. આત્માના દર્શન સિવાય અન્યમાં સમ્યગ્દર્શન ને મોક્ષનો માર્ગ જરીએ નથી.
આહાહા! સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વરના મુખમાંથી નીકળેલી આ દિવ્યધ્વનિમાં જે આ આવ્યું એવું સંતોએ ચારિત્ર સહિત અનુભવ્યું ને એમણે જગત સમક્ષ મૂકયું કે વસ્તુનું સ્વરૂપ આ છે.
આત્માનું દર્શન તે એક જ સમ્યગ્દર્શન છે અને તેનાથી અન્ય બીજું જે કાંઈ છે તે કાંઈ પણ મોક્ષમાર્ગમાં ગણવામાં આવતું નથી. તેથી આત્મદર્શન સિવાય બીજી કોઈ વાતને સમ્યગ્દર્શન માને તેને મિથ્યાદર્શન થાય છે. આત્માના અનુભવની દૃષ્ટિ સિવાય સમ્યગ્દર્શન બીજી કોઈ ચીજ વડે હોઈ શકે નહીં ને બીજી કોઈ ચીજમાં હોઈ શકે નહીં, ગુણીને ગુણના ભેદ વડે પણ આત્મદર્શન થઈ શકે નહીં, તો પછી દયા-દાન આદિ પાળો પછી સમ્યગ્દર્શન થશે એ વાત તો તદ્દન મિથ્યા છે.
હે ધર્મી !-સમ્યગ્દષ્ટિને યોગી–ધર્મી જ કહ્યો છે. ચોથે ગુણસ્થાને હોય, ભરત ચક્રવર્તી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com