________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા ]
[૨૨૫ ઉત્પન્ન થતી નથી, સમભાવ રહે છે. ગૃહસ્થાશ્રમમાં પણ જ્ઞાનીને શ્રદ્ધા-જ્ઞાનમાં આવો સમભાવ રહે છે અને ચારિત્રની નબળાઈ વશ અલ્પ રાગ-દ્વેષ થાય તેને જ્ઞાની પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
યોગીન્દ્રદેવ સમયસારનાં બંધ-અધિકારના ૧૭૬ કળશનો આધાર આપે છે. સમ્યજ્ઞાની પોતે પોતાને અને બધા પરદ્રવ્યના સ્વભાવને જેમ છે તેમ જાણે છે અને તેની પર્યાયમાં થતાં કાર્યને પણ વ્યવહાર તરીકે જાણે છે. દ્રવ્ય તે નિશ્ચય છે અને પર્યાય તે વ્યવહાર છે. દ્રવ્ય વગરની પર્યાય ન હોય-નિશ્ચય વગરનો વ્યવહાર ન હોય. આવું જાણતાં જ્ઞાની પોતાની પર્યાયમાં થતાં રાગને પોતાના સ્વભાવમાં ખતવતા નથી.
કોઈ લાકડી મારે અને પોતે ક્ષમા રાખે તો સમભાવ કહેવાય એમ નથી. હું જ્ઞાનસ્વભાવી છું અને પર્યાયમાં વિષમભાવ થાય છે તે મારો સ્વભાવ નથી એમ બે વચ્ચે ભેદજ્ઞાન કરવું તે સમભાવ છે. આ અપેક્ષાએ જ્ઞાની રાગ-દ્વેષ કરતાં નથી એમ કહેવાય છે. ચારિત્રની નબળાઈથી રાગ-દ્વેષ થાય છે તેની અહીં ગૌણતા છે. હવે છેદોવસ્થાપનની વાત કરે છે.
हिंसादिउ-परिहारु करि जो अप्पा हु ठवेइ ।
सो बियऊ चारित्तु मुणि जो पंचम-गइ णेइ ।।१०१।। હિંસાદિકના ત્યાગથી, આત્મસ્થિતિકર જે;
તે બીજું ચારિત્ર છે, પંચમ ગતિકર તેહ. ૧૦૧. જે કોઈ જીવ હિંસા આદિ પાપના પરિણામના અભાવસ્વભાવસ્વરૂપ આત્મામાં સ્થિરતા કરે છે તેને બીજું ચારિત્ર છે જે પંચમગતિનું કારણ છે. વિકારનો છેદ કરી આત્માને આત્મામાં સ્થાપવો તેને છેદોપસ્થાપના નામનું બીજું ચારિત્ર કહેવાય છે એમ યોગીન્દ્રદેવ કહે છે. આમ તો, સામાયિકમાં બેઠા હોય અને તેમાં કોઈ વિકલ્પ આવી જાય. દોષ લાગે તેને છેદીને ફરી આત્મામાં સ્થિર થાય તેને છેદોપસ્થાપના કહેવાય છે. પણ અહીં તો યોગીન્દ્રદેવે અધ્યાત્મથી છેદોપસ્થાપનાનું સ્વરૂપ કીધું છે.
મોક્ષનું સાક્ષાત કારણ તો સ્વરૂપમાં લીનતારૂપ ચારિત્ર છે તેથી ધર્મનું મૂળ ચારિત્ર કહ્યું છે પણ તે ચારિત્ર દર્શન-જ્ઞાન વિના હોતું નથી.
સ્થિર-બિંબ ભગવાન આત્મામાં સ્થિરતાનો અભ્યાસ થતાં પછી કાયમી સ્થિરતા–ધ્રુવદશા-પંચમગતિ પ્રગટ થઈ જાય છે. પંચાસ્તિકાયમાં કેવળજ્ઞાનને પણ એક નયે ફૂટસ્થ કહ્યું છે તેમ મોક્ષમાં એકધારી સ્થિરતા હોવાથી તેને પણ ધ્રુવ કહ્યો છે. સ્થિરતા પલટે છે પણ એકધારી એવી ને એવી થતી રહે છે માટે તેને ધ્રુવ કહી છે.
मिच्छादिउ जो परिहरणु सम्मदसण-सुद्धि । सो परिहार-विसुद्धि मुणि लहु पावहि सिव-सिद्धि ।। १०२।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com