Book Title: Hoon Parmatma Choon
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 242
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા] [૨૩૧ તે લક્ષમાં લેવો. એ જ રીતે ઉપાધ્યાય અને સાધુની પણ બહારની ક્રિયા લક્ષમાં ન લેતાં માત્ર તેમની આત્મ-આરાધનાની ક્રિયા આરાધવાલાયક છે. સમયસાર કળશનો આધાર આપ્યો છે કે આત્માનું સ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન - ચારિત્રમય એકરૂપ છે તે જ એક મોક્ષમાર્ગ છે. નિર્વિકલ્પ મોક્ષમાર્ગ એક જ છે. મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે પણ નિશ્ચય મોક્ષમાર્ગ એક જ છે. તેથી મોક્ષના અર્થીને ઉચિત છે કે આ એક સ્વાનુભવરૂપ મોક્ષમાર્ગનું સેવન કરે. અજ્ઞાનીને જ્યાં સુધી મોટી દષ્ટિએ મોટો ભગવાન આત્મા હાથમાં ન આવે ત્યાં સુધી રમણતાં ક્યાં કરવી તે ખબર પડતી નથી. મોટી દષ્ટિ એટલે સમ્યક દષ્ટિ કે જે મહાન દષ્ટિ છે તેના વડે મહાન એવા ભગવાન આત્માની શ્રદ્ધા થાય ત્યારે તેમાં રમણ ક્યાં કરવું તેનું ભાન થાય છે. આવું સમ્યગ્દર્શન થયા પછી પણ અમૃતચંદ્ર આચાર્ય ૮૦ મી ગાથામાં કહે છે કે પ્રમાદરૂપી ચોર મારી સંપદા લૂંટી ન જાય તે માટે હું સાવધાન રહું છું-પ્રમાદ છોડીને પુરુષાર્થની કેડ બાંધીને બેઠો છું. વીતરાગદેવ ત્રિલોકીનાથની વાણીમાં આ તત્ત્વ આવ્યું છે ભાઈ ! કેવલપરંતો ધમ્મો શરણે ” કેવલી પ્રરૂપિત ધર્મ જ મંગલ, ઉત્તમ અને શરણ છે. આ બધું શરણ તારા આત્મામાં જ પડયું છે ભાઈ ! ભગવાનને યાદ કરવા એ તો રાગ છે પણ રાગરહિત નિજસ્વરૂપનું શરણ લે ત્યારે ખરું અરિહંત અને સિદ્ધનું શરણ લીધું કહેવાય. હવે ૧૫ મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે આત્મા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. सो सिउ संकरु विण्हु सो सो रुद् वि सो बुद्ध । सो जिणु ईसरु बंभु सो सो अणंतु सो सिद्ध ।। १०५।। તે શિવ, શંકર, વિષ્ણુ ને દ્ધ, બુદ્ધ પણ તે જ; બ્રહ્મા, ઈશ્વર, જિન તે, સિદ્ધ, અનંત પણ તે જ. ૧૦૫. આત્મા..આમા..ની વાત તો ઘણાં કહે છે પણ અહીં જે કહેવાય છે- “આત્મા એક અસંખ્ય પ્રદેશી વસ્તુ છે. જેમાં આકાશના અનંતાનંત પ્રદેશ કરતાં પણ અનંતગુણા ગુણ છે અને એટલી જ તેની પર્યાયો છે-આવો આત્મા વેદાંત આદિ કોઈ મતમાં કહ્યો નથી. અજ્ઞાનીઓએ તો અસર્વાશમાં સર્વાશ માન્યું છે. અહીં તો સર્વાશે આખી ચીજ જેવી છે તેવી કહેવાય છે. આવો જે આત્મા છે તે પાંચ પરમેષ્ઠીરૂપે પરિણમે છે તેને જ અહીં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહ્યો છે. આગળની ગાથામાં જે પંચપરમેષ્ઠીના સ્વરૂપે ધ્યાવવા યોગ્ય કહ્યો તે આત્મા જ બ્રહ્મા, શિવ, શંકર, વિષ્ણુ, , બુદ્ધ, ઈશ્વર, જિન અને અનંત છે, તેના સિવાય બીજો કોઈ બ્રહ્મા આદિ નથી. અરે ભાઈ ! આ તો વસ્તુની સ્થિતિ છે. ભગવાને જોયું બીજું અને કહ્યું બીજું એવું નથી. છ પ્રકારના દ્રવ્યો જેવા જયાં તેવા જ ભગવાને કહ્યાં છે. આત્મા જ શિવ છે કેમ કે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ધ્યાન કરવાથી કલ્યાણ થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249