________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાત્મા]
[ ૭૧ વિકલ્પો પુણ્ય-રાગ છે, એ ધર્મ નથી, સંવર-નિર્જરા નથી ભગવાન આત્મા ચૈતન્યરત્ન છે. પ્રભુ! એને ખબર નથી. આ દેહ, વાણી, મન એ તો ધૂળ, માટી, જડ છે અને હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગની વાસના એ પાપ છે. દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, વિનયના જે વિકલ્પો ઊઠે તે પુણ્ય છે તે કાંઈ આત્મા નથી. એવા પુણ્ય-પાપના રાગ રહિત ભગવાન આત્મા વસ્તુ શાશ્વત, નિત્ય ધ્રુવ, એને સ્પર્શ કર્યા વિના મૂઢ જીવ સ્વાધ્યાય કરે. વિનય કરે, એ બધા વૃથા છે. સ્વસમ્મુખના ભાન વિના પર સન્મુખ, થયેલા બધા વિકલ્પોની જાળ પુણ્ય કે પાપ એ બંધનું જ કારણ છે.
મિથ્યાદષ્ટિ અજ્ઞાની મૂઢ જીવના વ્રત-તપ બધું પુણ્યનો બંધ છે. આત્મા એક સમયમાં અખંડાનંદ પ્રભુ સની ખાણ છે, સત્ શાશ્વત અનાદિ-અનંત અણ કરાયેલો શાશ્વત પદાર્થ છે. એમાં અંદર શાશ્વત આનંદ ને શાશ્વત શાંતિ પડયા છે. એવા શાશ્વત ભગવાન આત્મા અને શાશ્વત શાંતિને આનંદનો જે ભાવ એના સ્પર્શના ભાન વિના જે શાસ્ત્રસ્વાધ્યાય આદિ કરે, પર્યટના કરે, તે બધા એકલાં પુણ્ય-બંધનના કારણ છે. ભગવાન આત્મા વસ્તુએ અબંધ સ્વરૂપે છે, એને આવા પરિણામથી બંધન થાય છે. ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ છે ને એના ગુણો જે છે એ પણ શાશ્વત ધ્રુવ છે. એના ગુણમાં તો જ્ઞાતા દેખા આનંદ ને વીતરાગથી ભરેલો ભગવાન છે. એના અંતર સ્પર્શથી એની સન્મુખની દષ્ટિ વિના મૂઢ જીવ સ્વભાવના અજાણથી જેટલી ક્રિયા વ્રત, તપ આદિ કરે એ મોક્ષનો ઉપાય નથી, એ આત્માના છૂટવાનો ઉપાય નથી, એ તો બંધનો ને રખડવાનો ઉપાય છે.
કેટલાક બેઠાં બેઠાં ભગવાન્ ભગવાન્ નમો અરિહંતાણમ્ વગેરે કરે છે એ તો એક રાગ છે, વિકલ્પ છે. ભાઈ ! શુભરાગ છે, પરલક્ષી વૃત્તિ છે. સ્વરૂપ અંદર શુદ્ધ છે એના ભાન વિનાના આવા ભાવ અને સંવર-નિર્જરાનું કારણ નથી, બંધનું કારણ છે. રાગની દિશા પર તરફની છે અને સ્વભાવની દિશા અંતર્મુખની સ્વ તરફની છે. પર તરફની દિશાના ભાવ એ સ્વ તરફની દિશામાં મદદ કરે એ ત્રણ કાળમાં બને નહીં.
ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ, શાશ્વત આનંદની મૂર્તિ, જેમાં અતીન્દ્રિય આનંદ ઠસોઠસ ભર્યો છે, એવા આનંદને સ્પર્ધ્યા વિના, એવા આનંદને જાણીને પ્રતીત કર્યા વિના, જેટલા આવા વ્રત નિયમ આદિના થાય તે પર તરફના વલણની વૃત્તિઓ આત્માને અંતર્મુખ થવા માટે જરીયે મદદગાર નથી. ભગવાન આનંદનો નાથ પ્રભુ એને અડક્યા વિના સ્પર્યા વિના આવી રાગની ક્રિયાઓથી મોક્ષમાર્ગ નથી, સંસારમાર્ગ છે. દયા-દાન-વ્રત-ભક્તિ એ તો બધી બહિર્મુખ વલણવાળી લાગણીઓવાળી વૃત્તિ છે. અંતર્મુખ પરમાત્મા પોતે નિજાનંદથી ભરેલો છે એના સન્મુખથી વિમુખની વૃત્તિ છે. એ વિમુખની વૃત્તિઓના ભાવથી આત્માને પુષ્ય ને સંસાર જ છે, તે પુણ્ય બંધના કારણ છે. સાધુ થાય, ૨૮ મૂળગુણ પાળે, એકવાર ઊભા ઊભા આહાર લે, નગ્નપણું, સામાયિક, પટ આવશ્યકના વિકલ્પો એવા ૨૮ મૂળગુણ પાળે તોપણ એ સંસાર ને પુણ્યવર્ધક છે. ભગવાન તારી પાસે ક્યાં મૂડી ઓછી છે? જ્યારે આત્મા સર્વજ્ઞ પરમેશ્વર કેવળજ્ઞાનપણાને પામે, અનંત આનંદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com