Book Title: Hoon Parmatma Choon
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 168
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૫૭ પરમાત્મા ] આંબામાં કેરી જેમ વધારે પાકે તેમ તે વધારે નમતો જાય છે. તેમ મુનિરાજ જ્ઞાનીને કહે છે કે તારામાં તપ અને વિનય આદિ ગુણો છે તો નરમાશ હોવી જોઈએ, રોગી પ્રત્યે દયા આવે છે તેમ અપરાધી પ્રત્યે પણ દયા લાવવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ આદિથી મનને દૂર રાખવું જોઈએ અને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ ચાર સંજ્ઞાને જીતવી જોઈએ તથા અનંત દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય આ અનંત ચતુષ્ટય યુક્ત આત્માને ધ્યાવવો જોઈએ. કેમ કે જેને નિર્દોષ-પવિત્ર થવું છે તેણે નિર્દોષ-પવિત્ર ભગવાન આત્માને ધ્યાવવો જોઈએ, તો જ પવિત્ર થઈ શકાય પવિત્ર સ્વરૂપને ધ્યાવતાં જે સ્વાનુભવ પ્રગટ થાય છે તેની ઉગ્રતા તે જ શુક્લધ્યાન અને તેનાથી અલ્પ નિર્દોષતા તે જ ધર્મધ્યાન છે. આત્માનુશાસનમાં કહ્યું છે કે જ્યાં મગરમચ્છ હોય ત્યાં બીજા જીવ રહી શક્તાં નથી કેમ કે મગરમચ્છ તેને ખાઈ જાય છે. તેમ જ્યાં સુધી ગંભીર અને નિર્મળ મનરૂપી સરોવરમાં ક્રોધ, માન, માયા, લોભરૂપી મગરમચ્છનો વાસ છે ત્યાં સુધી ગુણોનો સમૂહું શંકારહિતપણે ત્યાં રહી શકતો નથી. માટે હે જીવ! સમતા અને ઈન્દ્રિયદમન વડે આ ચાર કષાયો અને ચાર સંજ્ઞાને જીતવાનો પ્રયત્ન કર ! હવે ૮૦ મી ગાથામાં યોગીન્દ્રદેવ પાંચ ઈન્દ્રિયનું દમન કરીને સંયમ તથા પાંચ અવ્રતનો ત્યાગ કરીને મહાવ્રત પ્રગટ કરવાનું કહે છે: बे-पंचहु रहियउ मुणहि बे-पंचहं संजुत्तु । बे पंचहं जो गुणसहिउ सो अप्पा णिरु वुत्तु ।। ८०।। દશ વિરહિત, દશથી સહિત, દશ ગુણથી સંયુક્ત; નિશ્ચયથી જીવ જાણવો, એમ કહું જિનભૂપ. ૮). જે ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ આદિ દશ ગુણ સહિત અથવા તો અનંત જ્ઞાન આદિ દશગુણથી સહિત છે તે આત્મા છે. આવા નિજ આત્માને તું ઈન્દ્રિયદમન અને અવ્રતના ત્યાગ પૂર્વક ભજ! પાંચ ઈન્દ્રિયના વિષયોમાં ફસાયેલું મન એટલે કે તે તરફની સાવધાનીવાળું મન આત્માનું ધ્યાન કરી શક્યું નથી. પાંચ ઇન્દ્રિયમાં ઉલ્લસિત થયેલું મન અતીન્દ્રિય આત્માનું ધ્યાન ન કરી શકે. માટે પાંચ ઇન્દ્રિયને સંયમમાં રાખીને ઇન્દ્રિયવિજયી બનવું જોઈએ. જગતના આરંભ-પરિગ્રહથી છૂટવા માટે પણ હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના ભાવોથી વિરક્ત થઈને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત પાળવા જોઈએ. સાધુપદમાં મુનિરાજ દ્રવ્ય અને ભાવ બન્ને પરિગ્રહથી રહિત હોય છે. મુનિને અંતરમાં રાગરહિત નિર્ગથદશા છે અને બહારમાં વસ્ત્ર રહિત નિગ્રંથ દશા છે આવા મુનિ થઈને એકાકીપણે શુદ્ધ નિશ્ચય દ્વારા પોતાના શુદ્ધાત્માનું મનન કરવું જોઈએ. જુઓ? મુનિને પણ શુદ્ધાત્માનું મનન કરવું તે જ મુનિપણું છે. શુદ્ધાત્મસ્વરૂપનું મનન એટલે તેમાં એકાગ્ર થવું તે મુનિનું કર્તવ્ય છે અને ગૃહસ્થાશ્રમમાં પણ પોતાના શુદ્ધાત્મામાં અંશે એકાગ્રતા કરીને નિર્મળતા પ્રગટ કરે છે તેને સમકિતી અથવા શ્રાવક કહેવાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249