________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
[ પ્રવચન નં. ૩૭] અબંધસ્વભાવી નિજ-પરમાત્માની દષ્ટિ વડે
કર્મબંધનનો ક્ષય કર [ શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૧૭-૭-૬૬]
આ શ્રી યોગસારજી શાસ્ત્ર ચાલે છે. ૯૧ મી ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કેઆત્મામાં સ્થિરતા કરવી એ જ સંવર-નિર્જરાનું કારણ છે.
अजरु अमरु गुण-गण-णिलउ जहि अप्पा थिरु ठाइ । सो कम्मेहिं ण बंधियउ संचिय-पु व विलाई ।। ९१।। અજર, અમર, બહુ ગુણનિધિ, નિજરૂપે સ્થિર થાય;
કર્મબંધ તે નવ કરે, પૂર્વબદ્ધ ક્ષય થાય. ૯૧. જુઓ! શું કહે છે મુનિરાજ? આત્મા અજર અમર છે. અમર એટલે શાશ્વત ધ્રુવ અકૃત્રિમ-અણકરાયેલી ચૈતન્યમૂર્તિ છે. તેને કદી જીર્ણતા લાગુ પડતી નથી અને તેનું કદી મરણ પણ થતું નથી. આત્મા અનાદિ અનંત અજન્મ અને અમરણ સ્વભાવી છે. એવા ગુણસ્વભાવી આત્મામાં જે સ્થિર થાય છે તે મુક્ત થાય છે.
અનાદિથી જીવ પુણ્ય-પાપના રાગ અને વિકલ્પમાં સ્થિર હોવાથી તેને કર્મોનું બંધન છે. પણ જે જીવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રતીતિ કરીને તેમાં સ્થિર થાય છે તેને નવા કર્મ બંધાતા નથી અને જાના કર્મોનો નાશ થઈ જાય છે.
અહીં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણેય લઈ લીધા છે. આત્મા ધ્રુવ પોતે અજર-અમર છે. તેમાં દષ્ટિ-જ્ઞાન-સ્થિરતા કરતાં કર્મ રહિત નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે અને પૂર્વની અશુદ્ધ અવસ્થાનો નાશ થાય છે. નિર્મળતાનો ઉત્પાદ, મલિનતાનો વ્યય અને ધ્રુવ તો પોતે ત્રિકાળ છે. આવા ઉત્પાદ-વ્યય તે ધાર્મિક ક્રિયા છે. જૈનધર્મની આ ક્રિયા છે. ચૈતન્યબિંબ ધ્રુવ સ્વભાવ સત્તામાં રુચિ કરીને તે રૂપ પરિણતિ કરીને સ્થિર થવું તે સંવર નિર્જરારૂપ જૈનધર્મની ધાર્મિક ક્રિયા છે. લાખો શાસ્ત્રો લખવાનો હેતુ સાર આ ક્રિયા કરવાનો છે.
ભગવાન આત્મા જન્મ-મરણ રહિત અવિનાશી છે. શરીરના સંયોગને લોકો જન્મ કહે છે અને શરીરના વિયોગને મરણ કહે છે. આત્મા તો અનાદિ અનંત છે, જન્મ-મરણથી રહિત છે. આત્મા અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્યગુણ (કે જે ગુણ બધા દ્રવ્યમાં હોય) અને જ્ઞાન-દર્શન આદિ વિશેષ ગુણોથી સહિત છે. આત્મા સામાન્યવિશેષ ગુણોનો મોટો સમૂહ છે, તેમાં એકાગ્ર થતાં સંવર-નિર્જરા પ્રગટ થાય છે. આત્મામાં એક આનંદ નામનો વિશેષ ગુણ છે અને તે ગુણ આત્માની સર્વ ાલતોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com