________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨] આદિ દશાને અરિહંત-સિદ્ધપણાને પામે એ બધી નિર્મળદશાની ખાણ તો આત્મા છે, એ કાંઈ દશા બહારથી આવતી નથી. ભગવાન આત્મા એક સમયમાં સત્ સત્ સત્ ચિઃ આનંદ ચિત્ જ્ઞાન આદિ શક્તિઓનો રસકંદ એનો જ્યાં અંતર આદર નથી, સન્મુખ નથી, સાવધાની નથી, રુચિ નથી, તેને શેય કરીને તેનું જ્ઞાન નથી, તેમાં ઠરતો નથી, ત્યાં સુધી બધા બહારના વ્રત-તપ આદિ ચાર ગતિમાં રખડવાના કારણ છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી શોભિત તત્ત્વ છે. એની અંતરમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય આનંદના શાંતિનો સાગરો ઊછળે એને તપ કહે છે. જેમ મેરૂથી સોનું શોભે એમ ભગવાન આત્માની એકાગ્રતાથી એની દશામાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે એનું નામ તપ કહે છે, જે જાતનો ભાવ આત્માનો છે તે જાતનો ભાવ તેની દશામાં પ્રગટ થાય તેને મોક્ષનો માર્ગ કહે છે. એ જાતના ભાવથી વિપરીત ભાવ એ બધા સંસાર ખાતે પુણ્ય ખાતે છે. પ્રભુ અનંત ગુણોનો આતમરામ છે, એની સન્મુખ થઈને એનું જ્ઞાન એની પ્રતીત ને આચરણ એ સંવર ને નિર્જરા છે. એનાથી જેટલા વિમુખભાવ-સમ્યગ્દષ્ટિના વિમુખ ભાવ એ પણ બંધનું કારણ છે.
બધું જાણ્યું પણ ભગવાન જાણ્યો નહીં, મહા પ્રભુ, ચૈતન્ય પ્રભુ ભગવાન આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં વસ્તુ તરીકે અરૂપી આનંદઘન ચૈતન્ય છે, એમાં શાંત વીતરાગતાના રત્નો અનંત ભર્યા છે એવા ચૈતન્યરત્નની અનુભવ દષ્ટિ વિના એટલે કે તેની કિંમત ને બહુમાન કર્યા વિના જેટલા વ્રત-તપ આદિ કરવામાં આવે એ સંસાર ખાતે છે. વીતરાગ પરમેશ્વર સર્વજ્ઞ ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જેને પર્યાયમાં અવસ્થામાં સ્વભાવના અંતર આશ્રય વડ પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ વીતરાગતા પ્રગટ થઈ, ત્યારે ભગવાનની ઈચ્છા વિના વાણી નીકળી. એ વાણીમાં જે આવ્યું અને સંતો અહીં ફરમાવે છે. યોગીન્દ્રદેવ દિગમ્બર મુનિ જંગલવાસી-વનમાં રહેતા હતા. એમણે કહ્યું કે-ભાઈ ! તારી ચીજના અજાણ અને પરચીજના ભ્રમણવાળા ગમે તેવા પુણ્યના ભાવ હો એ તારા આત્માને બંધનને માટે કે રખડવા માટે છે, છૂટવા માટે નથી.
વ્રત-તપ-સંયમ-ઇન્દ્રિયદમન ને મૂળગુણ, એકવાર આહાર લેવો આદિ કરે પણ જે આત્માના શુદ્ધ ચિદાનંદના અજાણ છે એને મોક્ષ નથી કહ્યો, એને સંવર-નિર્જરા કહ્યા નથી. જ્યાં સુધી ભગવાન આત્મા પવિત્ર છે એનું સમ્યગ્દર્શન ને અનુભવ ના હોય ત્યાં સુધી આ બધા ફોગટ છે, એકડા વિનાના મિંડા છે, રણમાં પોક મૂકવા જેવા છે. ૨૯. હવે ૩૦ મી ગાથા કહે છે:- -
जइ णिम्मल अप्पा मुणइ वय-संजुम-संजुत्तु । तो लहु पावइ सिद्धि-सुह इउ जिणणाहहं उत्तु ।। ३०।।
જે શુદ્ધતમ અનુભવે, વ્રત-સંયમ સંયુક્ત, જિનવર ભાખે જીવ તે, શીધ્ર લહે શિવસુખ. ૩).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com