________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમાત્મા]
[ ૫૯ ક્ષેત્ર પોતાના આકારે પોતામાં છે. તેમ આ શરીર પ્રમાણે અંદર આત્મા હોવા છતાં પોતે પોતાના કારણે જ અસંખ્ય પ્રદેશી પોતાના આકારે પોતામાં રહેલી સત્તા છે.
આત્મા એક સત્તા છે, હોવાવાળી ચીજ છે, હોવાવાળી ચીજ હોવાથી તેને આકાર અવગાહન, પહોળાઈ હોય કે નહિ? તેથી આત્મા અસંખ્ય પ્રદેશની પહોળાઈવાળું સત્ત્વ છે. કર્મ, રાગ કે શરીર સ્ત્રી-પુત્ર કે ખેતર એ કાંઈ આત્માનું ક્ષેત્ર નથી. અસંખ્ય પ્રદેશના એના બંગલામાં આત્મા બિરાજી રહ્યો છે. વ્યવહાર નિમિત્તથી કહેવાય કે શરીર પ્રમાણે આત્મા છે.
એવા પોતાના આત્માના સ્વભાવને જાણો. ભગવાન આત્મા અનંત શાંતરસથી ભરેલો મહા પૂરણ આનંદ સાગરથી સદા ભરેલો છે, તેમાં તું ડૂબકી માર. જેમ બાથમાં ડૂબકી મારે છે ને ! તેમ આ ચૈતન્યરત્નનો આનંદથી ભરેલો દરિયો છે, એમાં ડૂબકી માર. ચૈતન્યસ્વભાવને તું જાણ. જાણવાથી ભવ તરી જવા પામે છે. ભગવાન આત્મા આવો જ્ઞાનમૂર્તિ આનંદમૂર્તિ પૂર્ણાનંદનો નાથ અસંખ્ય પ્રદેશમાં બિરાજમાન છે તેને જાણ. રાગનું ને નિમિત્તનું જે જાણવું છે તેને બદલે આમ-આ તરફ આત્માની સન્મુખ થઈને તેને જાણ.
શું કરવું?-કે અસંખ્ય પ્રદેશમાં ભગવાન બિરાજે છે તેની સામે જો ને તેને જાણ. તેને જાણવો એનું નામ મોક્ષનો માર્ગ છે. તેને જાણ કહેતાં તેને જાણવો, શ્રદ્ધવો ને તેમાં એકાગ્રતા કરવી એ ત્રણે જાણ કહેવામાં આવી જાય છે. કારણ કે આ વસ્તુ છે એ શી રીતે જાણું? શ્રદ્ધા વિના જાપ્યું? આવો ભગવાન આત્મા જાણ, જાણે એ જ ભવ તરી જાય છે એમ અહીં તો કહ્યું છે. પરંતુ જાણવાનો અર્થ કે આત્મા પૂર્ણાનંદ છે એમ એને જાણવા એના તરફ વળ્યો ત્યાં શ્રદ્ધા પણ થઈ ને સ્થિરતા પણ થઈ. આખી ચીજ અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો પિંડ પ્રભુ તેને જાણતાં કયા ગુણના અંશના અંકુર ફૂટયા વિના રહે? બધા ગુણના અંકુરો ફૂટે.
ભગવાન આત્મા કેવો છે?-કે લોકાલોકને દેખે એવી વસ્તુ છે. લોકાલોકને દેખવાનો જ એનો સ્વભાવ છે, એને આત્મા કહેવાય. ભગવાન આત્મા અનંત સૌખ્યસ્વરૂપી છે. અનંત આનંદ સ્વરૂપ છે. રાગ-દ્વેષ ને દુઃખ ભગવાનમાં નથી. અનંત અતીન્દ્રિય આનંદના ચોસલા ભર્યા છે. અનાદિ સ્વરૂપ આવો જ ભગવાન આત્મા છે અને તે વસ્તુએ નિત્ય છે. આવા આત્માના સ્વાનુભવથી જ દર્શન થાય છે. પરંતુ કોઈ મનવચનની ક્રિયાથી કે દયા-દાન-ભક્તિના વિકલ્પો દ્વારા આત્માનો અનુભવ થતો જ નથી. ' અરે, ભાઈ ! બાપા! તારે કરવાનું તો આ છે, એના સિવાય બધું થોથા છે. ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા અનંત આનંદના પિંડ પ્રભુથી વિરુદ્ધ જેટલા વિકલ્પો છે તે તો વેરી છે, એ વેરી વ્યવહારના વિકલ્પો ન રહે તો અમારું-સંપ્રદાયનું-શું થશે? પણ ભાઈ ! વેરીને રાખીને તારે શું કામ છે? ભાઈ ! તું અનંત આનંદનો પિંડ છો ને! એ અનંત આનંદ એમાં નિત્ય છે, એમાં નજર કર તો તારી મુક્તિ થાય.
આ આત્મા સ્વાનુમૂત્યા વાતે-પોતાના સ્વાનુભવની ક્રિયાથી પ્રગટ થાય એવું એનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com