Book Title: Hemchandrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 4
________________ ૨૫૬ શાસનપ્રભાવક અમૂલ્ય છે. પણ, આપનાં સ્નેહ અને વાત્સલ્ય પણ એનાથી ઓછા મૂલ્યવાન નથી. આ દ્રવ્યરાશિ માટે અસ્પૃશ્ય છે. આપની આત્મીયતા અને ઉદારતા જોઈ હું નિશ્ચિત બન્યું છું. હું મારે પુત્ર તમને અર્પણ કરું છું.” ચાચિંગને આ પ્રતિભાવ જોઈ ઉદયન મંત્રી તેને ભેટી પડ્યા અને બેલ્યા કે, “મને અર્પણ કરવાથી તમારા પુત્રને એ વિકાસ થશે નહિ, જે વિકાસ ગુરુનાં ચરણોમાં સંભવે છે. ગુરુનાં સાન્નિધ્યમાં તમારે પુત્ર ગુપદ પ્રાપ્ત કરી ત્રિભુવનપૂજ્ય થશે.” - ઉદયન મંત્રીની આ વાતને સ્વીકાર કરી શ્રેષ્ઠિ ચચિંગે પુત્રને લઈ જઈ શ્રી દેવચંદ્રસૂરિને સમર્પિત કર્યો. વિ. સં. ૧૧૫૪ના માઘ સુદિ ૧૪ ના ધન્ય દિને આઠ વર્ષના ચંગદેવને શ્રી દેવચંદ્રસૂરિએ ભાગવતી દીક્ષા આપી, અને શ્રીસંઘના હર્ષધ્વનિ વચ્ચે મુનિ સેમચંદ્ર નામે ઉદૂઘોષિત કર્યા. મુનિ સેમચંદ્ર : બાલમુનિ સોમચંદ્રની જ્ઞાનરુચિ તીવ્ર અને મેઘા અદ્ભુત હતી. આચાર્યશ્રીએ તેમને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને સિદ્ધાંતનું અધ્યયન કરાવ્યું. મુનિ સેમચંદ્ર જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતાં ગયા તેમ તેમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાના અભિલાષી બન્યા. તેમણે બિચાર્યું કે, કાશ્મીર જઈ સરસ્વતી દેવીને પ્રસન્ન કરી “સિદ્ધ સારસ્વત” બનું. આચાર્યું દેવચંદ્રસૂરિએ તેમના વિચાર જાણ સંમતિ આપી. મુનિ સોમચંદ્રએ અન્ય મુનિ મહારાજ સાથે કાશમીર તરફ વિહાર કર્યો. વચ્ચે રૈવતાવતાર તીર્થે સ્થિરતા કરી. રાત્રે ધ્યાનમાં એકાગ્ર બેઠા હતા, ત્યાં સરસ્વતીદેવી પ્રત્યક્ષ થયા ને કહ્યું કે – “વત્સ! તારી તીવ્ર ભાવના અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તારી વાંચ્છા પૂરી થશે. તારે હવે કાશ્મીર જવાની જરૂર નથી.” મુનિ સેમચંદ્રને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થતાં હવે કાશ્મીર જવાનું પ્રયોજન ન હતું, તેથી પુન: ગુરુ પાસે આવ્યા. સરસ્વતી દેવીની આ ઘટના પિંડવાડા પાસે અજારી તીર્થમાં બની એવી પણ એક માન્યતા છે, તે “જૈન પરંપરાને ઇતિહાસ”ના લેખકના અનુમાને, આબૂ-અચલગઢ અને નાલાઈમાં જેમ રૈવતાવતાર (રૈવતાચલ નહીં) નામની ટેકરીઓ છે, તેમ ખંભાતમાં રેવતાવતાર તીર્થ નામનું દેરાસર છે, જ્યાં આ ઘટના બની હેવાને સંભવ છે. હમકુલપટ્ટાવલી અને વીરવંશાવલીમાં એવા બે પ્રસંગે છે કે જેમાં એકમાં, મુનિ સેમચંદ્ર આદિએ એક ભોંયરામાં ૧૦ દિવસ અવિચલ ધ્યાનમાં રહી, બ્રહ્મતેજની પ્રતીતિ કરાવી દૈવી સહાય પ્રાપ્ત કરી હતી. બીજામાં. એક શ્રેષ્ઠિને ત્યાં વહોરવા જતાં, શ્રેષ્ઠિ પુત્રે કહ્યું કે– “નાના (બાલ) મહારાજ તે પ્રત્યક્ષ સ્વર્ણ પુરુષ છે. એ સેમચંદ્ર નથી, પણ હેમચંદ્ર છે.” આચાર્ય હેમચંદ્રસૂરિ : ગુરુદેવે મુનિ સોમચંદ્રની યશેજજવલ જ્ઞાનગરિમા અને પુણ્યપ્રભાવી પ્રતિભા જાણી વિ. સં. ૧૧૯૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ના શુભ દિવસે, ખંભાતમાં, મુનિ સોમચંદ્રને આચાર્યપદે અલંકૃત કરી આચાર્ય હેમચંદ્રસૂરિ નામે જાહેર કર્યા. એ સમયે તેમની વય ૨૧ વર્ષની હતી. આ પ્રસંગે તેમની માતા પાહિનીએ પણ દીક્ષા ગ્રહણ કરી. ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરિ વિ. સં. ૧૧૬૭ લગભગમાં સમાધિપૂર્વક કાળ કરી સ્વર્ગ સિધાવ્યા. ત્યાર પછી શ્રી હેમચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં પાટણ પધાર્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13