Book Title: Hemchandrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૨૬૦ શાસનપ્રભાવક સાત વર્ષે રાજ્ય મળશે એવુ` સિદ્ધવચન કહેનાર શ્રી હેમચંદ્રસૂરિ પ્રત્યે તેને અનન્ય ભક્તિભાવ હતો; અને જૈનધમ પ્રત્યે પણ આસ્થાવાન હતા. શ્રી હેમચંદ્રસૂરિ તેની વિનંતિથી અવારનવાર રાજમહેલમાં જતા. રાજા-રાણી વખતેવખત તેમને ઉપદેશ શ્રવણુ કરતાં અને તેઓને ગુરુ માનતા. ગુજરેશ્વર કુમારપાળે આચાર્યશ્રીના ઉપદેશથી વિ. સ. ૧૨૦૭માં પ્રભાસપાટણમાં સામનાથના મહાપ્રાસાદને પાયાથી શિખર સુધીને જીર્ણોદ્ધાર કરવાના સ'કલ્પ કરી, સોમનાથના મંદિરની ધ્વજાએ ચડે ત્યાં સુધી માંસ-મદિરાને ત્યાગ કર્યો, પછી સાત વ્યસને પણ છેડયાં. સ. ૧૨૦૮માં સમસ્ત રાજ્યભરમાં અમારિપતુ વગડાવ્યેા. જુગાર સવથા બંધ કરાવ્યેા. સં. ૧૨૧૧માં પ્રભાસપાટણમાં મહાદેવની પ્રતિષ્ઠા હોવાથી રાજા કુમારપાળ સાથે શ્રી હેમચ ́દ્રસૂરિ પણ પ્રભાસપાટણ પધાર્યાં. આચાર્યશ્રીએ ત્યાં શિવપુરાણની વિધિ મુજબ મહાદેવનું આહ્વાન, અવગ્ઠન, મુદ્રા, ન્યાસ અને વિસર્જન કરી અંતિમ સ્તુતિપાઠ ઉચ્ચાર્યો - ** भवबीजाइकुरजनना रामाद्याः क्षयमुपामता यस्य । ब्रह्मा या विष्णुर्षा हरो जिनो वा नमस्तस्यै || --જેમણે જન્મ-મરણના અંકુરને ઉગાડનારા રાગ વગેરે દોષોનો નાશ કર્યાં છે તેવા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ કે જિનેશ્વર જે હા તેમને નમસ્કાર થાઓ ! ” · પ્રમ ́ધ ચિ’તામણિ ' પ્રમાણે શ્રી હેમચ'દ્રાચાયે કુમારપાળને શિવના સાક્ષાત્ દર્શન કરાવ્યા હતા; અને ભગવાન શિવે રાજા કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિને અનુસરવા કહ્યું હતું. વિ. સં. ૧૨૧૩માં મહાઅમાત્ય વહેંડે શત્રુંજય તીર્થને માટે ઉદ્ધાર કરાવી, શ્રી હેમચંદ્રસૂરિના હાથે ભગવાન ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી હતી. ܕ વિ, સ, ૧૨૧૬માં શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી રાજ્યકુમારપાળે સમ્યક્ત્વ સાથે શ્રાવકનાં આર વ્રત ઉચ્ચયૅ. આચાર્યશ્રીએ તેમને આશીર્વાદમાં પરમાત અને રાષિક એવાં બિરુદા આપ્યાં. અને રાજાના આગ્રહથી તેના આધ્યાત્મિક મધ માટે ‘વીતરાગસ્તોત્ર' અને ૮ સટીક-યાગશાસ્ત્ર ’ની રચના કરી. Jain Education International2010_04 રાજા કુમારપાળે આચાર્યશ્રીના ઉપદેશથી ઘણા કુમારપાળવહારે, ૧૪૪૪ દેરાસરા, ઘણાં જીર્ણોદ્ધાર, ૨૧ જ્ઞાનભડારો અને ઘણી દાનશાળાએ કરાવ્યાં. નિર્ધન જૈનેને-સાધમિ - ભાઇઓને ૧૪ કરોડની સહાય કરી. પતિના મૃત્યુ પછી નિ:સતાન વિધવાનું' ધન લેવાના નિયમ રદ કર્યા, અને જનતા પરના ઘણા કરે માફ કર્યાં. મહાઅમાત્ય આંબરે જીર્ણોદ્ધાર કરાવી ભરૂચના શકુનિકાવિહારમાં વિ. સં. ૧૨૨૨માં ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. તેમ જ મંત્રી આંબડે પેાતાના પિતાના ઉદયનવસતીને વિસ્તાર કરી ઉયનવિહાર બધાબ્યા, જેની પ્રતિષ્ઠા પણ વિ. સ. ૧૨૨૩માં આચાર્યશ્રીના હાથે થઈ. વિ. સ. ૧૨૨૮માં આચાર્યશ્રીએ પાટણમાં અંજનશલાકાએ અને પ્રતિષ્ઠા કરી, તેમના હસ્તે થયેલી આ પ્રતિષ્ઠા છેલ્લી હતી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13