Book Title: Hemchandrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 11
________________ શ્રમણભગવ તા ૨૬૩ અદ્દભુત સાહિત્યસર્જન : શ્રી હેમચંદ્રાચાયે શાસનપ્રભાવનાથે અનેક ચમત્કારો કરી બતાવ્યાના પ્રસંગે જાણવા મળે છે. પણ તેમના જીવનને મેટામાં મેટે ચમત્કાર તે તેમનુ અદ્ભુત, યશસ્વી અને ચિરંજીવી સર્વાંગીણ સાહિત્યસર્જન છે. કોઈ કાવ્યમાં, કોઇ નાથમાં, કોઈ શબ્દશાસ્ત્રમાં, કોઈ તર્કશાસ્ત્રમાં, કોઈ દર્શનશાસ્ત્રમાં, કોઈ સિદ્ધાંતશાસ્ત્ર, કોઈ ન્યાયમાં, કોઈ છ દમાં, કાઈ અલંકારમાં, કોઈ ઇતિહાસમાં, કોઇ ચેગશાસ્ત્રમાં, કોઇ કોશમાં, કોઈ વ્યાકરણમાં દક્ષ હોય; પણ સ`પટુ ( All Rounder )એ આ ૮ કલિકાલસર્વજ્ઞ ’તુ પાટવા સત્ર હતું. સાડાત્રણ ક્રેડ શ્ર્લોકપ્રમાણુ સાહિત્ય સર્જનાર આ સાહિત્યજગતના વિરાટ મહાપુરુષને માટે એવુ કાઇ વાડ્મયક્ષેત્ર નથી, કે જે તેમણે પેતાના પદન્યાસથી ક્ષુણ્ણ ન કર્યુ. હાય. તેમની ષ્ટિ છેક કાશથી લઈ યોગના ઊંચાં શિખરો સુધી ફેલાયેલી હતી, તેમના પ્રાપ્ત ગ્રંથાની રચનાના સમયનિર્દેશ મુજબ તેઓએ આ વિપુલ સાહિત્યસર્જન માત્ર ત્રણ દાયકામાં કર્યું હતુ. એક જ વ્યક્તિ દ્વારા આટલું વિપુલ સાહિત્યસર્જન થવું કઈ ને શકય જેવું લાગે; પણ જેમની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈ ને તે સમયના સુજ્ઞજનો સર્વાંગ તીર્થંકરા અને ગણધરાના વિશિષ્ટ સામર્થ્ય માં વિશ્વાસ ધરાવતા થયા હોય, તેમ જ જેમની તીવ્ર મેધા, તેજ બુદ્ધિ અને ઉત્કૃષ્ટ જ્ઞાનસાધનાના બળે વહેતી અÖસભર વાણી સાહિત્યમાં પરિણમતી હોય એમને માટે એ શકય અને સહજસાધ્ય હતું. વળી, એક જ વ્યક્તિમાં વિવિધ ક્ષેત્રના ઊંડા જ્ઞાનને સમન્વય શ્રી હેમચંદ્રસૂરિમાં જ જોવા મળે છે. પાણિની, પતંજલિ, મમ્મટ, પિંગલાચાર્ય, અમરસિંહ કોશકાર——એ બધાના સરવાળા એટલે હેમચંદ્રાચાય, પાણિનીનું વ્યાકરણ ત્રણ-ત્રણ વ્યક્તિઓનું સર્જન છે, જ્યારે સિદ્ધહેમ વ્યાકરણ એક માત્ર હેમચંદ્રાચાર્ય નુ સર્જન છે, હેમચદ્રાચાર્ય કાલિદાસ અને આણની જેમ એક નહિ પણ બે રાજવીના હાથે, રાજ્યાશ્રિત થયા વગર, સન્માન પામ્યા હતા. મૈત્રક વંશના રાજા ગૃહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ—એમ ત્રણે ભાષામાં રચના કરતા હતા, તેવા ઉલ્લેખે સાંપડે છે. શ્રી હેમચદ્રાચાર્યના તે આ ત્રણે ભાષામાં લખાયેલા ગ્રંથા મળે જ છે ! સાથેસાથ, એ ત્રણેય ભાષાના કેશ અને વ્યાકરણની તેમણે રચના પણ કરી છે, સિન્હેમ શબ્દાનુશાસન ( વ્યાકરણ) : શ્રી હેમચ'દ્રાચાયે` રચેલા વિવિધ વિષયના ગ્રંથામાં સિદ્ધહેમ શબ્દાનુશાસન, અભિધાનચિંતામણિ, હ્રયાશ્રય મહાકાવ્ય, ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર અને યેગશાસ્ત્ર જેવા વિશાળકાય ગ્રંથા તેમના પ્રતિભાસ્તભ સમાન છે, અને તેમાંયે તેમની પ્રતિભાનું મહાન સર્જન તે સિદ્ધહેમશબ્દાનુશાસન છે. આચાર્યશ્રીની આ રચના સર્વાં’ગસ પૂર્ણ છે. સર્વાંગસ પૂર્ણ એટલે જેમાં મૂળપાડ, લવૃત્તિ, બૃહદ્વ્રુત્તિ, ન્યાસ, ગણુપા, ઉણાદિપાટ, ધાતુપા, અન્ય અનુશાસને, શબ્દશે, યાશ્રય મહાકાવ્ય વગેરે અંગઉપાંગ હાય. તેમણે શબ્દાનુશાસનની જેમ લિંગાનુશાસન, કાવ્યાનુશાસન, છૂ ંદાનુશાસન, વાદાનુશાસન વગેરે પાંચ અનુશાસને રચ્યાં છે. શબ્દકોશ, યાશ્રયગ્રંથ વગેરેનું સાંગેાપાંગ Jain Education International 2010-04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13