Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવા
૫૩
દ્વાદશત્રુતસ્વરૂપ, કુરુકુલ્લાદેવીસ્તુતિ, પાર્શ્વ-ધરણેન્દ્રસ્તુતિ, કલિકુડપાર્શ્વનાથય સ્તવન શ્ર્લોક ૧૦, જીવાજીવાભિગમ-લઘુવૃત્તિ, ઉપદેશકુલક, મનેરથકુલક વગેરે ગ્રંથો રચ્યા છે.
આચાર્ય શ્રીની શિષ્યસમ્પા પણ વિપુલ અને જ્ઞાનથી ઉજજવલ હતી. તેમણે પોતાના ઉત્તરાધિકારીપદે આચાર્ય ભદ્રસેનસૂરિને સ્થાપ્યા હતા.
શ્રી વાદિદેવસૂરિએ ૯ વર્ષની વયે દીક્ષા લીધી; ૩૧ વર્ષની વયે આચાર્ય પદ પામ્યા; અને ૮૩ વર્ષની વયે, ૭૪ વર્ષના દીક્ષાપર્યાંય પાળી, બાવન વર્ષ આચાર્ય પશાભાવી, વિ. સ. ૧૨૨૯ના શ્રાવણ વદે છના દિવસે સ્વર્ગવાસી અન્યા.
———
જ્ઞાનના મહાસાગર, સિદ્ધ સારસ્વત, ગુજરાતના મહાન જ્યોતિર્ધર, અદ્વિતીય-અદ્દભુત સવા લાખ શ્લેાકપ્રમાણ ‘ સિદ્ધ્હેમ વ્યાકરણ’ના રચયિતા, રાજા સિદ્ધરાજ-જયસિહુની જ્ઞાનાપાસના અને મહારાજા કુમારપાળની સંસ્કારપ્રિયતાના વિધાયક કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મહારાજ
**
क्लृप्तं व्याकरणं नवं विरचितं द्वन्द्वो नवं द्वयाश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्रीयोगशास्त्र' नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनाम् चरित्रम् नवम् बद्धम् येन न केन विधिना मोहः कृतो दूरतः ॥
અર્થાત્, નવું વ્યાકરણુ કમ્પ્યુ, નવુ. છ ંદશાસ્ત્ર રચ્યું, હ્રયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસને વિસ્તાર્યો અને નવાં જ પ્રગટ કર્યાં. શ્રી યોગશાસ્ત્રને પણ નવુ' રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપ્યા, જિનવરોનાં ચરિત્રાને નવા ગ્રંથ રચ્યા; કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાયે અજ્ઞાનને દૂર ન કર્યું ? ” આમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિના ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રચાયેલાં સાહિત્યની વિપુલતાનાં દર્શન શ્રી સોમચંદ્રસૂરિએ ઉપરોક્ત શ્ર્લોકમાં કરાવ્યાં છે. જ્યારે શ્રી પ્રભાચ દ્રસૂરિએ તેઓશ્રીના પ્રભાવ દર્શાવતાં જણાવ્યું છે કે—
श्री हेमचन्द्रसूरीणामपूर्वम् वचनामृतम् । जीवातुर्विश्व जीवानां राजचित्तावनिस्थितम् ॥
અર્થાત્, શ્રી હેમચદ્રસૂરિનાં વચન સમસ્ત પ્રાણીઓ માટે અમૃતતુલ્ય છે.
શ્રી હેમચંદ્રસૂરિતુ' કથન, લેખન અને જીવન – તેમનાં સમયે અને આજે આઠ આઠ સૈકા બાદ પણુ, અદ્યાપિપયત માદક, પ્રેરક, પ્રભાવક, ઉપકારક અને અસરકારક રહ્યું છે. પ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુ લખે છે તેમ, “ તેઓ હરકોઈ જમાનાના તેઓનુ` સાહિત્યસર્જન વિપુલ છે, તેમ ઉત્તમેત્તમ પણ છે તેમણે સૌ
2
2010_04
• મહાપુરુષ હતા. પ્રથમ રચેલ · સિદ્ધ
Page #2
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક
હેમશબ્દાનુશાસન ” અદ્વિતીય છે. છેલ્લાં આઠસે વર્ષમાં તેનાથી ચડિયાતા બીન્ત કોઈ વ્યાકરણની રચના થઇ નથી.” શ્રી મેરુતુગાચાયે જણાવ્યા મુજબ, શ્રી હેમચંદ્રાચાયે વ્યાકરણની રચના સવા લાખ શ્લોકેામાં કરી હતી. તેમની સ રચનાઓનુ` ક્ષેાકપ્રમાણ સાડા ત્રણ કરોડ મનાય છે. ડો. પિટર્સને શ્રી હેમચ'દ્રાચા'ને 'જ્ઞાનના મહાસાગર ’કહ્યા છે. શ્રી હેમચંદ્રસૂરિનું વિપુલ સાહિત્યસર્જન અને વિષયવૈવિધ્ય અસાધારણ છે. એ જ રીતે, શ્રી હેમચંદ્રસૂરિ ગુરનરેશ સિદ્ધરાજ જયસિંહની જ્ઞાનોપાસનાના અને મહારાન્ત કુમારપાળની સંસ્કારપ્રિયતાના વિધાયક હતા.
૨૫૪
• પ્રબંધકોશ ? પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિની ગુરુપરંપરા ચંદ્રકુળના પૂર્ણ તલગચ્છ સાથે હતી. પૂર્ણ તલગચ્છમાં શ્રી દત્તસૂરિ થયા. તેમણે ઘણા રાજાને પ્રતિબેાધિત કર્યા હતા. તેમના શિષ્ય શ્રી યશાભદ્રસૂરિ રાજવી હતા; અને મહા તપસ્વી હતા. તેમના પટ્ટધર શ્રી પ્રદ્યુમ્નસૂરિ સમર્થ વ્યાખ્યાતા હતા ને તેમના પટ્ટધર શ્રી ગુસેનસૂરિ સિદ્ધાંતવિશારદ હતા. તેમના પટ્ટધર શ્રી દેવચંદ્રસૂરિ સ્યાદ્વાદમાં સમથ અને પ્રભાવી સૂરિવર હતા. તેમના શિષ્ય તે કલિકાલસર્વાંગ શ્રી હેમચંદ્રસૂરિ.
બળક ચંગદેવ : આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના જન્મ ધંધુકામાં વિ. સં. ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાના શુભ દિને થયા હતા. તેમના પિતાનુ નામ ચાચિંગ ( સાચિગ, સાચા અને ચાચિગ નામ પણ ) હતુ. શ્રેષ્ઠિ ચાર્જિંગ મેઢ જ્ઞાતિના અગ્રેસર વણિક હતા. માતાનુ નામ પાહિનીદેવી હતું. તે જૈનેામાં પ્રસિદ્ધિ પામેલા શ્રેષ્ઠિ નેમિનાગ મેહની બહેન હતી; શીલગુણ સંપન્ન અને જૈનધર્મની દૃઢ અનુરાગી હતી. એક વખત તેણે સ્વપ્નમાં ચિંતામણિરત્ન જોયુ, જે ગુરુ પાસે જઇ ચમકવા લાગ્યું. પ્રકાશ પ્રમાણે, તેણે સ્વપ્નમાં એક આંખે જોયા, જે ખીજે સ્થળે જઈ ફાલ્યા ફૂલ્યા. આ સમયે ધંધુકામાં શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ બિરાજમાન હતા. પાહિનીદેવીએ પાતાનાં સ્વપ્નની વાત તેઓશ્રીને કરી. સ્વપ્નના ફલાદેશ અાવતાં સૂરિવરે કહ્યું કે “ તું એક નરમણિને જન્મ આપીશ, જે મોટા થતાં ગુરુમણુ થશે. તારા એ પુત્ર ધીમે ધીમે વિકાસ સાધી જૈનશાસન રૂપી સાગરમાં કૌસ્તુભમણિની જેમ દેદીપ્યમાન બનશે. ' ગુરુની વાત સાંભળી પાહિનીને ઘણા હષ થયા. તે વિશેષ ધર્મારાધના કરવા લાગી. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણે વિ, સ. ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાની ઉજ્વલ રાત્રિએ એક તેજસ્વી બાળકને જન્મ આપ્યું. સારાયે કુટુંબમાં આનંદ આનંદ છવાઈ ગયા. પુત્રનુ નામ ચંગદેવ રાખવામાં આવ્યું. ચાંગ એટલે ઉત્તમ.
એક દિવસ પાહિનીદેવી પુત્ર ચગદેવને લઈ નિત્યક્રમ પ્રમાણે દેરાસરે દર્શન કરવા આવી હતી. આચાય દેવચંદ્રસૂરિ એ વખતે બાજુમાં જ ઉપાશ્રયે બિરાજતા હતા. આચાર્યશ્રી દેરાસરમાં ચૈત્યવંદન કરી રહ્યા હતા, પાહિનીદેવી પણ દનસ્તુતિમાં લીન હતા. એ સમયે પાંચ વર્ષના બાળક ચંગદેવ ઉપાશ્રયે જઈ પહોંચે અને ત્યાં આચાર્યના આસન ઉપર બેસી ગયેા. આચાર્ય શ્રી અને પાહિનીદેવીએ ત્યાં આવીને જોયુ કે ખાળક ગુરુપદના અભિલાષી છે. આચાર્યશ્રીએ પાહિનીદેવીને એ યાદ અપાી કે— “ બહેન ! તને પોતાનું દિવ્ય સ્વપ્ન યાદ છે ? બાળકનુ તેજ અને તેની આ વૃત્તિ જોતાં તારે આ કુળદીપક જૈનધર્મના મહાન પ્રભાવક
2010_04
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવતે
૫૫
થશે. તુ જ જો, આ બેઠા છે તે ગુરુઆસને શેલતા આ બાળકને શાસનને અણુ કરી તમે ધન્ય અને ’” પોતાના પુત્રના ઉજ્જવળ ભાવિને જાણી પાહિનીદેવી નમ્ર સ્વરે એલી, “ ગુરુદેવ ! તેના પિતાની આજ્ઞા હાય તે મારી સમ્મતિ જ છે. પ્રથમ તેમની આજ્ઞા લઈ લઉં. ” આટલું કહી પાહિનીદેવી ગંભીરપણે વિચારવા લાગી તેના પિતાની આજ્ઞા મળવી શકય નથી. પશુ, નિશ્ચિતપણે મારે પુત્ર જો સાધુ થવાનો જ હોય તે! તેને મારા પોતાના હાથે ચેાગ્ય ગુરુને કેમ ન સોંપવા ? તેણે ભાઈ નેમિનાગની સલાહ લીધી અને પુત્ર ચંગદેવ આચાય દેવચંદ્રસૂરિને અણુ કર્યાં.
પ્રબંધચિંતામણિ' પ્રમાણે, ચગદેવ આઠ વર્ષના હતા ત્યારે સમવયસ્ક બાળકે સાથે ત્યાં શ્રી દેવચંદ્રસૂરિ પધાર્યાં હતા તે ઉપાશ્રયે પહોંચ્યું. આચાય હતા નહી..ચંગદેવ તેમના આસને સહજવૃત્તિથી બેસી ગયે. આચાય. દેવચંદ્રસૂરિએ આવીને પોતાના આસને બેઠેલાં બાળકને જોયા અને વિસ્મય પામ્યા. તેના દેદીપ્યમાન મુખારવિ'ને જોઈ આચાય શ્રી આ બાલરત્નને પારખી ગયા. શ્રાવકે દ્વારા હકીકત જાણી, બાળકને લઇ, ચાચિંગને ઘરે પધાર્યાં. ચાચિગ ઘેર ન હતા. તેના ગૃહિણી પાહિનીદેવીએ આવેલ સૌનુ સ્વાગત કર્યું. ગુરુદેવને વિધિપૂર્ણાંક વંદન કર્યાં. આવેલ શ્રાવકોએ પાહિનીદેવીને ગુરુદેવના આગમનના ઉદ્દેશ જણાવી, પુત્રને ગુરુચરણે અર્પણ કરવા જણાવ્યું. પાહિનીદેવીને એ ક્ષણે હ થયા, તે બીજી જ ક્ષણે પતિની અનુમતિ નહિ મળવાની આશંકાથી રેંજ થયા. આથી મિશ્રિત આંસુ વહાવતાં તે એલી કે, “ ચંગના પિતા ઘરે નથી. તેમની સમ્મતિ વિના હું બાળકને કેમ આપી શકું ? ”
*
પાહિનીદેવીને હિંમત આપતાં શ્રેજિનાએ સમજાખ્યું કે, અહેન ! માતાને પણ આળક પર અધિકાર હોય છે. તમારી ભાવના ખરેખર સાચી છે, તે તમે તમારા તરફથી પુત્રને અર્પણ કરી દ્યો.” પાહિનીદેવીએ સુજ્ઞજનેની વાતને સ્વીકાર કરી, પુત્ર ચંગદેવને આચાય દેવચદ્રસૂરિને ચરણે અર્પણ કરી દીધા. શ્રી દેવચ`દ્રસૂરિ બાળક ચાંગદેવને લઈ, વિહાર કરતાં કરતાં કર્ણાવતી પધાર્યાં. ત્યાં સુરક્ષાની દૃષ્ટિથી બાળકને ઉદયન મંત્રી પાસે રાખ્યું. ઉડ્ડયન મંત્રી જૈનધર્મીના અનન્ય અનુરાગી હતા; અને બુદ્ધિવાન તથા વ્યવહારકુશળ પણ હતા. આ બાજુ, શ્રેષ્ઠિ ચાચિગ ઘેર આવ્યા ત્યારે બાળકને ન જોવાથી, સ વૃત્તાંત જાણી કેપિત થયા. પુત્રના મિલન સુધી અન્નત્યાગ કરી ત્યાંથી ચાલી નીકળ્યા; અને શ્રી દેવચંદ્રસૂરિ પાસે કર્ણાવતી પહેાંચ્યા. મત્રી ઉદયન પણ ચાર્મિંગના આગમનની વાત જાણી ઉપાશ્રયે આવ્યા. પુત્રને મેળવવા ચાર્ચિંગ ઘણા જ કાપિત અને વ્યથિત હતા. મંત્રી ઉદયન તેને ઘણા આદર સાથે પોતાના આવાસે લઈ ગયા. તેમના આવા વ્યવહારથી ચાચિંગ શાંત થયા. તેમાંયે પેાતાના પુત્રને મંત્રીના સમવયસ્ક પુત્ર સાથે રમતે જેઇ અને મત્રીએ વત્સલભાવે તેને પોતાના ખેાળામાં બેસાડયો તે જોઇ, તેને રહ્યોસહ્યો ગુસ્સે પણ આગળી ગયે, તે મંત્રીના આ વ્યવહારથી ખૂબ પ્રભાવિત થયા. મ`ત્રી ઉદયને તેને આત્મીયભાવે ત્રણ દુકૂલ અને ત્રણ લાખ મુદ્રા ભેટ ધરી. ચાર્જિંગે હસીને કહ્યું કે, લાખની દ્રવ્યરાશિ આપની ઉદારતાને નહિ, કૃપતાને પ્રગટ કરે છે.
2010_04
“ મંત્રીવર ! આ ત્રણ
મારા પુત્રનુ મૂલ્ય તે
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શાસનપ્રભાવક
અમૂલ્ય છે. પણ, આપનાં સ્નેહ અને વાત્સલ્ય પણ એનાથી ઓછા મૂલ્યવાન નથી. આ દ્રવ્યરાશિ માટે અસ્પૃશ્ય છે. આપની આત્મીયતા અને ઉદારતા જોઈ હું નિશ્ચિત બન્યું છું. હું મારે પુત્ર તમને અર્પણ કરું છું.” ચાચિંગને આ પ્રતિભાવ જોઈ ઉદયન મંત્રી તેને ભેટી પડ્યા અને બેલ્યા કે, “મને અર્પણ કરવાથી તમારા પુત્રને એ વિકાસ થશે નહિ, જે વિકાસ ગુરુનાં ચરણોમાં સંભવે છે. ગુરુનાં સાન્નિધ્યમાં તમારે પુત્ર ગુપદ પ્રાપ્ત કરી ત્રિભુવનપૂજ્ય થશે.”
- ઉદયન મંત્રીની આ વાતને સ્વીકાર કરી શ્રેષ્ઠિ ચચિંગે પુત્રને લઈ જઈ શ્રી દેવચંદ્રસૂરિને સમર્પિત કર્યો. વિ. સં. ૧૧૫૪ના માઘ સુદિ ૧૪ ના ધન્ય દિને આઠ વર્ષના ચંગદેવને શ્રી દેવચંદ્રસૂરિએ ભાગવતી દીક્ષા આપી, અને શ્રીસંઘના હર્ષધ્વનિ વચ્ચે મુનિ સેમચંદ્ર નામે ઉદૂઘોષિત કર્યા.
મુનિ સેમચંદ્ર : બાલમુનિ સોમચંદ્રની જ્ઞાનરુચિ તીવ્ર અને મેઘા અદ્ભુત હતી. આચાર્યશ્રીએ તેમને વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને સિદ્ધાંતનું અધ્યયન કરાવ્યું. મુનિ સેમચંદ્ર જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતાં ગયા તેમ તેમ વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાના અભિલાષી બન્યા. તેમણે બિચાર્યું કે, કાશ્મીર જઈ સરસ્વતી દેવીને પ્રસન્ન કરી “સિદ્ધ સારસ્વત” બનું. આચાર્યું દેવચંદ્રસૂરિએ તેમના વિચાર જાણ સંમતિ આપી. મુનિ સોમચંદ્રએ અન્ય મુનિ મહારાજ સાથે કાશમીર તરફ વિહાર કર્યો. વચ્ચે રૈવતાવતાર તીર્થે સ્થિરતા કરી. રાત્રે ધ્યાનમાં એકાગ્ર બેઠા હતા, ત્યાં સરસ્વતીદેવી પ્રત્યક્ષ થયા ને કહ્યું કે – “વત્સ! તારી તીવ્ર ભાવના અને ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તારી વાંચ્છા પૂરી થશે. તારે હવે કાશ્મીર જવાની જરૂર નથી.” મુનિ સેમચંદ્રને ઈચ્છિત વરદાન પ્રાપ્ત થતાં હવે કાશ્મીર જવાનું પ્રયોજન ન હતું, તેથી પુન: ગુરુ પાસે આવ્યા. સરસ્વતી દેવીની આ ઘટના પિંડવાડા પાસે અજારી તીર્થમાં બની એવી પણ એક માન્યતા છે, તે “જૈન પરંપરાને ઇતિહાસ”ના લેખકના અનુમાને, આબૂ-અચલગઢ અને નાલાઈમાં જેમ રૈવતાવતાર (રૈવતાચલ નહીં) નામની ટેકરીઓ છે, તેમ ખંભાતમાં રેવતાવતાર તીર્થ નામનું દેરાસર છે, જ્યાં આ ઘટના બની હેવાને સંભવ છે.
હમકુલપટ્ટાવલી અને વીરવંશાવલીમાં એવા બે પ્રસંગે છે કે જેમાં એકમાં, મુનિ સેમચંદ્ર આદિએ એક ભોંયરામાં ૧૦ દિવસ અવિચલ ધ્યાનમાં રહી, બ્રહ્મતેજની પ્રતીતિ કરાવી દૈવી સહાય પ્રાપ્ત કરી હતી. બીજામાં. એક શ્રેષ્ઠિને ત્યાં વહોરવા જતાં, શ્રેષ્ઠિ પુત્રે કહ્યું કે– “નાના (બાલ) મહારાજ તે પ્રત્યક્ષ સ્વર્ણ પુરુષ છે. એ સેમચંદ્ર નથી, પણ હેમચંદ્ર છે.”
આચાર્ય હેમચંદ્રસૂરિ : ગુરુદેવે મુનિ સોમચંદ્રની યશેજજવલ જ્ઞાનગરિમા અને પુણ્યપ્રભાવી પ્રતિભા જાણી વિ. સં. ૧૧૯૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ના શુભ દિવસે, ખંભાતમાં, મુનિ સોમચંદ્રને આચાર્યપદે અલંકૃત કરી આચાર્ય હેમચંદ્રસૂરિ નામે જાહેર કર્યા. એ સમયે તેમની વય ૨૧ વર્ષની હતી. આ પ્રસંગે તેમની માતા પાહિનીએ પણ દીક્ષા ગ્રહણ કરી. ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરિ વિ. સં. ૧૧૬૭ લગભગમાં સમાધિપૂર્વક કાળ કરી સ્વર્ગ સિધાવ્યા. ત્યાર પછી શ્રી હેમચંદ્રસૂરિ વિહાર કરતાં કરતાં પાટણ પધાર્યા.
2010_04
Page #5
--------------------------------------------------------------------------
________________
૫૭
રાજવ‘શમાં પ્રાંતા : પાટણમાં તે વખતે ગુરનરેશ સિદ્ધરાજ જયસિંહનુ રાજ હતુ. ગુજરાતના ઇતિહાસમાં સુખ, સમૃદ્ધિ અને સસ્કારિતાની ષ્ટિએ મહાન સુવર્ણ કાળ કહી શકાય તેવા તે સાલકીયુગ હતા. ત્રણસે વના આ સુવર્ણ કાળને સર્વોત્તમ શિખરે પહોંચાડનાર એ રાજવી તે સિદ્ધરાજ અને કુમારપાળ. અને એ અને રાજાને શ્રી હેમચંદ્રાચાય ના યાગ મહાન બનાવવામાં પરિણમ્યા હતા.
શ્રમણભગવા
શ્રી હેમચંદ્રસૂરિ ગુરનરેશ સિદ્ધરાજ સાથે સર્વપ્રથમ મિલન, ગુરુદેવના વર્ગવાસ પછી, ખંભાતથી પાટણ પધારતા થયુ. પાટણમાં એક દિવસ રાજા સિદ્ધરાજની સવારી બજારમાં પસાર થઈ રહી હતી. રાજા હાથી પર બેઠા હતા. શ્રી હેમચંદ્રસૂરિ પણ એ સમયે બારમાંથી પસાર થઈ રહ્યા હતા. અચાનક હાથી આચાર્યશ્રી પાસે આવીને ઊભેા રહી ગયા. તે સમયે શ્રી હેમચદ્રાચાય એક શ્ર્લાક ખેલ્યા :
૮૬ ચ
प्रसरं सिद्ध: हस्तिराजभयाड़िकतम् । त्रस्यस्तु दिग्गजाः किं तैर्भस्त्वयैवोद्धृता यतः ||
--રાજન્ ! ગજરાજને નિઃશંક આગળ ચલાવા. હાથીના ભયની તમે ચિંતા ન કરે. કારણ, પૃથ્વીને તમે જ ધારણ કરી રહ્યા છે.” શ્રી હેમચંદ્રાચાયના બુદ્ધિયુક્ત આ કથનથી રાજા સિદ્ધરાજ અતિ પ્રભાવિત થયા; અને રાજ અપેારે રાજમહેલમાં પધારવા આચાર્ય શ્રીને વિનતિ કરી. આચાર્ય શ્રી રાજાના આ નિમ ત્રણને શુભ શુકન માની રાજસભામાં જવા લાગ્યા, તેઓ પોતાના ચારિત્રપ્રભાવે અને જ્ઞાનબળે ધીમે ધીમે રાજસભામાં પ્રતિષ્ઠા પામ્યા.
*
વિ. સ. ૧૧૮૧માં શ્રી વાદિદેવસૂરિએ રાજા સિદ્ધરાજની સભામાં દિગબરાચાય કુમુદચંદ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યાં ત્યારે શ્રી હેમચંદ્રસૂરિ પણ તેમાં જોડાયા હતા. રાજમાતા મીનળદેવી પિયરના સંબધે દિગબરાચાય પ્રત્યે પક્ષપાત બતાવે તેવી શકાથી તેમણે રાજમાતાને મળીને જણાવ્યું હતું કે, “ દિગ ંબરે। આ શાસ્ત્રાર્થીમાં એવુ સિદ્ધ કરવાના છે કે સ્ત્રીઆએ કરેલા ધમ સફળ અનતા નથી.'' રાજમાતાએ આ વાત જાણી—તપાસીને ખાતરી કરી, દિગબરોના પક્ષ એડી દીધેા હતેા. વળી, વાદના પ્રથમ દિવસે હિંગ રાચાર્ય કુમુદચંદ્ર ‘તું હજી બાળક છે. તારી સાથે વાદ શે! કરવા ? ' તેમ જણાવતાં શ્રી હેમચ`દ્રાચાયે ઉત્તરમાં કહ્યું હતું કે, બાળક કાણુ ? જેને લંગાટી પણ ન હોય તે. આપ જુએ છે કે મેં તે કપડાં પહેર્યા છે.’ આવે. સણસણતા જવાબ સાંભળી દિગબરાચાય કિંગ બની ગયા હતા !
*
વિ. સ. ૧૧૮૩માં સિદ્ધરાજે બધાવેલા રાજવિહારમાં ભગવાન ઋષભદેવને પ્રતિષ્ઠામહેાત્સવ હતે. એ ઉત્સવમાં ભાગવત મતના આચાર્ય દેવધે ઉપસ્થિત રહી, તટસ્થપણે જિનેશ્વરના ગુણગાન ગાતાં રાજા સિદ્ધરાજે લાખ દ્રવ્ય આપ્યુ.. બીજી તરફ તે સૂરા પીતે હતા. રાજકવિ શ્રીપાલે કોઇ અણબનાવે રાજા દ્વારા ધન અપાતું બંધ કરાવ્યું. પડિત દેખાધના ખર્ચ લખલૂટ હતા, એટલે તે ત્રણ વર્ષોંમાં સાવ નિર્ધન જેવા બની ગયા. એક
શ્રૃ. ૩૩
2010/04
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૫૮
શાસનપ્રભાવક
દિવસ તેણે શ્રી હેમચંદ્રસૂરિને મળવાનું ગોઠવ્યું; પણ રાજકવિ શ્રીપાલે આચાર્ય શ્રીને ન મળવા વિનંતિ કરી, ત્યારે આચાર્યશ્રીએ ગભીરપણે શ્રીપાલને જણાવ્યુ` કે, * એ અસાધારણ સિદ્ધ સારસ્વત પતિ છે. એ નિરભિમાની બનીને આવે તે તેને સત્કાર આપવે જ જોઇ એ.’1
એક દિવસ પ’ડિત દેવમેધ આચાર્ય હેમચ`દ્રસૂરિને મળવા ઉપાશ્રયે આવ્યા. આચાર્યશ્રીએ તેને પોતાના અર્ધાસન પર બેસાડી તેને સત્કાર કર્યાં. આ સરળતા જોઈ ને પંડિત દેબેધ આચાર્ય શ્રી માટે ખેલ્યા કે,
66
पातु यो हेमगोपालो दण्ड- कम्बलमुद्वहन् । षड्दर्शनपशुग्रामचारयन्
સૈમવાતુ
—જે પાદન રૂપ પશુઓને જૈન ગાચરમાં ચારી રહ્યા છે તે દડ અને કાંબલીવાળા હેમ—ગે પાલ તમારું રક્ષણ કરો.”
આચાય શ્રીએ ત્યારે જ રાજકવિ શ્રીપાલને ખેલાવી અને વચ્ચે મૈત્રી કરાવી દીધી. કેમ કે, ઝગડા મટાડવા એ સાધુને ધર્મ છે. વળી, રાજા પાસેથી તેને લાખ દ્રવ્ય અપાવ્યુ અને તે પછી દેખાધ આત્મકલ્યાણ માટે ગગાકિનારે ચાલ્યા ગયા.
વિ. સ. ૧૧૮૫માં રાન્ત સિદ્ધરાજ પુત્રકામનાથી ઉઘાડે પગે તીર્થયાત્રા કરવા નીકળ્યા. તેમણે આચાર્ય હેમચંદ્રસૂરિને સાથે લીધા. યાત્રામાં રાજાએ શહેાર ગામ બ્રાહ્મણાને ભેટ આપ્યુ.. શત્રુજ્યતીર્થ માં ભગવાન ઋષભદેવની પૂજા માટે ૧૨ ગામ આપ્યાં. ગિરનારતીર્થ ના જીર્ણોદ્ધાર માટે પૂરી રકમ આપી. તીમાં યાત્રિકાને પાળવાના આદેશ અહાર પાડવા. ભગવાન નેમિનાથ, અંબિકાદેવી અને અવલોકનશિખર (પાંચમી ટૂંક )માં ભગવાન નેમિનાથનાં દર્શન પૂજન કર્યા; અને પ્રભાસપાટણ થઈ સેક્રમનાથ મહાદેવની યાત્રા કરી. આચાર્યશ્રીએ અહી શિવાલયમાં મહાદેવના ગુણાનુ પ્રતિપાદન કરતી સ્તુતિ કરી કે, “ જે તે સમયે, જેવા તેવા, જે તે નામથી, જે તે હા, પણ હે ભગવન્ ! તમે જો દેષ રહિત હૈ તે તમને એકલાને જ નમસ્કાર કરું છું.” રાજાએ અહી ઘણું દાન કર્યું.
("
આચાર્ય શ્રીએ કેડિનાર જઈ ને અઠ્ઠમતપપૂર્ણાંક અંબિકાદેવીને આરાધી અને રાજાના સંતાન માટે પૂછ્યું. દેવીએ કહ્યું કે— “ રાજાના ભાગ્યમાં પુત્ર નથી; પશુ તેના પછી કુમારપાળ ગુજરાતના રાજા થશે, જે રાજ્યને વધારશે, ભેગવશે અને માટે પરમાત—શ્રાવક થશે. આ વાત આચાય શ્રીએ રાજા સિદ્ધરાજને જણાવી. તેને આ વાત રુચિ નહીં. કુમારપાળને કડવા તેણે ષડ્યંત્ર રચ્યું. આ વાતની કુમારપાળને જાણ થતાં તે ગુપ્તવેશે નાસી ગયે..
""
વિ. સ. ૧૧૯૨માં શ્રી હેમચ’દ્રાચાર્ય' ખભાતમાં ચાતુર્માસ બિરાજમાન હતા. કુમારપાળ નાસતા નાસતા ત્યાં આવ્યા. આચાર્યશ્રીએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું કે- - હું આથી સાતમે વર્ષે તુ રાજા બનીશ. ” આચાર્યશ્રીએ ત્યારે રાજ્યના સૈનિકોને આ તરફ આવતા જોઈ કુમારપાળને 'ડિયામાં તાડપત્ર પાછળ સતાડી દીધા હતા.
2010_04
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવા
વિ. સ. ૧૧૯૩માં ગુ રનરેશ સિદ્ધરાજે માલવપતિ યશેાવમાંને હવી, ધારાનગરીને વંશ કરી, ત્યાંના અમૂલ્ય ગ્રંથભંડાર અને લખલૂટ ખજાના સાથે પાટણમાં પ્રવેશ કર્યાં. આચા વીરસૂરિ, આચાર્ય હેમચંદ્રસૂરિ અને બીન્ત આચાર્ય તેમ જ વિદ્વાનાએ રાજાને વિવિધ આશીર્વાદથી વધાવ્યા. ગુજરાત ગૌરવાન્વિત અન્ય
સિદ્ધહેમ વ્યાકરણ : એક દિવસ રાન્ત માળવાથી લાવેલા ગ્રંથભંડારને જોઈ રહ્યા હતા. તેમાં રાજા ભેજના રવરચિત ‘ સરસ્વતી દાભરણુ’ નામે વિશાળ વ્યાકરણગ્રંથ તેમના હાથમાં આવ્યા. ભેજ દ્વારા રચેલા ખીન્ન પણ ગ્રંથે! જોઈ તેમને એછપ અનુભવી અને મનમાં પ્રશ્ન ઊઠ્યો કે, “ મારા ગ્રંથભંડારમાં આવા ગ્રંથૈ! કેમ નહિ? શું ગુજરાતમાં એવા કોઇ વિદ્વાન નથી કે આવા મહાન ગ્રંથો રચી શકે ? ” તેણે સવ વિદ્વાનોને બેલાની આ વાત કહી. સૌની નજર શ્રી હેમચંદ્રસૂરિ પર પડી. રાજા સિદ્ધરાજે ગુજરાતનુ ગૌરવ વધે તેવા સર્વોપયોગી વ્યાકરણનું નિર્માણ કરવા વિનંતિ કરી. આચાર્ય શ્રીએ રાજાની વિનંતિને સ્વીકાર કર્યાં. તેમણે એમના સમય સુધીના સમસ્ત વ્યાકરણાની હસ્તપ્રતે ઠેર ઠેરથી મેળવી અને તેનુ બારીકાઈથી નિરીક્ષણ કર્યું; અને સિદ્ધરાજની વિનંતિથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ તેનુ નામ જોડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના કરી. રાજપુરોહિત અને વિદ્વાન સભાસદાએ એ વ્યાકરણનું ત્રણ વાર વાચન-મનન કરી તેને શુદ્ધ વ્યાકરણ તરીકે ાહેર કર્યું. સિદ્ધરાજે પોતાની ધારણાથી પણ વિશેષ પ્રાપ્ય તે વ્યાકરણને હાથીની અંબાડી પર પધરાવી, તેની ભારે ફાડમાડથી નગરમાં ભન્ય શાભાયાત્રા કાઢી. રાન્ત સિદ્ધરાજે એ પછી ત્રણસે લહિયા રોકી એની અનેક પ્રતિલિપિ તૈયાર કરાવી; અને તે અગ, બંગ, લિંગ, વત્સ, સિંધુ, સૌવાર, મુરંડ, કાશી, કાંકણ, કર્નાટક, કનોડ, કુરુક્ષેત્ર, કૈાશલ, કનાજ, કાન્યકુબ્જ, ગૌડ, સપાદલક્ષ અને કાશ્મીર સુધી આખા દેશમાં તેમ જ નેપાલ, સિ'હલ, કામરૂપ અને ઈરાન જેવા દૂર દૂરના દેશાવરમાં પણ તેની પ્રતિલિપિઓ મેકલી. ઉપરાંત, પાટણમાં વ્યાકરણના અજોડ વિદ્વાન કાકલ કાયસ્થની અધ્યક્ષતામાં તેનું પાન-પાન શરૂ કરાવ્યું.
k
૨૯
આચાર્ય હેમચંદ્રસૂરિએ સાહિત્યરચનાની ગંગોત્રી રૂપ‘સિદ્ધહેમ વ્યાકરણ ’થી પ્રાર’ભ કર્યો અને પછી, એક પછી એક વિવિધ વિષયના ગ્રંથોની રચના અસ્ખલિતપણે ચાલતી રહી.
વિ. સ. ૧૧૯૮માં શ્રી હેમચંદ્રસૂરિનું' ચાતુર્માસ ખ'ભાતમાં હતું, ત્યારે વિ. સં. ૧૧૯૯ના કાર્તિક સુદિ ૩ના દિવસે રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. કુમારપાળ ખંભાત આવીને શેઠ સાંખની સાથે આચાય શ્રી પાસે આવ્યેા. તેમના આશીર્વાદ મેળવી તે પાટણ ગયા અને વિ. સ. ૧૧૯૯માં તે ગુજરાતના રાજા અન્ય.
આચાર્ય હેમચ`દ્રસૂરિ ખભાતથી વિહાર કરતા કરતા પાટણ પધાર્યાં. વિ. સ. ૧૨૦૭માં તેમના માતા પ્રવર્તિની પાહિનીજી સાધ્વીએ અનશન સ્વીકાર્યુ. શ્રાવકોએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યાં. અને આચાર્યશ્રીએ પણ ત્રણ લાખ Àાકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાળધમ પામ્યા. રાજા કુમારપાળ શિવના પરમ ભક્ત હતા, પરંતુ પેાતાને અભયદાન આપનાર અને
2010_04
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૬૦
શાસનપ્રભાવક
સાત વર્ષે રાજ્ય મળશે એવુ` સિદ્ધવચન કહેનાર શ્રી હેમચંદ્રસૂરિ પ્રત્યે તેને અનન્ય ભક્તિભાવ હતો; અને જૈનધમ પ્રત્યે પણ આસ્થાવાન હતા. શ્રી હેમચંદ્રસૂરિ તેની વિનંતિથી અવારનવાર રાજમહેલમાં જતા. રાજા-રાણી વખતેવખત તેમને ઉપદેશ શ્રવણુ કરતાં અને તેઓને ગુરુ માનતા.
ગુજરેશ્વર કુમારપાળે આચાર્યશ્રીના ઉપદેશથી વિ. સ. ૧૨૦૭માં પ્રભાસપાટણમાં સામનાથના મહાપ્રાસાદને પાયાથી શિખર સુધીને જીર્ણોદ્ધાર કરવાના સ'કલ્પ કરી, સોમનાથના મંદિરની ધ્વજાએ ચડે ત્યાં સુધી માંસ-મદિરાને ત્યાગ કર્યો, પછી સાત વ્યસને પણ છેડયાં. સ. ૧૨૦૮માં સમસ્ત રાજ્યભરમાં અમારિપતુ વગડાવ્યેા. જુગાર સવથા બંધ કરાવ્યેા. સં. ૧૨૧૧માં પ્રભાસપાટણમાં મહાદેવની પ્રતિષ્ઠા હોવાથી રાજા કુમારપાળ સાથે શ્રી હેમચ ́દ્રસૂરિ પણ પ્રભાસપાટણ પધાર્યાં. આચાર્યશ્રીએ ત્યાં શિવપુરાણની વિધિ મુજબ મહાદેવનું આહ્વાન, અવગ્ઠન, મુદ્રા, ન્યાસ અને વિસર્જન કરી અંતિમ સ્તુતિપાઠ ઉચ્ચાર્યો -
**
भवबीजाइकुरजनना रामाद्याः क्षयमुपामता यस्य । ब्रह्मा या विष्णुर्षा हरो जिनो वा नमस्तस्यै ||
--જેમણે જન્મ-મરણના અંકુરને ઉગાડનારા રાગ વગેરે દોષોનો નાશ કર્યાં છે તેવા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ કે જિનેશ્વર જે હા તેમને નમસ્કાર થાઓ ! ” · પ્રમ ́ધ ચિ’તામણિ ' પ્રમાણે શ્રી હેમચ'દ્રાચાયે કુમારપાળને શિવના સાક્ષાત્ દર્શન કરાવ્યા હતા; અને ભગવાન શિવે રાજા કુમારપાળને શ્રી હેમચંદ્રસૂરિને અનુસરવા કહ્યું હતું.
વિ. સં. ૧૨૧૩માં મહાઅમાત્ય વહેંડે શત્રુંજય તીર્થને માટે ઉદ્ધાર કરાવી, શ્રી હેમચંદ્રસૂરિના હાથે ભગવાન ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી હતી.
ܕ
વિ, સ, ૧૨૧૬માં શ્રી હેમચંદ્રસૂરિના ઉપદેશથી રાજ્યકુમારપાળે સમ્યક્ત્વ સાથે શ્રાવકનાં આર વ્રત ઉચ્ચયૅ. આચાર્યશ્રીએ તેમને આશીર્વાદમાં પરમાત અને રાષિક એવાં બિરુદા આપ્યાં. અને રાજાના આગ્રહથી તેના આધ્યાત્મિક મધ માટે ‘વીતરાગસ્તોત્ર' અને ૮ સટીક-યાગશાસ્ત્ર ’ની રચના કરી.
2010_04
રાજા કુમારપાળે આચાર્યશ્રીના ઉપદેશથી ઘણા કુમારપાળવહારે, ૧૪૪૪ દેરાસરા, ઘણાં જીર્ણોદ્ધાર, ૨૧ જ્ઞાનભડારો અને ઘણી દાનશાળાએ કરાવ્યાં. નિર્ધન જૈનેને-સાધમિ - ભાઇઓને ૧૪ કરોડની સહાય કરી. પતિના મૃત્યુ પછી નિ:સતાન વિધવાનું' ધન લેવાના નિયમ રદ કર્યા, અને જનતા પરના ઘણા કરે માફ કર્યાં.
મહાઅમાત્ય આંબરે જીર્ણોદ્ધાર કરાવી ભરૂચના શકુનિકાવિહારમાં વિ. સં. ૧૨૨૨માં ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા કરાવી. તેમ જ મંત્રી આંબડે પેાતાના પિતાના ઉદયનવસતીને વિસ્તાર કરી ઉયનવિહાર બધાબ્યા, જેની પ્રતિષ્ઠા પણ વિ. સ. ૧૨૨૩માં આચાર્યશ્રીના હાથે થઈ. વિ. સ. ૧૨૨૮માં આચાર્યશ્રીએ પાટણમાં અંજનશલાકાએ અને પ્રતિષ્ઠા કરી, તેમના હસ્તે થયેલી આ પ્રતિષ્ઠા છેલ્લી હતી.
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા
૧
કલિકાલસર્વજ્ઞ : આચાર્ય હેમચદ્રસૂરિ સયમ અને સદાચાર, ત્યાગ અને તપશ્ચર્યાં, જપ અને ધ્યાન, ઔદાય અને ગાંભીય, સૌમ્યતા અને શૌયતા, ઋજુતા અને પ્રૌઢતા,
નિઃસ્પૃહતા અને નિલે પતા, નિર્ભયતા અને અડગતા, સાધુતા અને સ-રસતા, સદ્ભાવ અને સમભાવ, સૂક્ષ્મદર્શ`તા અને સમયેાચિતતા, સ્વધર્મવત્સલતા અને પરમતત્સહિષ્ણુતા, પરોપકારતા અને જિતેન્દ્રિયતા, તપટુતા અને સગ્રાહિત વગેરે સદ્ગુણૢા અને સવૃત્તિઓથી સમૃદ્ધ અને પ્રવૃત્ત હતા. તેઓ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ પાંચ મહાત્રને જીવનમાં ધારણ કરનાર જૈનાચાય તો હતા જ; પરંતુ સાથે સાથે મંત્ર-તંત્રાદિ યોગવિદ્યાના જાણકાર અને લબ્ધિધારી હતા. ઉપરાંત, યેતિષ, શિલ્પ, વૈશ્વિક, વનસ્પતિશાસ્ત્ર, રાસાયણિકશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર વગેરેના પણ ઊંડા જ્ઞાતા હતા. તેમનાં અંતરમાં અનુક પાના, ઉદારતાનો, વત્સલતાના, કરુણાના એવા પવિત્ર સ્રોત વહેતે હતા કે તેમના સપમાં આવેલી વિરોધી કે દ્વેષી વ્યક્તિનું હૃદય પણ પશ્ચાતાપથી નળ થઈ ઋતુ. તેમનાં વ્યક્તિત્વ અને કર્તૃત્વના પ્રભાવ સામાન્ય જનસમુદાયથી રાજા-મહારાજા પ ત છવાઇ ગયા હતા. લેક કલ્યાણ અને રાજકલ્યાણથી પ્રજા અને રાજાના તેઓ સ`સ્કારશિલ્પી બન્યા હતા. કાવ્ય અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, યાગ અને અધ્યાત્મ, કેશ અને ચરિત્ર, ન્યાય અને સિદ્ધાંત, પ્રમાણુશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વગેરેના તે સમ`સક, સચેાજક અને સ`શેાધક-સ’પાદક હતા.
જુદાં જુદાં ક્ષેત્રમાં તેમની આ સાહિત્યસિદ્ધિ, વ્યાપક પ્રભાવ તેમ જ અનેક સદ્ગુણા અને સપ્રવૃત્તિઓને લીધે તેમને ભિન્ન ભિન્ન વિશેષણૈાથી પ્રયેાજવામાં આવ્યા છે. તેમ છતાં તે પર્યાપ્ત ન લાગતાં પ્રાંતે તેમને “ કલિકાલસર્વજ્ઞ ’” કહીને આ એક વિશેષણમાં અંધા વિશેષણાનો સમાવેશ કરવામાં આવ્યું છે. શ્રી જિનમ`ડનગણના ‘કુમારપાળપ્રબ`ધ ’માં જણાવ્યું છે કે, પડિત દેવમેધે શ્રી હેમચંદ્રસૂરિના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઈ તેમને ‘કલિકાલસર્વજ્ઞ ’ તરીકે ઓળખાવ્યા હતા. તેા, શ્રી જિનવિજયજીએ અનેક સંશોધનના આધારે જણાવ્યુ` છે કે, શ્રી હેમચંદ્રસૂરિની અપરિમેય જ્ઞાનશક્તિથી માહિત થઈ, તેમના સમયના સર્વ ધર્મના વિદ્વાનોએ એકત્ર થઈ ને, કલિકાલસર્વાંગ ' એવુ બિરુદ આપ્યુ.. વળી, દીવાનબહાદુર કૃષ્ણલાલ મે. ઝવેરીએ તે ત્યાં સુધી કહ્યું છે કે, આચાર્યશ્રી માટે · કલિકાલસર્વાંન ’કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતુ વિશેષણ વાપરો તે પણ તેમાં સહેજે અતિશયક્તિ કહેવાશે નહી.
*
*
ગુજરાતના મહાન જ્યાતિષર : ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તે, ભારતના અન્ય પ્રાંતેાની સરખામણીમાં ગુજરાતમાં દારૂ, માંસાહાર, જુગાર, શિકાર, વેશ્યાગમન, પશુબલિ વગેરે અનિષ્ટા આજે પણ ઓછાં છે તેને યશ માટે ભાગે શ્રી હેમચંદ્રાચાય ને અને જૈનધર્મને ફાળે જાય છે. કારણ કે આઠ સૈકા પહેલાં કુમારપાળ જેવા રાજવીના સહકારથી તેમણે વ્યસનત્યાગ અને સદાચારની એક વ્યાપક ઝુ ંબેશ પ્રજામાં ઘરે ઘરે ગાજતી કરી હતી, જેના લીધે સમગ્ર પ્રજાનુ આમૂલ પરિવર્તન થઈ ગયું.
સુપ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુએ સાચું જ કહ્યું છે કે, “ શ્રી હેમચંદ્રાચાર્ય વિના
**
2010_04
Page #10
--------------------------------------------------------------------------
________________
२९२
શાસનપ્રભાવક
ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકાતા નથી, એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગૃત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી અને એમના વિના ગુજરાતી પ્રજાનાં આજનાં ખાસ લક્ષણો – સમન્વય, સમભાવ, વિવેક, અહિંસા, પ્રેમ, સદાચાર અને પ્રામાણિક વ્યવહારની પ્રણાલિકા કલ્પી શકાતી નથી. શ્રી હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધુ મહાન હતા, પણ સંસ્કારદષ્ટ તરીકે તે તેઓ સૌથી વધુ મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે જે સાહિત્ય આપ્યું અને એમણે લેકેને જે રીતે બોલતા કર્યા–એ સઘળું ગુજરાતની નસમાં આજે પણ વહી રહ્યું છે.” ડો. કુમારપાળ દેસાઈએ પણ કહ્યું છે કે, “ગુજરાતી ભાષાનું પ્રભાત શ્રી હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર છે. ગુજરાતી વિદ્વત્તાનો માપદંડ હેમચંદ્રાચાર્યથી રથપાય છે.” અને તેથી જ ગુજરાતના મહાન તિર્ધર તરીકે એમની ગણના થાય છે. ભારતીય ગ્રંથકમાં પણ તેમનું સ્થાન મોખરે રહ્યું છે. સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં રચાયેલી એમની ઉત્કૃષ્ટ કૃતિઓના કારણે સમગ્ર ભારતને, બલ્ક સમગ્ર વિશ્વને તેમને પિતાના ગણવાનું મન થાય એવી એ મહાન વિભૂતિ છે. અને તે પણ, વિશ્વની એવી મહાન વિભૂતિ કે સાહિત્ય અને સાધુતાના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની તેલે આવે એવી બીજી કેઈ વિભૂતિ જોવા નહીં મળે!
શ્રી સેમિપ્રભસૂરિકૃત ‘કુમારપાળપડિબોહ” અને શ્રી મધુસૂદન મોદી કૃત “ હૈમસમીક્ષામાં શ્રી હેમચંદ્રસૂરિના દેહનું અને કાર્યક્ષમતાનું વર્ણન આ પ્રમાણે છે : “તેમનામાં સેના જેવી શરીર કાંતિ હતી. કમળની પાંખડી જેવી આંખો હતી. જેનારને હર્ષ ઉત્પન્ન કરે તેવું મુખ હતું. તેમનું ચારિત્ર ચમત્કારી હતું. તેમનામાં બાવીશે પરીષહ જીતવાનું સામર્થ્ય હતું. તપસ્યાની શક્તિ પણ હતી. તેમની બુદ્ધિ વિષયાર્થ શાસ્ત્રને ઉકેલી શકતી. વ્યાકરણ જેવા ગ્ર રચવાની કુશળતા હતી. પરવાદીને જીતવાની તીક્ષણ તર્કશક્તિ હતી. ધારી અસર કરે તેવી કવિત્વશકિત હતી. અયોગ્ય અને પતિતને પણ ધર્મમાં સ્થાપવાનું અને તેમાં સ્થિર કરવાનું પ્રભાવબળ હતું. તેમની વાણી મધ જેવી મીઠી હતી.
“નિપુણ પુરુષે આચાર્ય હેમચંદ્રસૂરિની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈને પ્રાચીનકાળમાં થઈ ગયેલા સર્વજ્ઞ તીર્થકરે અને ગણધરના વિશિષ્ટ સામર્થ્યમાં વિશ્વાસ કરતા હતા.”
પ્રબંધકોશના દસમા પ્રબંધમાં જણાવ્યા મુજબ, રાજા કુમારપાળે જે કાવ્યથી પ્રસન્ન થઈ લાખ ક્રમ આપ્યા હતા, તે કાવ્યપં. શ્રીધરની મનાતી ઉક્તિ–આ પ્રમાણે છે :
' पूर्व वीरजिनेश्वरे भगवति प्रख्याति धर्म स्वयं प्रज्ञावत्यभयेऽपि मंत्रिणि न यां कर्तृ क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपाल नृपतिस्ताम् जीवरक्षा व्ययाद्
यस्यासाध्यवचः सुधांशु परमः श्री हेमचंद्रौ गुरुः ॥ –ભગવાન મહાવીર જેવા ગુરુદેવ હતા, અભયકુમાર જે મંત્રી હતા, છતાં શ્રેણિક જે જીવરક્ષા ન કરી શક્યો તે જીવરક્ષા આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા જેના પરમગુરુ છે એવા કુમારપાળ રાજાએ આચાર્યશ્રીની વાણું સાંભળીને સરળતાથી કરી.”
2010_04
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રમણભગવ તા
૨૬૩
અદ્દભુત સાહિત્યસર્જન : શ્રી હેમચંદ્રાચાયે શાસનપ્રભાવનાથે અનેક ચમત્કારો કરી બતાવ્યાના પ્રસંગે જાણવા મળે છે. પણ તેમના જીવનને મેટામાં મેટે ચમત્કાર તે તેમનુ અદ્ભુત, યશસ્વી અને ચિરંજીવી સર્વાંગીણ સાહિત્યસર્જન છે. કોઈ કાવ્યમાં, કોઇ નાથમાં, કોઈ શબ્દશાસ્ત્રમાં, કોઈ તર્કશાસ્ત્રમાં, કોઈ દર્શનશાસ્ત્રમાં, કોઈ સિદ્ધાંતશાસ્ત્ર, કોઈ ન્યાયમાં, કોઈ છ દમાં, કાઈ અલંકારમાં, કોઈ ઇતિહાસમાં, કોઇ ચેગશાસ્ત્રમાં, કોઇ કોશમાં, કોઈ વ્યાકરણમાં દક્ષ હોય; પણ સ`પટુ ( All Rounder )એ આ ૮ કલિકાલસર્વજ્ઞ ’તુ પાટવા સત્ર હતું. સાડાત્રણ ક્રેડ શ્ર્લોકપ્રમાણુ સાહિત્ય સર્જનાર આ સાહિત્યજગતના વિરાટ મહાપુરુષને માટે એવુ કાઇ વાડ્મયક્ષેત્ર નથી, કે જે તેમણે પેતાના પદન્યાસથી ક્ષુણ્ણ ન કર્યુ. હાય. તેમની ષ્ટિ છેક કાશથી લઈ યોગના ઊંચાં શિખરો સુધી ફેલાયેલી હતી, તેમના પ્રાપ્ત ગ્રંથાની રચનાના સમયનિર્દેશ મુજબ તેઓએ આ વિપુલ સાહિત્યસર્જન માત્ર ત્રણ દાયકામાં કર્યું હતુ. એક જ વ્યક્તિ દ્વારા આટલું વિપુલ સાહિત્યસર્જન થવું કઈ ને શકય જેવું લાગે; પણ જેમની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈ ને તે સમયના સુજ્ઞજનો સર્વાંગ તીર્થંકરા અને ગણધરાના વિશિષ્ટ સામર્થ્ય માં વિશ્વાસ ધરાવતા થયા હોય, તેમ જ જેમની તીવ્ર મેધા, તેજ બુદ્ધિ અને ઉત્કૃષ્ટ જ્ઞાનસાધનાના બળે વહેતી અÖસભર વાણી સાહિત્યમાં પરિણમતી હોય એમને માટે એ શકય અને સહજસાધ્ય હતું.
વળી, એક જ વ્યક્તિમાં વિવિધ ક્ષેત્રના ઊંડા જ્ઞાનને સમન્વય શ્રી હેમચંદ્રસૂરિમાં જ જોવા મળે છે. પાણિની, પતંજલિ, મમ્મટ, પિંગલાચાર્ય, અમરસિંહ કોશકાર——એ બધાના સરવાળા એટલે હેમચંદ્રાચાય, પાણિનીનું વ્યાકરણ ત્રણ-ત્રણ વ્યક્તિઓનું સર્જન છે, જ્યારે સિદ્ધહેમ વ્યાકરણ એક માત્ર હેમચંદ્રાચાર્ય નુ સર્જન છે, હેમચદ્રાચાર્ય કાલિદાસ અને આણની જેમ એક નહિ પણ બે રાજવીના હાથે, રાજ્યાશ્રિત થયા વગર, સન્માન પામ્યા હતા.
મૈત્રક વંશના રાજા ગૃહસેન સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ—એમ ત્રણે ભાષામાં રચના કરતા હતા, તેવા ઉલ્લેખે સાંપડે છે. શ્રી હેમચદ્રાચાર્યના તે આ ત્રણે ભાષામાં લખાયેલા ગ્રંથા મળે જ છે ! સાથેસાથ, એ ત્રણેય ભાષાના કેશ અને વ્યાકરણની તેમણે રચના પણ કરી છે,
સિન્હેમ શબ્દાનુશાસન ( વ્યાકરણ) : શ્રી હેમચ'દ્રાચાયે` રચેલા વિવિધ વિષયના ગ્રંથામાં સિદ્ધહેમ શબ્દાનુશાસન, અભિધાનચિંતામણિ, હ્રયાશ્રય મહાકાવ્ય, ત્રિષષ્ટિ શલાકાપુરુષચરિત્ર અને યેગશાસ્ત્ર જેવા વિશાળકાય ગ્રંથા તેમના પ્રતિભાસ્તભ સમાન છે, અને તેમાંયે તેમની પ્રતિભાનું મહાન સર્જન તે સિદ્ધહેમશબ્દાનુશાસન છે. આચાર્યશ્રીની આ રચના સર્વાં’ગસ પૂર્ણ છે. સર્વાંગસ પૂર્ણ એટલે જેમાં મૂળપાડ, લવૃત્તિ, બૃહદ્વ્રુત્તિ, ન્યાસ, ગણુપા, ઉણાદિપાટ, ધાતુપા, અન્ય અનુશાસને, શબ્દશે, યાશ્રય મહાકાવ્ય વગેરે અંગઉપાંગ હાય. તેમણે શબ્દાનુશાસનની જેમ લિંગાનુશાસન, કાવ્યાનુશાસન, છૂ ંદાનુશાસન, વાદાનુશાસન વગેરે પાંચ અનુશાસને રચ્યાં છે. શબ્દકોશ, યાશ્રયગ્રંથ વગેરેનું સાંગેાપાંગ
2010-04
Page #12
--------------------------------------------------------------------------
________________
२१४
શાસનપ્રભાવક
રાષ્ટ્રીય વ્યાકરણ રહ્યું છે. તેમની પૂવેના વ્યાકરણ ગ્રંથમાં અંગ-ઉપાંગે જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા સમયે જેડ્યાં છે, જ્યારે એકલા હેમચંદ્રાચાર્ય જ સિદ્ધહેમશબ્દાનુશાસનમાં સમસ્ત અંગ-ઉપાંગે રાજ્ય છે ને સાથે સાથે જોડ્યાં છે.
આ વ્યાકરણમાં સૂત્રજનાની કુશળતા, શૈલીની સુપાચતા, ભાષાની સરળતા, રચનાની પૂર્ણતા, વિષયની વ્યાપકતા, વિષયાર્થ જ્ઞાનનું બલાબલ, દષ્ટાંત ગોઠવવાની ચતુરતા, ખાસ ખાસ સિદ્ધાંતની સુગમ સંકલના અને વિવેચનની તટસ્થતા વગેરે વસ્તુઓ આચાર્ય હેમચંદ્રસૂરિની જવલંત પ્રતિભાને મૂર્ત કરે છે. વળી, આ વ્યાકરણ વિશ્વભરમાં અજોડ બન્યું છે. કેમ કે, સંસ્કૃત, પ્રાકૃત શૌરસેની, માગધી, પિશાચી, ચૂલિકાપિશાચી અને અપભ્રંશ ભાષાઓનું એ સર્વાગ સંપૂર્ણ વ્યાકરણ બન્યું છે. પૂર્વેના વ્યાકરણગ્રંથમાં જે અતિવિરતાર, દુર્બોધતા અને ક્રમભંગ જોવા મળતાં તે ત્રણે દોષોથી મુક્ત એવી સંપ, સુગમ અને ક્રમબદ્ધતા યોજીને આ વ્યાકરણની રચના કરવામાં આવી છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે “સિદ્ધહેમ વ્યાકરણ” અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય છે.
આ ગ્રંથમાં વ્યાકરણ વિષયક આઠ અધ્યાય અને ૩૨ પાદ છે. દરેક પાદની અંતે એકેક લેક અને છેલ્લા પાદમાં ચાર લેક એમ કુલ ૩૫ શ્લોક જેડી, તેમાં ચૌલુક્ય રાજવંશનું લાક્ષણિક દર્શન કરાવ્યું છે. પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે, એમાં ૩૫૬૬ સંસ્કૃતસૂત્ર અને ૧૧૧૯ પ્રાકૃતસૂત્ર, એમ કુલ ૪૬૮૫ છે.
છેષ : શ્રી હેમચંદ્રસૂરિએ વ્યાકરણની રચના ઉપરાંત ચાર કેષગ્રંથની રચના કરી છે : ૧. અભિધાનચિંતામણિ, ૨. અનેકાર્થસંગ્રહ, ૩. નિઘંટુ અને ૪. દેશનામમાલા. આ ચાર ગ્રંથોમાં ૧. અભિધાનચિંતામણિ કેષ સર્વથી વિશાળ છે. તેમાં છ કાંડ અને ૧૫૪૧ લેક છે. એમાં એક એક વસ્તુના અનેક પર્યાયવાચી સંસ્કૃત શબ્દોના ઉલ્લેખ છે. આ ગ્રંથની સ્વપજ્ઞ ટીકા ૧૦૦૦૦ અને શેષ ૨૦૪ ગ્રંથપરિમાણ છે. (શ્રી જિનદેવકૃત પરિશિષ્ટ છે.) બીજા, અનેકાર્થસંગ્રહ (કેષ)માં એક એક શબ્દના અનેક અર્થ બતાવેલ છે. આ ગ્રંથમાં સાત કાંડ અને ૧૮૨૯ શ્લેક છે. ત્રીજા, નિઘંટુ (કેષ)માં વનસ્પતિશાસ્ત્ર સંબંધી વિવિધ નામેની સામગ્રી છે. નિઘંટુ કેષમાં છ કાંડ અને ૩૯૬ શ્લેક છે. ચેથા, દેશીનામમાલા” (કેષ)માં સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણથી અસિદ્ધ શબ્દોનો સંગ્રહ છે. આની સ્વપજ્ઞ ટીકા-રત્નાવલીમાં વર્ગ ૮, શબ્દો ૩૭૮ અને ગાથા ૬૩૪ છે.
દ્વયાશ્રય મહાકાવ્ય : પ્રયાશ્રય એટલે બે અર્થો ધરાવતું કાવ્ય છે. આની રચના સંસ્કૃત અને પ્રાકૃત––બંને ભાષામાં થઈ છે. બંને ભાષાના વ્યાકરણના નિયમે ઉદાહરણ સહિત આપવામાં આવ્યા છે. આ મહાકાવ્યની સર્ગસંખ્યા ૨૮ છે. તેમાં સંસ્કૃત દ્વયાશ્રયમાં સર્ચ ૨૦, કલેક ૨૪૩૫, ગ્રંથપરિમાણ ૨૮૨૮ છે, અને પ્રાકૃત દ્વયાશ્રયનું ગ્રંથપરિમાણ ૧૫૦૦ છે. સંસ્કૃત દ્વયાશ્રયમાં સિદ્ધહેમ વ્યાકરણના સાત અધ્યાયેના કમશઃ પ્ર સાધતું રાજા મૂળરાજથી કુમારપાળ સુધીના ચૌલુક્ય રાજવંશનું વર્ણન છે; જ્યારે પ્રાકૃત દ્વયાશ્રયમાં સિદ્ધહેમ
2010_04
Page #13
--------------------------------------------------------------------------
________________ શ્રમણુભગવંતો 265 વ્યાકરણના આઠમા અધ્યાયના કમશઃ પ્રવેગે સાધતું રાજા કુમારપાળના ચરિત્રનું વર્ણન છે. આ કાવ્યગ્રંથમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વ્યાકરણ સાથે કુમારપાળના ચરિત્રનું વિશેષ રૂપે વર્ણન હોઈ તે “કુમારપાળચરિત્ર' નામે પણ ઓળખાય છે. યેગશાસ્ત્ર : આ કૃતિ વિષયક છે. આમાં 12 પ્રકાશ છે. લૈંક સંખ્યા 1012 છે. આ ગ્રંથની પજ્ઞ ટીકા 12750 લેક પરિમાણ છે. આ ગ્રંથમાં ગ, નિયમ આદિ યોગ સંબંધી અંગોનું વિસ્તૃત વર્ણન છે. યેગનું માહાસ્ય અને યોગસાધના વિશે વિસ્તૃત માહિતી આપનાર આ મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથની તેમ જ “વીતરાગસ્તોત્રની રચના આચાર્યશ્રીએ રાજા કુમારપાળની વિનતિથી કરી હતી. રાજા કુમારપાળ નિત્ય તેને સ્વાધ્યાય કર્તા હતા. આચાર્ય હેમચંદ્રસૂરિએ આ ઉપરાંત અનેક રચના કરી છે, તેમાંના કેટલાક ની રચનાનો ઉલ્લેખ વ્યાકરણ અને કેષના સંદર્ભ સાથે અગાઉ કરેલ છે. તેઓની આ અન્ય રચનાઓ પણ સુંદર, સમર્થ અને મહત્ત્વપૂર્ણ છે. તેમનું સમગ્ર સાહિત્યસર્જન એક રીતે જોઈએ તો અભ્યાસીઓ માટે માર્ગદર્શક, અને વિદ્વજને માટે આધારભૂત, અને જે તે વિષયને સમજવા જિજ્ઞાસુઓ માટે સરળ અને સુગમ્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યમાં શ્રી બાલચંદ્રસૂરિ, શ્રી રામચંદ્રસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ, પં. વર્ધમાનગણિ, શ્રી ગુણચંદ્રગણિ, પં. યશગણિ, પં. ઉદયચંદ્રગણિ, મુનિ દેવચંદ્રજી, પં. ઉદયસાગરગણિ વગેરે હતા. આચાર્ય હેમચંદ્રસૂરિનું આયુષ્ય 84 વર્ષનું, દક્ષા પર્યાય 76 વર્ષને અને આચાર્ય. પદને સમયે 63 વર્ષને હતે. વિ. સં. ૧૨૨૯માં, પાટણમાં, સમાધિપૂર્વક, બ્રહારધથી પ્રાણ છેડી, કાલ કરી, સ્વર્ગે સિધાવ્યા હતા. રાજા અને પ્રજા વિરાટ સંખ્યામાં અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં જોડાયા હતા. એમના અંતિમ સંસ્કારના સ્થાનેથી રાજા, સામતે અને પ્રજાએ તિલક કરવા ચિતાની ભસ્મ લીધી. તે વખતે ભસ્મ નહિ રહેતા મારી લેતાં લેતાં જે માટે ખાડે પડયો તે સ્થાન “હેમખાડ” તરીકે પ્રસિદ્ધ છે. શ્રી હેમચંદ્રસૂરિના દેહવિલય છતાં તેઓશ્રી અક્ષરદેહ આજે આઠસો વર્ષ પછી પણ જીવંત છે. તેઓએ જ્ઞાનને મહાસાગર આપીને આપણને કૃતકૃત્ય બનાવ્યા છે. તેથી જ તેમના દેહવિલય પછીને સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષાને કાળ “હમયુગ” તરીકે મનાય છે. શ્ર. 34 2010_04