________________ શ્રમણુભગવંતો 265 વ્યાકરણના આઠમા અધ્યાયના કમશઃ પ્રવેગે સાધતું રાજા કુમારપાળના ચરિત્રનું વર્ણન છે. આ કાવ્યગ્રંથમાં સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વ્યાકરણ સાથે કુમારપાળના ચરિત્રનું વિશેષ રૂપે વર્ણન હોઈ તે “કુમારપાળચરિત્ર' નામે પણ ઓળખાય છે. યેગશાસ્ત્ર : આ કૃતિ વિષયક છે. આમાં 12 પ્રકાશ છે. લૈંક સંખ્યા 1012 છે. આ ગ્રંથની પજ્ઞ ટીકા 12750 લેક પરિમાણ છે. આ ગ્રંથમાં ગ, નિયમ આદિ યોગ સંબંધી અંગોનું વિસ્તૃત વર્ણન છે. યેગનું માહાસ્ય અને યોગસાધના વિશે વિસ્તૃત માહિતી આપનાર આ મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથની તેમ જ “વીતરાગસ્તોત્રની રચના આચાર્યશ્રીએ રાજા કુમારપાળની વિનતિથી કરી હતી. રાજા કુમારપાળ નિત્ય તેને સ્વાધ્યાય કર્તા હતા. આચાર્ય હેમચંદ્રસૂરિએ આ ઉપરાંત અનેક રચના કરી છે, તેમાંના કેટલાક ની રચનાનો ઉલ્લેખ વ્યાકરણ અને કેષના સંદર્ભ સાથે અગાઉ કરેલ છે. તેઓની આ અન્ય રચનાઓ પણ સુંદર, સમર્થ અને મહત્ત્વપૂર્ણ છે. તેમનું સમગ્ર સાહિત્યસર્જન એક રીતે જોઈએ તો અભ્યાસીઓ માટે માર્ગદર્શક, અને વિદ્વજને માટે આધારભૂત, અને જે તે વિષયને સમજવા જિજ્ઞાસુઓ માટે સરળ અને સુગમ્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યમાં શ્રી બાલચંદ્રસૂરિ, શ્રી રામચંદ્રસૂરિ, શ્રી મહેન્દ્રસૂરિ, પં. વર્ધમાનગણિ, શ્રી ગુણચંદ્રગણિ, પં. યશગણિ, પં. ઉદયચંદ્રગણિ, મુનિ દેવચંદ્રજી, પં. ઉદયસાગરગણિ વગેરે હતા. આચાર્ય હેમચંદ્રસૂરિનું આયુષ્ય 84 વર્ષનું, દક્ષા પર્યાય 76 વર્ષને અને આચાર્ય. પદને સમયે 63 વર્ષને હતે. વિ. સં. ૧૨૨૯માં, પાટણમાં, સમાધિપૂર્વક, બ્રહારધથી પ્રાણ છેડી, કાલ કરી, સ્વર્ગે સિધાવ્યા હતા. રાજા અને પ્રજા વિરાટ સંખ્યામાં અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં જોડાયા હતા. એમના અંતિમ સંસ્કારના સ્થાનેથી રાજા, સામતે અને પ્રજાએ તિલક કરવા ચિતાની ભસ્મ લીધી. તે વખતે ભસ્મ નહિ રહેતા મારી લેતાં લેતાં જે માટે ખાડે પડયો તે સ્થાન “હેમખાડ” તરીકે પ્રસિદ્ધ છે. શ્રી હેમચંદ્રસૂરિના દેહવિલય છતાં તેઓશ્રી અક્ષરદેહ આજે આઠસો વર્ષ પછી પણ જીવંત છે. તેઓએ જ્ઞાનને મહાસાગર આપીને આપણને કૃતકૃત્ય બનાવ્યા છે. તેથી જ તેમના દેહવિલય પછીને સંસ્કૃત ભાષા અને ગુજરાતી ભાષાને કાળ “હમયુગ” તરીકે મનાય છે. શ્ર. 34 Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org