________________
શ્રમણભગવ તા
૧
કલિકાલસર્વજ્ઞ : આચાર્ય હેમચદ્રસૂરિ સયમ અને સદાચાર, ત્યાગ અને તપશ્ચર્યાં, જપ અને ધ્યાન, ઔદાય અને ગાંભીય, સૌમ્યતા અને શૌયતા, ઋજુતા અને પ્રૌઢતા,
નિઃસ્પૃહતા અને નિલે પતા, નિર્ભયતા અને અડગતા, સાધુતા અને સ-રસતા, સદ્ભાવ અને સમભાવ, સૂક્ષ્મદર્શ`તા અને સમયેાચિતતા, સ્વધર્મવત્સલતા અને પરમતત્સહિષ્ણુતા, પરોપકારતા અને જિતેન્દ્રિયતા, તપટુતા અને સગ્રાહિત વગેરે સદ્ગુણૢા અને સવૃત્તિઓથી સમૃદ્ધ અને પ્રવૃત્ત હતા. તેઓ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય એ પાંચ મહાત્રને જીવનમાં ધારણ કરનાર જૈનાચાય તો હતા જ; પરંતુ સાથે સાથે મંત્ર-તંત્રાદિ યોગવિદ્યાના જાણકાર અને લબ્ધિધારી હતા. ઉપરાંત, યેતિષ, શિલ્પ, વૈશ્વિક, વનસ્પતિશાસ્ત્ર, રાસાયણિકશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર વગેરેના પણ ઊંડા જ્ઞાતા હતા. તેમનાં અંતરમાં અનુક પાના, ઉદારતાનો, વત્સલતાના, કરુણાના એવા પવિત્ર સ્રોત વહેતે હતા કે તેમના સપમાં આવેલી વિરોધી કે દ્વેષી વ્યક્તિનું હૃદય પણ પશ્ચાતાપથી નળ થઈ ઋતુ. તેમનાં વ્યક્તિત્વ અને કર્તૃત્વના પ્રભાવ સામાન્ય જનસમુદાયથી રાજા-મહારાજા પ ત છવાઇ ગયા હતા. લેક કલ્યાણ અને રાજકલ્યાણથી પ્રજા અને રાજાના તેઓ સ`સ્કારશિલ્પી બન્યા હતા. કાવ્ય અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, યાગ અને અધ્યાત્મ, કેશ અને ચરિત્ર, ન્યાય અને સિદ્ધાંત, પ્રમાણુશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વગેરેના તે સમ`સક, સચેાજક અને સ`શેાધક-સ’પાદક હતા.
જુદાં જુદાં ક્ષેત્રમાં તેમની આ સાહિત્યસિદ્ધિ, વ્યાપક પ્રભાવ તેમ જ અનેક સદ્ગુણા અને સપ્રવૃત્તિઓને લીધે તેમને ભિન્ન ભિન્ન વિશેષણૈાથી પ્રયેાજવામાં આવ્યા છે. તેમ છતાં તે પર્યાપ્ત ન લાગતાં પ્રાંતે તેમને “ કલિકાલસર્વજ્ઞ ’” કહીને આ એક વિશેષણમાં અંધા વિશેષણાનો સમાવેશ કરવામાં આવ્યું છે. શ્રી જિનમ`ડનગણના ‘કુમારપાળપ્રબ`ધ ’માં જણાવ્યું છે કે, પડિત દેવમેધે શ્રી હેમચંદ્રસૂરિના અગાધ જ્ઞાનથી પ્રભાવિત થઈ તેમને ‘કલિકાલસર્વજ્ઞ ’ તરીકે ઓળખાવ્યા હતા. તેા, શ્રી જિનવિજયજીએ અનેક સંશોધનના આધારે જણાવ્યુ` છે કે, શ્રી હેમચંદ્રસૂરિની અપરિમેય જ્ઞાનશક્તિથી માહિત થઈ, તેમના સમયના સર્વ ધર્મના વિદ્વાનોએ એકત્ર થઈ ને, કલિકાલસર્વાંગ ' એવુ બિરુદ આપ્યુ.. વળી, દીવાનબહાદુર કૃષ્ણલાલ મે. ઝવેરીએ તે ત્યાં સુધી કહ્યું છે કે, આચાર્યશ્રી માટે · કલિકાલસર્વાંન ’કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતુ વિશેષણ વાપરો તે પણ તેમાં સહેજે અતિશયક્તિ કહેવાશે નહી.
*
*
ગુજરાતના મહાન જ્યાતિષર : ગુજરાતના સંસ્કારજીવન પર નજર કરીએ તે, ભારતના અન્ય પ્રાંતેાની સરખામણીમાં ગુજરાતમાં દારૂ, માંસાહાર, જુગાર, શિકાર, વેશ્યાગમન, પશુબલિ વગેરે અનિષ્ટા આજે પણ ઓછાં છે તેને યશ માટે ભાગે શ્રી હેમચંદ્રાચાય ને અને જૈનધર્મને ફાળે જાય છે. કારણ કે આઠ સૈકા પહેલાં કુમારપાળ જેવા રાજવીના સહકારથી તેમણે વ્યસનત્યાગ અને સદાચારની એક વ્યાપક ઝુ ંબેશ પ્રજામાં ઘરે ઘરે ગાજતી કરી હતી, જેના લીધે સમગ્ર પ્રજાનુ આમૂલ પરિવર્તન થઈ ગયું.
સુપ્રસિદ્ધ લેખક શ્રી ધૂમકેતુએ સાચું જ કહ્યું છે કે, “ શ્રી હેમચંદ્રાચાર્ય વિના
**
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org