________________
શાસનપ્રભાવક
હેમશબ્દાનુશાસન ” અદ્વિતીય છે. છેલ્લાં આઠસે વર્ષમાં તેનાથી ચડિયાતા બીન્ત કોઈ વ્યાકરણની રચના થઇ નથી.” શ્રી મેરુતુગાચાયે જણાવ્યા મુજબ, શ્રી હેમચંદ્રાચાયે વ્યાકરણની રચના સવા લાખ શ્લોકેામાં કરી હતી. તેમની સ રચનાઓનુ` ક્ષેાકપ્રમાણ સાડા ત્રણ કરોડ મનાય છે. ડો. પિટર્સને શ્રી હેમચ'દ્રાચા'ને 'જ્ઞાનના મહાસાગર ’કહ્યા છે. શ્રી હેમચંદ્રસૂરિનું વિપુલ સાહિત્યસર્જન અને વિષયવૈવિધ્ય અસાધારણ છે. એ જ રીતે, શ્રી હેમચંદ્રસૂરિ ગુરનરેશ સિદ્ધરાજ જયસિંહની જ્ઞાનોપાસનાના અને મહારાન્ત કુમારપાળની સંસ્કારપ્રિયતાના વિધાયક હતા.
૨૫૪
• પ્રબંધકોશ ? પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિની ગુરુપરંપરા ચંદ્રકુળના પૂર્ણ તલગચ્છ સાથે હતી. પૂર્ણ તલગચ્છમાં શ્રી દત્તસૂરિ થયા. તેમણે ઘણા રાજાને પ્રતિબેાધિત કર્યા હતા. તેમના શિષ્ય શ્રી યશાભદ્રસૂરિ રાજવી હતા; અને મહા તપસ્વી હતા. તેમના પટ્ટધર શ્રી પ્રદ્યુમ્નસૂરિ સમર્થ વ્યાખ્યાતા હતા ને તેમના પટ્ટધર શ્રી ગુસેનસૂરિ સિદ્ધાંતવિશારદ હતા. તેમના પટ્ટધર શ્રી દેવચંદ્રસૂરિ સ્યાદ્વાદમાં સમથ અને પ્રભાવી સૂરિવર હતા. તેમના શિષ્ય તે કલિકાલસર્વાંગ શ્રી હેમચંદ્રસૂરિ.
બળક ચંગદેવ : આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિના જન્મ ધંધુકામાં વિ. સં. ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાના શુભ દિને થયા હતા. તેમના પિતાનુ નામ ચાચિંગ ( સાચિગ, સાચા અને ચાચિગ નામ પણ ) હતુ. શ્રેષ્ઠિ ચાર્જિંગ મેઢ જ્ઞાતિના અગ્રેસર વણિક હતા. માતાનુ નામ પાહિનીદેવી હતું. તે જૈનેામાં પ્રસિદ્ધિ પામેલા શ્રેષ્ઠિ નેમિનાગ મેહની બહેન હતી; શીલગુણ સંપન્ન અને જૈનધર્મની દૃઢ અનુરાગી હતી. એક વખત તેણે સ્વપ્નમાં ચિંતામણિરત્ન જોયુ, જે ગુરુ પાસે જઇ ચમકવા લાગ્યું. પ્રકાશ પ્રમાણે, તેણે સ્વપ્નમાં એક આંખે જોયા, જે ખીજે સ્થળે જઈ ફાલ્યા ફૂલ્યા. આ સમયે ધંધુકામાં શ્રી પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિ બિરાજમાન હતા. પાહિનીદેવીએ પાતાનાં સ્વપ્નની વાત તેઓશ્રીને કરી. સ્વપ્નના ફલાદેશ અાવતાં સૂરિવરે કહ્યું કે “ તું એક નરમણિને જન્મ આપીશ, જે મોટા થતાં ગુરુમણુ થશે. તારા એ પુત્ર ધીમે ધીમે વિકાસ સાધી જૈનશાસન રૂપી સાગરમાં કૌસ્તુભમણિની જેમ દેદીપ્યમાન બનશે. ' ગુરુની વાત સાંભળી પાહિનીને ઘણા હષ થયા. તે વિશેષ ધર્મારાધના કરવા લાગી. ગર્ભકાળ પૂર્ણ થતાં તેણે વિ, સ. ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાની ઉજ્વલ રાત્રિએ એક તેજસ્વી બાળકને જન્મ આપ્યું. સારાયે કુટુંબમાં આનંદ આનંદ છવાઈ ગયા. પુત્રનુ નામ ચંગદેવ રાખવામાં આવ્યું. ચાંગ એટલે ઉત્તમ.
એક દિવસ પાહિનીદેવી પુત્ર ચગદેવને લઈ નિત્યક્રમ પ્રમાણે દેરાસરે દર્શન કરવા આવી હતી. આચાય દેવચંદ્રસૂરિ એ વખતે બાજુમાં જ ઉપાશ્રયે બિરાજતા હતા. આચાર્યશ્રી દેરાસરમાં ચૈત્યવંદન કરી રહ્યા હતા, પાહિનીદેવી પણ દનસ્તુતિમાં લીન હતા. એ સમયે પાંચ વર્ષના બાળક ચંગદેવ ઉપાશ્રયે જઈ પહોંચે અને ત્યાં આચાર્યના આસન ઉપર બેસી ગયેા. આચાર્ય શ્રી અને પાહિનીદેવીએ ત્યાં આવીને જોયુ કે ખાળક ગુરુપદના અભિલાષી છે. આચાર્યશ્રીએ પાહિનીદેવીને એ યાદ અપાી કે— “ બહેન ! તને પોતાનું દિવ્ય સ્વપ્ન યાદ છે ? બાળકનુ તેજ અને તેની આ વૃત્તિ જોતાં તારે આ કુળદીપક જૈનધર્મના મહાન પ્રભાવક
For Private & Personal Use Only
Jain Education International 2010_04
www.jainelibrary.org