Book Title: Hemchandrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
View full book text
________________
२१४
શાસનપ્રભાવક
રાષ્ટ્રીય વ્યાકરણ રહ્યું છે. તેમની પૂવેના વ્યાકરણ ગ્રંથમાં અંગ-ઉપાંગે જુદા જુદા વિદ્વાનોએ જુદા જુદા સમયે જેડ્યાં છે, જ્યારે એકલા હેમચંદ્રાચાર્ય જ સિદ્ધહેમશબ્દાનુશાસનમાં સમસ્ત અંગ-ઉપાંગે રાજ્ય છે ને સાથે સાથે જોડ્યાં છે.
આ વ્યાકરણમાં સૂત્રજનાની કુશળતા, શૈલીની સુપાચતા, ભાષાની સરળતા, રચનાની પૂર્ણતા, વિષયની વ્યાપકતા, વિષયાર્થ જ્ઞાનનું બલાબલ, દષ્ટાંત ગોઠવવાની ચતુરતા, ખાસ ખાસ સિદ્ધાંતની સુગમ સંકલના અને વિવેચનની તટસ્થતા વગેરે વસ્તુઓ આચાર્ય હેમચંદ્રસૂરિની જવલંત પ્રતિભાને મૂર્ત કરે છે. વળી, આ વ્યાકરણ વિશ્વભરમાં અજોડ બન્યું છે. કેમ કે, સંસ્કૃત, પ્રાકૃત શૌરસેની, માગધી, પિશાચી, ચૂલિકાપિશાચી અને અપભ્રંશ ભાષાઓનું એ સર્વાગ સંપૂર્ણ વ્યાકરણ બન્યું છે. પૂર્વેના વ્યાકરણગ્રંથમાં જે અતિવિરતાર, દુર્બોધતા અને ક્રમભંગ જોવા મળતાં તે ત્રણે દોષોથી મુક્ત એવી સંપ, સુગમ અને ક્રમબદ્ધતા યોજીને આ વ્યાકરણની રચના કરવામાં આવી છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે “સિદ્ધહેમ વ્યાકરણ” અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય છે.
આ ગ્રંથમાં વ્યાકરણ વિષયક આઠ અધ્યાય અને ૩૨ પાદ છે. દરેક પાદની અંતે એકેક લેક અને છેલ્લા પાદમાં ચાર લેક એમ કુલ ૩૫ શ્લોક જેડી, તેમાં ચૌલુક્ય રાજવંશનું લાક્ષણિક દર્શન કરાવ્યું છે. પ્રથમ સાત અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે, એમાં ૩૫૬૬ સંસ્કૃતસૂત્ર અને ૧૧૧૯ પ્રાકૃતસૂત્ર, એમ કુલ ૪૬૮૫ છે.
છેષ : શ્રી હેમચંદ્રસૂરિએ વ્યાકરણની રચના ઉપરાંત ચાર કેષગ્રંથની રચના કરી છે : ૧. અભિધાનચિંતામણિ, ૨. અનેકાર્થસંગ્રહ, ૩. નિઘંટુ અને ૪. દેશનામમાલા. આ ચાર ગ્રંથોમાં ૧. અભિધાનચિંતામણિ કેષ સર્વથી વિશાળ છે. તેમાં છ કાંડ અને ૧૫૪૧ લેક છે. એમાં એક એક વસ્તુના અનેક પર્યાયવાચી સંસ્કૃત શબ્દોના ઉલ્લેખ છે. આ ગ્રંથની સ્વપજ્ઞ ટીકા ૧૦૦૦૦ અને શેષ ૨૦૪ ગ્રંથપરિમાણ છે. (શ્રી જિનદેવકૃત પરિશિષ્ટ છે.) બીજા, અનેકાર્થસંગ્રહ (કેષ)માં એક એક શબ્દના અનેક અર્થ બતાવેલ છે. આ ગ્રંથમાં સાત કાંડ અને ૧૮૨૯ શ્લેક છે. ત્રીજા, નિઘંટુ (કેષ)માં વનસ્પતિશાસ્ત્ર સંબંધી વિવિધ નામેની સામગ્રી છે. નિઘંટુ કેષમાં છ કાંડ અને ૩૯૬ શ્લેક છે. ચેથા, દેશીનામમાલા” (કેષ)માં સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણથી અસિદ્ધ શબ્દોનો સંગ્રહ છે. આની સ્વપજ્ઞ ટીકા-રત્નાવલીમાં વર્ગ ૮, શબ્દો ૩૭૮ અને ગાથા ૬૩૪ છે.
દ્વયાશ્રય મહાકાવ્ય : પ્રયાશ્રય એટલે બે અર્થો ધરાવતું કાવ્ય છે. આની રચના સંસ્કૃત અને પ્રાકૃત––બંને ભાષામાં થઈ છે. બંને ભાષાના વ્યાકરણના નિયમે ઉદાહરણ સહિત આપવામાં આવ્યા છે. આ મહાકાવ્યની સર્ગસંખ્યા ૨૮ છે. તેમાં સંસ્કૃત દ્વયાશ્રયમાં સર્ચ ૨૦, કલેક ૨૪૩૫, ગ્રંથપરિમાણ ૨૮૨૮ છે, અને પ્રાકૃત દ્વયાશ્રયનું ગ્રંથપરિમાણ ૧૫૦૦ છે. સંસ્કૃત દ્વયાશ્રયમાં સિદ્ધહેમ વ્યાકરણના સાત અધ્યાયેના કમશઃ પ્ર સાધતું રાજા મૂળરાજથી કુમારપાળ સુધીના ચૌલુક્ય રાજવંશનું વર્ણન છે; જ્યારે પ્રાકૃત દ્વયાશ્રયમાં સિદ્ધહેમ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org