Book Title: Hemchandrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 10
________________ २९२ શાસનપ્રભાવક ગુજરાતી ભાષાનો જન્મ કલ્પી શકાતા નથી, એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગૃત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી અને એમના વિના ગુજરાતી પ્રજાનાં આજનાં ખાસ લક્ષણો – સમન્વય, સમભાવ, વિવેક, અહિંસા, પ્રેમ, સદાચાર અને પ્રામાણિક વ્યવહારની પ્રણાલિકા કલ્પી શકાતી નથી. શ્રી હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધુ મહાન હતા, પણ સંસ્કારદષ્ટ તરીકે તે તેઓ સૌથી વધુ મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે જે સાહિત્ય આપ્યું અને એમણે લેકેને જે રીતે બોલતા કર્યા–એ સઘળું ગુજરાતની નસમાં આજે પણ વહી રહ્યું છે.” ડો. કુમારપાળ દેસાઈએ પણ કહ્યું છે કે, “ગુજરાતી ભાષાનું પ્રભાત શ્રી હેમચંદ્રાચાર્યથી ઊઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર છે. ગુજરાતી વિદ્વત્તાનો માપદંડ હેમચંદ્રાચાર્યથી રથપાય છે.” અને તેથી જ ગુજરાતના મહાન તિર્ધર તરીકે એમની ગણના થાય છે. ભારતીય ગ્રંથકમાં પણ તેમનું સ્થાન મોખરે રહ્યું છે. સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં રચાયેલી એમની ઉત્કૃષ્ટ કૃતિઓના કારણે સમગ્ર ભારતને, બલ્ક સમગ્ર વિશ્વને તેમને પિતાના ગણવાનું મન થાય એવી એ મહાન વિભૂતિ છે. અને તે પણ, વિશ્વની એવી મહાન વિભૂતિ કે સાહિત્ય અને સાધુતાના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની તેલે આવે એવી બીજી કેઈ વિભૂતિ જોવા નહીં મળે! શ્રી સેમિપ્રભસૂરિકૃત ‘કુમારપાળપડિબોહ” અને શ્રી મધુસૂદન મોદી કૃત “ હૈમસમીક્ષામાં શ્રી હેમચંદ્રસૂરિના દેહનું અને કાર્યક્ષમતાનું વર્ણન આ પ્રમાણે છે : “તેમનામાં સેના જેવી શરીર કાંતિ હતી. કમળની પાંખડી જેવી આંખો હતી. જેનારને હર્ષ ઉત્પન્ન કરે તેવું મુખ હતું. તેમનું ચારિત્ર ચમત્કારી હતું. તેમનામાં બાવીશે પરીષહ જીતવાનું સામર્થ્ય હતું. તપસ્યાની શક્તિ પણ હતી. તેમની બુદ્ધિ વિષયાર્થ શાસ્ત્રને ઉકેલી શકતી. વ્યાકરણ જેવા ગ્ર રચવાની કુશળતા હતી. પરવાદીને જીતવાની તીક્ષણ તર્કશક્તિ હતી. ધારી અસર કરે તેવી કવિત્વશકિત હતી. અયોગ્ય અને પતિતને પણ ધર્મમાં સ્થાપવાનું અને તેમાં સ્થિર કરવાનું પ્રભાવબળ હતું. તેમની વાણી મધ જેવી મીઠી હતી. “નિપુણ પુરુષે આચાર્ય હેમચંદ્રસૂરિની અપૂર્વ શક્તિ પ્રત્યક્ષ જોઈને પ્રાચીનકાળમાં થઈ ગયેલા સર્વજ્ઞ તીર્થકરે અને ગણધરના વિશિષ્ટ સામર્થ્યમાં વિશ્વાસ કરતા હતા.” પ્રબંધકોશના દસમા પ્રબંધમાં જણાવ્યા મુજબ, રાજા કુમારપાળે જે કાવ્યથી પ્રસન્ન થઈ લાખ ક્રમ આપ્યા હતા, તે કાવ્યપં. શ્રીધરની મનાતી ઉક્તિ–આ પ્રમાણે છે : ' पूर्व वीरजिनेश्वरे भगवति प्रख्याति धर्म स्वयं प्रज्ञावत्यभयेऽपि मंत्रिणि न यां कर्तृ क्षमः श्रेणिकः । अक्लेशेन कुमारपाल नृपतिस्ताम् जीवरक्षा व्ययाद् यस्यासाध्यवचः सुधांशु परमः श्री हेमचंद्रौ गुरुः ॥ –ભગવાન મહાવીર જેવા ગુરુદેવ હતા, અભયકુમાર જે મંત્રી હતા, છતાં શ્રેણિક જે જીવરક્ષા ન કરી શક્યો તે જીવરક્ષા આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા જેના પરમગુરુ છે એવા કુમારપાળ રાજાએ આચાર્યશ્રીની વાણું સાંભળીને સરળતાથી કરી.” Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13