Book Title: Hemchandrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 7
________________ શ્રમણભગવા વિ. સ. ૧૧૯૩માં ગુ રનરેશ સિદ્ધરાજે માલવપતિ યશેાવમાંને હવી, ધારાનગરીને વંશ કરી, ત્યાંના અમૂલ્ય ગ્રંથભંડાર અને લખલૂટ ખજાના સાથે પાટણમાં પ્રવેશ કર્યાં. આચા વીરસૂરિ, આચાર્ય હેમચંદ્રસૂરિ અને બીન્ત આચાર્ય તેમ જ વિદ્વાનાએ રાજાને વિવિધ આશીર્વાદથી વધાવ્યા. ગુજરાત ગૌરવાન્વિત અન્ય સિદ્ધહેમ વ્યાકરણ : એક દિવસ રાન્ત માળવાથી લાવેલા ગ્રંથભંડારને જોઈ રહ્યા હતા. તેમાં રાજા ભેજના રવરચિત ‘ સરસ્વતી દાભરણુ’ નામે વિશાળ વ્યાકરણગ્રંથ તેમના હાથમાં આવ્યા. ભેજ દ્વારા રચેલા ખીન્ન પણ ગ્રંથે! જોઈ તેમને એછપ અનુભવી અને મનમાં પ્રશ્ન ઊઠ્યો કે, “ મારા ગ્રંથભંડારમાં આવા ગ્રંથૈ! કેમ નહિ? શું ગુજરાતમાં એવા કોઇ વિદ્વાન નથી કે આવા મહાન ગ્રંથો રચી શકે ? ” તેણે સવ વિદ્વાનોને બેલાની આ વાત કહી. સૌની નજર શ્રી હેમચંદ્રસૂરિ પર પડી. રાજા સિદ્ધરાજે ગુજરાતનુ ગૌરવ વધે તેવા સર્વોપયોગી વ્યાકરણનું નિર્માણ કરવા વિનંતિ કરી. આચાર્ય શ્રીએ રાજાની વિનંતિને સ્વીકાર કર્યાં. તેમણે એમના સમય સુધીના સમસ્ત વ્યાકરણાની હસ્તપ્રતે ઠેર ઠેરથી મેળવી અને તેનુ બારીકાઈથી નિરીક્ષણ કર્યું; અને સિદ્ધરાજની વિનંતિથી આ વ્યાકરણ રચાયું હોવાથી પ્રથમ તેનુ નામ જોડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના કરી. રાજપુરોહિત અને વિદ્વાન સભાસદાએ એ વ્યાકરણનું ત્રણ વાર વાચન-મનન કરી તેને શુદ્ધ વ્યાકરણ તરીકે ાહેર કર્યું. સિદ્ધરાજે પોતાની ધારણાથી પણ વિશેષ પ્રાપ્ય તે વ્યાકરણને હાથીની અંબાડી પર પધરાવી, તેની ભારે ફાડમાડથી નગરમાં ભન્ય શાભાયાત્રા કાઢી. રાન્ત સિદ્ધરાજે એ પછી ત્રણસે લહિયા રોકી એની અનેક પ્રતિલિપિ તૈયાર કરાવી; અને તે અગ, બંગ, લિંગ, વત્સ, સિંધુ, સૌવાર, મુરંડ, કાશી, કાંકણ, કર્નાટક, કનોડ, કુરુક્ષેત્ર, કૈાશલ, કનાજ, કાન્યકુબ્જ, ગૌડ, સપાદલક્ષ અને કાશ્મીર સુધી આખા દેશમાં તેમ જ નેપાલ, સિ'હલ, કામરૂપ અને ઈરાન જેવા દૂર દૂરના દેશાવરમાં પણ તેની પ્રતિલિપિઓ મેકલી. ઉપરાંત, પાટણમાં વ્યાકરણના અજોડ વિદ્વાન કાકલ કાયસ્થની અધ્યક્ષતામાં તેનું પાન-પાન શરૂ કરાવ્યું. k ૨૯ આચાર્ય હેમચંદ્રસૂરિએ સાહિત્યરચનાની ગંગોત્રી રૂપ‘સિદ્ધહેમ વ્યાકરણ ’થી પ્રાર’ભ કર્યો અને પછી, એક પછી એક વિવિધ વિષયના ગ્રંથોની રચના અસ્ખલિતપણે ચાલતી રહી. વિ. સ. ૧૧૯૮માં શ્રી હેમચંદ્રસૂરિનું' ચાતુર્માસ ખ'ભાતમાં હતું, ત્યારે વિ. સં. ૧૧૯૯ના કાર્તિક સુદિ ૩ના દિવસે રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું. કુમારપાળ ખંભાત આવીને શેઠ સાંખની સાથે આચાય શ્રી પાસે આવ્યેા. તેમના આશીર્વાદ મેળવી તે પાટણ ગયા અને વિ. સ. ૧૧૯૯માં તે ગુજરાતના રાજા અન્ય. આચાર્ય હેમચ`દ્રસૂરિ ખભાતથી વિહાર કરતા કરતા પાટણ પધાર્યાં. વિ. સ. ૧૨૦૭માં તેમના માતા પ્રવર્તિની પાહિનીજી સાધ્વીએ અનશન સ્વીકાર્યુ. શ્રાવકોએ પુણ્યમાં ત્રણ કરોડ વાપર્યાં. અને આચાર્યશ્રીએ પણ ત્રણ લાખ Àાકનું પુણ્ય આપ્યું ને પ્રવર્તિનીજી કાળધમ પામ્યા. રાજા કુમારપાળ શિવના પરમ ભક્ત હતા, પરંતુ પેાતાને અભયદાન આપનાર અને Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13