Book Title: Hemchandrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 3
________________ શ્રમણભગવતે ૫૫ થશે. તુ જ જો, આ બેઠા છે તે ગુરુઆસને શેલતા આ બાળકને શાસનને અણુ કરી તમે ધન્ય અને ’” પોતાના પુત્રના ઉજ્જવળ ભાવિને જાણી પાહિનીદેવી નમ્ર સ્વરે એલી, “ ગુરુદેવ ! તેના પિતાની આજ્ઞા હાય તે મારી સમ્મતિ જ છે. પ્રથમ તેમની આજ્ઞા લઈ લઉં. ” આટલું કહી પાહિનીદેવી ગંભીરપણે વિચારવા લાગી તેના પિતાની આજ્ઞા મળવી શકય નથી. પશુ, નિશ્ચિતપણે મારે પુત્ર જો સાધુ થવાનો જ હોય તે! તેને મારા પોતાના હાથે ચેાગ્ય ગુરુને કેમ ન સોંપવા ? તેણે ભાઈ નેમિનાગની સલાહ લીધી અને પુત્ર ચંગદેવ આચાય દેવચંદ્રસૂરિને અણુ કર્યાં. પ્રબંધચિંતામણિ' પ્રમાણે, ચગદેવ આઠ વર્ષના હતા ત્યારે સમવયસ્ક બાળકે સાથે ત્યાં શ્રી દેવચંદ્રસૂરિ પધાર્યાં હતા તે ઉપાશ્રયે પહોંચ્યું. આચાય હતા નહી..ચંગદેવ તેમના આસને સહજવૃત્તિથી બેસી ગયે. આચાય. દેવચંદ્રસૂરિએ આવીને પોતાના આસને બેઠેલાં બાળકને જોયા અને વિસ્મય પામ્યા. તેના દેદીપ્યમાન મુખારવિ'ને જોઈ આચાય શ્રી આ બાલરત્નને પારખી ગયા. શ્રાવકે દ્વારા હકીકત જાણી, બાળકને લઇ, ચાચિંગને ઘરે પધાર્યાં. ચાચિગ ઘેર ન હતા. તેના ગૃહિણી પાહિનીદેવીએ આવેલ સૌનુ સ્વાગત કર્યું. ગુરુદેવને વિધિપૂર્ણાંક વંદન કર્યાં. આવેલ શ્રાવકોએ પાહિનીદેવીને ગુરુદેવના આગમનના ઉદ્દેશ જણાવી, પુત્રને ગુરુચરણે અર્પણ કરવા જણાવ્યું. પાહિનીદેવીને એ ક્ષણે હ થયા, તે બીજી જ ક્ષણે પતિની અનુમતિ નહિ મળવાની આશંકાથી રેંજ થયા. આથી મિશ્રિત આંસુ વહાવતાં તે એલી કે, “ ચંગના પિતા ઘરે નથી. તેમની સમ્મતિ વિના હું બાળકને કેમ આપી શકું ? ” * પાહિનીદેવીને હિંમત આપતાં શ્રેજિનાએ સમજાખ્યું કે, અહેન ! માતાને પણ આળક પર અધિકાર હોય છે. તમારી ભાવના ખરેખર સાચી છે, તે તમે તમારા તરફથી પુત્રને અર્પણ કરી દ્યો.” પાહિનીદેવીએ સુજ્ઞજનેની વાતને સ્વીકાર કરી, પુત્ર ચંગદેવને આચાય દેવચદ્રસૂરિને ચરણે અર્પણ કરી દીધા. શ્રી દેવચ`દ્રસૂરિ બાળક ચાંગદેવને લઈ, વિહાર કરતાં કરતાં કર્ણાવતી પધાર્યાં. ત્યાં સુરક્ષાની દૃષ્ટિથી બાળકને ઉદયન મંત્રી પાસે રાખ્યું. ઉડ્ડયન મંત્રી જૈનધર્મીના અનન્ય અનુરાગી હતા; અને બુદ્ધિવાન તથા વ્યવહારકુશળ પણ હતા. આ બાજુ, શ્રેષ્ઠિ ચાચિગ ઘેર આવ્યા ત્યારે બાળકને ન જોવાથી, સ વૃત્તાંત જાણી કેપિત થયા. પુત્રના મિલન સુધી અન્નત્યાગ કરી ત્યાંથી ચાલી નીકળ્યા; અને શ્રી દેવચંદ્રસૂરિ પાસે કર્ણાવતી પહેાંચ્યા. મત્રી ઉદયન પણ ચાર્મિંગના આગમનની વાત જાણી ઉપાશ્રયે આવ્યા. પુત્રને મેળવવા ચાર્ચિંગ ઘણા જ કાપિત અને વ્યથિત હતા. મંત્રી ઉદયન તેને ઘણા આદર સાથે પોતાના આવાસે લઈ ગયા. તેમના આવા વ્યવહારથી ચાચિંગ શાંત થયા. તેમાંયે પેાતાના પુત્રને મંત્રીના સમવયસ્ક પુત્ર સાથે રમતે જેઇ અને મત્રીએ વત્સલભાવે તેને પોતાના ખેાળામાં બેસાડયો તે જોઇ, તેને રહ્યોસહ્યો ગુસ્સે પણ આગળી ગયે, તે મંત્રીના આ વ્યવહારથી ખૂબ પ્રભાવિત થયા. મ`ત્રી ઉદયને તેને આત્મીયભાવે ત્રણ દુકૂલ અને ત્રણ લાખ મુદ્રા ભેટ ધરી. ચાર્જિંગે હસીને કહ્યું કે, લાખની દ્રવ્યરાશિ આપની ઉદારતાને નહિ, કૃપતાને પ્રગટ કરે છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only “ મંત્રીવર ! આ ત્રણ મારા પુત્રનુ મૂલ્ય તે www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13