Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 27
________________ દોહરો - ૧૦ સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. અર્થ આપની સેવા, ભક્તિ, ધ્યાન, ચિંતન, આશાપાલન એમાં જે જે કંઈ પ્રતિબંધરૂપ છે, અવરોધરૂપ છે, એનો મેં હજુ ત્યાગ કર્યો નથી. આ શરીરને મેં મારું માન્યું છે. શરીર અને ઇન્દ્રિયો મનને આધીન થઈ બહારમાં ભાગે છે અને પરવસ્તુમાં રાગ કરે છે. પણ તમારા ચરણકમળ પ્રત્યે અથવા આત્મતત્ત્વ પ્રત્યે પોતાની દિશા બદલાવતા નથી. - ૨૬ મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) હું સેવા શા માટે કરું છું? ૨) સેવાને પ્રતિકૂળ એવાં કયાં બંધનો મને અટકાવે છે? Jain Education International ૩) મારાં દેહ-ઇન્દ્રિયો કયા બાહ્ય પદાર્થોમાં આકર્ષાય છે? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50