Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 10
________________ ગ્રંથોની પાઠસમીક્ષા કરી. ડૉ. નારાયણ કંસારાએ બુદ્ધિસાગર કૃત વ્યાકરણની હસ્તપ્રત અને સંપાદન વિશે તથા ડૉ. તપસ્વી નાન્દીએ ‘ભરતનું નાટ્યશાસ્ત્ર : ‘પાલિપિ’ - ‘N’ - ‘એન’ ‘એક સમીક્ષા’ વિશે લેખો રજૂ કર્યા. શ્રી રા. ઠા. સાવલિયાએ વિડિઓ કૅસેટની સહાયથી હસ્તપ્રતોના ચિત્રાંકિત પૃષ્ઠોનો પ્રત્યક્ષ ખ્યાલ આપીને તેના વૈવિધ્ય વિશે વિગતથી ચર્ચા કરી. બેઠકનું સમાપન અધ્યક્ષ શ્રી નાન્દીસાહેબના વક્તવ્યથી થયું. પરિસંવાદની ચોથી બેઠકનો આરંભ બપોરે ૨-૩૦ વાગ્યે ડૉ. કે. આર. ચંદ્રાના અધ્યક્ષપદે થયો. આ બેઠકનો વિષય ‘આગમ-સાહિત્ય : સંશોધન અને સંપાદન' વિશેનો હતો. બેઠકના આરંભમાં ડૉ. ચંદ્રકાન્તાબહેન ભટ્ટે હસ્તપ્રતોના પ્રકાર અને જતન વિશે કેટલીક ચર્ચા કર્યા પછી ડૉ. કનુભાઈ શેઠે ગુજરાતના હસ્તપ્રતગ્રંથભંડારો અને એમાંથી પ્રાપ્ત થતી આગમ સાહિત્ય અંગેની પ્રાચીન હસ્તપ્રતો વિશે ઘણી વિગતપૂર્ણ માહિતી આપી. શ્રી વસંતભાઈ ભટ્ટે જૈનાગમોના પાઠસંપાદનમાં પ્રાચીન ભાષાકીય સ્વરૂપના પુન:સ્થાપન વિશે અભ્યાસપૂર્ણ ચર્ચા કરી. શ્રી ચંદ્રાસાહેબે અર્ધમાગધી આગમ ગ્રંથના સંપાદનમાં હસ્તપ્રતોમાંથી પાઠની પસંદગીના પ્રશ્ન વિશે રજૂઆત કરતાં પાઠ અને પાઠાન્તરોનો વિશદ પરિચય આપ્યો અને બેઠકના સમાપનમાં અધ્યક્ષીય સમીક્ષા કરી. આ દરેક બેઠકમાં વિષયને અનુલક્ષીને રસપ્રદ અને અભ્યાસપૂર્ણ ચર્ચાઓ અને પ્રશ્નોત્તરી થયા. જેને કારણે પરિસંવાદ રસપ્રદ, જીવંત અને સફળ બની શક્યો. વિદ્વાન વક્તાઓ ઉપરાંત વિષયના જાણકાર અભ્યાસીઓ, અધ્યાપકો અને વિશેષજ્ઞો પણ આ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા. જેમાં સર્વશ્રી જિતેન્દ્રભાઈ શાહ, સંસ્કૃત અકાદમીના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ પટેલ, પ્રો. સી. વી. રાવળ, પ્રો. મધુસૂદન ઢાંકી, સલોનીબહેન જોશી, પારૂલબહેન માંકડ, વર્ષાબહેન જાની, રૂપેન્દ્રભાઈ પગારિયા વગેરેની ઉપસ્થિતિથી પરિસંવાદ સફળ બની રહ્યો. પરિસંવાદના સમાપનના સમારંભમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી રામલાલભાઈ પરીખે ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વમંદિરની થયેલી સ્થાપના અને તેના આનુષંગે જૈનદર્શનનાં પ્રકાશિત થયેલાં પુસ્તકો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે વિશદ માહિતી આપી હતી. જૈનદર્શનમાં સ્વીકારાયેલું અહિંસાનું મહત્ત્વ અને મહાત્મા ગાંધીપ્રેરિત અહિંસાનો સમન્વય કરતા સમાજમાં તેની ઉપકારકતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય જૈનવિઘા અધ્યયનકેન્દ્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 218