Book Title: Hastprat Vidya ane Agam Sahitya Author(s): Niranjana Vora Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 8
________________ પ્રસ્તાવના શ્રી પુણ્યવિજયજી જન્મશતાબ્દી નિમિત્તે આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયનકેન્દ્ર અને ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન” વિશે પરિસંવાદ યોજાયો હતો. તેનો મંગલ આરંભ શ્રી ભદ્રાબેન સવાઈની પ્રાર્થનાથી થયો હતો. ડૉ. નિરંજના વોરાએ સ્વાગત-પ્રવચન કર્યા પછી શ્રી આત્માનંદજી (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્ર, કોબા)એ દીપ પ્રગટાવીને પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્દઘાટન-પ્રવચન કરતાં શ્રી પુણ્યવિજયજીનાં હસ્તપ્રત અને આગમ સાહિત્યનાં સંશોધન અને સંપાદનનાં ક્ષેત્રે થયેલાં વિશિષ્ટ પ્રદાનનો પરિચય આપ્યો હતો. જ્ઞાનોપાસના સાથે સ્વ-સ્વરૂપની ઓળખ મેળવવાનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. સમારંભનું અધ્યક્ષપદ ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી ગોવિંદભાઈ રાવલે સંભાળ્યું હતું. તેમણે જૈનદર્શનની વિશિષ્ટતાઓ સમજાવીને શ્રી પુણ્યવિજયજી પ્રેરિત જ્ઞાનોપાસનાનાં કાર્યને ગતિશીલ બનાવવાનો અનુરોધ કર્યો હતો. શ્રી કુમારપાળભાઈ દેસાઈ, શ્રી નગીનભાઈ શાહ અને ચિનુભાઈ નાયકે શ્રી પુણ્યવિજયજીનાં જીવન-કવન અને બહુશ્રુતતા વિશે મનનીય પ્રવચનો આપ્યાં હતાં. અંતમાં ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ શ્રી શૈલેશભાઈ પટેલે ગૂજરાત વિદ્યાપીઠમાં સ્થાપિત જૈનકેન્દ્રની પ્રવૃત્તિઓનો પરિચય આપીને આભારદર્શન કર્યું હતું. આ પરિસંવાદ નિમિત્તે “આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી-સ્મૃતિ-વિશેષ” વિષયક એક પ્રદર્શનનું આયોજન ‘ભારતીય-સંસ્કૃતિ સંગ્રહાલયમાં કરવામાં આવ્યું હતું. પ્રાકૃત ભાષા-સાહિત્ય અને જૈનદર્શનના વિશેષજ્ઞ શ્રી નગીનભાઈ શાહે આ પ્રદર્શનનું દીપ પ્રગટાવીને ઉદ્ઘાટન કર્યું હતું. પ્રદર્શનમાં શ્રી પુણ્યવિજ્યજીના દીક્ષાકાળથી આરંભીને તેમના જીવનના વિવિધ પ્રસંગોની તસવીરો રજૂ કરવામાં આવી હતી. તેમનાં માતા, ગુરુ, દાદાગુરુ, કપડવંજના તેમના નિવાસસ્થાન વગેરેની તસવીરો સાથે શ્રી પુણ્યવિજ્યજીની પ્રેરક વાણીનાં કેટલાંક અવતરણો રજૂ કર્યા હતાં. તે સાથે અનેક મહાનુભાવોના અને વિવિધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 218