Book Title: Hastprat Vidya ane Agam Sahitya Author(s): Niranjana Vora Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 6
________________ આમુખ આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીની જન્મશતાબ્દી નિમિત્તે આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલૉજીના સંયુકત ઉપક્રમે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જૈનદર્શનના પ્રસારનું કાર્ય કરે છે અને આ પરિસંવાદનું અનુસંધાન હોય એ રીતે અત્યારે આ સંસ્થા દ્વારા જર્મની અને ઇંગ્લેન્ડમાં રહેલી જૈન હસ્તપ્રતોની સૂચિ તૈયાર થઈ રહી છે. હસ્તપ્રત સંપાદનની મુનિ શ્રી પુણ્યવિજયજીની કેટલીક વિશેષતાઓ તત્પણ સ્મરણમાં આવે છે. તેઓ શાસ્ત્રીય વિષયોના અભ્યાસી હતા જ, પરંતુ ગ્રંથમાં આવતા ઈતર સાહિત્યથી પાગ એટલા જ પરિચિત હતા. જે બાબત તેઓને સ્પષ્ટ સમજાતી નહીં, તે અંગે ખૂબ પરિશ્રમ કરીને તેનો ઉકેલ મેળવ્યા પછી જ સંપાદનકાર્ય આગળ ધપાવતા. આમ સત્યની એકાદ હીરાકણી માટે રાતદિવસ મથામણ કરતા જોવા મળતા હતા. પ્રાચીન, જીર્ણશીર્ણ હસ્તપ્રત એમના હાથમાં આવતાં એની આપવીતી બોલવા માંડતી. ચોંટીને રોટલા જેવી થઈ ગયેલી હસ્તપ્રત, ટુકડેટુકડા થઈ ગયેલી તાડપત્રીઓ કે એકબીજામાં સેળભેળ થઈ ગયેલાં હસ્તપ્રતનાં પત્રો એમના દ્વારા પુનર્નિમાણ પામ્યાં. જ્ઞાનના આ તપસ્વીએ જેસલમેરના ભંડારમાં સોળ સોળ મહિના સુધી અખંડ વિઘાતપ કર્યું અને આ અને આવા બીજા જ્ઞાનભંડારોને પહેલાં સુરક્ષિત બનાવ્યા અને પછી વિદ્વાનો માટે સુલભ કર્યા. પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્યે જ્ઞાનમંદિરની સ્થાપના કરી. જ્ઞાનોદ્ધાર અને જ્ઞાન પ્રસારમાં જીવંત રસ હોવાથી કેટલાય જ્ઞાનભંડારોને તેઓએ નામશેષ થતાં બચાવ્યા. આવા આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી હસ્તપ્રત ભંડારમાં બેઠા હોય ત્યારે આરામ, આહાર અને ઊંધ પણ વીસરી જતા હતા. વિદ્વાનો અને વિદ્યાના ખપીઓને સહાય કરવાની એમની સદૈવ તત્પરતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન યોજના અંગે તેમણે એમ કહ્યું કે વિદ્વાનો આ ગ્રંથને તપાસે. એમાં કોઈ સ્કૂલના રહેલી હોય કે સંપાદનપદ્ધતિનો દોષ હોય તે અમને જણાવશે તો અમે રાજી થઈશું. તેઓ નોંધે છે કે, સ્તુતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 218