Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad
View full book text
________________
સમાચાર પત્રિકાઓ અને સામાયિકોમાં તેમના વિશે વ્યક્ત થયેલાં મંતવ્યો પણ મૂકવામાં આવ્યાં હતાં. મુનિશ્રીનું મહદ્ જીવનકાર્ય હસ્તપ્રતવિદ્યા વિશેનું હતું એને અનુલક્ષીને કેટલીક દસ્તાવેજી હસ્તપ્રતો પણ પ્રદર્શનમાં મૂકી હતી.
મુનિશ્રી પુણ્યવિજ્યજીના વ્યકિતત્વનો સર્વાગી પરિચય આપતા આ પ્રદર્શનનું આયોજન અને ગોઠવણી અભિનંદનીય હતાં.
જૈન હસ્તપ્રતો : પરિચય, વૈવિધ્ય, જાળવણી અને ગુજરાતના હસ્તપ્રત ભંડારોનો પરિચય” વિશેની પરિસંવાદની બીજી બેઠક તા.૩૦-૦૭-૯૭ના રોજ બપોરે ૨-૩૦ વાગ્યે પ્રો. શ્રી. બંસીધરભાઈ ભટ્ટના અધ્યક્ષપદે યોજાઈ હતી. મુનિશ્રી પુણ્યવિજ્યજીના સાંનિધ્યમાં હસ્તપ્રતો અને આગમ સાહિત્યનાં સંશોધન સંપાદન અંગેનું કાર્ય કરવાનો સુ-લાભ જેમને મળ્યો હતો, તેવા શ્રી લક્ષ્મણભાઈ ભોજકે બેઠકના આરંભમાં મુનિશ્રી પુણ્યવિજયજીના હસ્તપ્રત અંગેના પ્રદાનનો પરિચય આપીને હસ્તપ્રતોના સંપાદન વિશેની કેટલીક મૂળભૂત હકીકતોનો ખ્યાલ આપ્યો હતો. ડૉ. શ્રીધર અંધારેએ પ્રોજેક્ટરની મદદથી સચિત્ર હસ્તપ્રતોનો પ્રત્યક્ષ પરિચય આપ્યો હતો. ડૉ. ભારતીબહેન શેલતે હસ્તલિખિત પ્રતિઓની લિપિના વૈવિધ્ય, સામ્ય અને તેમાં થતાં પરિવર્તનો વિશે વિગતથી માહિતી આપી હતી. શ્રી ગોવિંદભાઈ મોદીએ ફારસી ભાષામાં લખાયેલી દસ્તાવેજી હસ્તપ્રતોનો પરિચય આપીને તેમાંની એક હસ્તપ્રતનું ભાષાંતર તથા તેની વિશેષતાઓની રજૂઆત કરી હતી. સાહિત્યિક હસ્તપ્રતોની અપેક્ષાએ આ સંશોધનલેખ દ્વારા હસ્તપ્રતોના એક વિશિષ્ટ ક્ષેત્ર વિશે માહિતી ઉપલબ્ધ થઈ એ એક નોધપાત્ર પ્રસંગ છે. શ્રી વી. એલ. પંડિતે જૈન હસ્તપ્રતોના સંશોધન અને શૈક્ષણિક મૂલ્ય વિશે રજૂઆત કરી તથા શ્રી વિભૂતિબહેન ભટ્ટ ભો. જે. વિદ્યાભવનના હસ્તપ્રતભંડારનો સર્વાગી પરિચય કરાવ્યો. અધ્યક્ષીય સમીક્ષા બાદ આ બેઠકનું સમાપન થયું હતું.
પરિસંવાદની ત્રીજી બેઠકનો આરંભ તા. ૩૦-૦૭-૯૭ ને ગુરુવારે સવારે ૯૩૦ વાગ્યે થયો. 'હસ્તપ્રતોના અભ્યાસનું સાંસ્કૃતિક અને શૈક્ષણિક દષ્ટિએ મહત્ત્વ અને કૃતિસંપાદન’ - આ બેઠકનો મુખ્ય વિષય હતો. આ બેઠકનું અધ્યક્ષપદ સંસ્કૃત-સાહિત્યના પ્રખર વિદ્વાન ડૉ. તપસ્વી નાન્દીએ સંભાળ્યું હતું. બેઠકના આરંભમાં શ્રી કાંતિભાઈ શાહે હસ્તપ્રતોનું સાંસ્કૃતિક-શૈક્ષણિક મૂલ્ય અને કવિ સહજ સુંદર કૃત 'ગુણરત્નાકરછંદ' ના સંદર્ભમાં હસ્તપ્રતોના પાઠભેદ વિશે ચર્ચા કરી. શ્રી પૂર્ણિમાબહેન ઉપાધ્યાયે સંસ્કૃત ભાષાના આરંભકાળના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 218