Book Title: Hastprat Vidya ane Agam Sahitya
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 4
________________ પ્રકાશકનું નિવેદન ઈ.સ. ૧૯૨૦માં મહાત્મા ગાંધી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાના રૂપમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાની સાથે જ વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરમાં ભારતીય સંસ્કૃતિના ગહન અધ્યયનના ઉદ્દેશથી પ્રાકૃત-પાલિ વગેરે પ્રાચીન ભાષાઓ તથા જૈન-બૌદ્ધદર્શનોના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન, અનુવાદ વગેરેની પ્રવૃત્તિઓનો સવિશેષ આરંભ થયો, જેના વિકાસમાં મુનિ જિનવિજયજી, પંડિત સુખલાલજી, આચાર્ય ધર્માનંદ કોસંબી વગેરે જૈન-બૌદ્ધ-વિદ્યાના પ્રખર વિદ્વાનોએ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. ઈ.સ. ૧૯૯૩ના એપ્રિલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયનકેન્દ્રની સ્થાપના થયા પછી જૈનદર્શનના ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપનના કાર્યનો પણ આરંભ થયો છે. આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયનકેન્દ્ર અને જૈનોલૉજીના સંયુક્ત ઉપક્રમે ૩૧ જુલાઈ, ૧૯૯૭ના રોજ આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીની જન્મશતાબ્દી નિમિત્તે રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિંસાલક્ષી જીવનસાધના અને સત્યલક્ષી જ્ઞાનોપાસના મુનિ શ્રી પુણ્યવિજયજીનું જીવનલક્ષ્ય હતું. ધર્મમય જીવન જીવવાની સાથે જ્ઞાનભંડારોના ઉધ્ધારક, હસ્તપ્રતોના સંરક્ષક અને આગમવિદ્ તરીકે તેમણે કરેલી છુતોપાસનાનું અનેકગણું મહત્ત્વ છે. શ્રી પુણ્યવિજયજી સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાના છંદ અને વ્યાકરણના પ્રખર વિદ્વાન હતા. જૈન શાસ્ત્રો અને આગમોના અધિકૃત જ્ઞાતા હોવાની સાથે મહાન પુરાતત્ત્વવિદ્ હતા. ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ, લિપિશાસ્ત્ર, પ્રાચીન ચિત્રકલા, સિક્કાઓ, મૂર્તિશાસ્ત્ર વગેરે વિશેનું તેમનું જ્ઞાન વ્યાપક અને તલસ્પર્શી હતું. સંશોધક તરીકે સાંપ્રદાયિક અને વ્યક્તિગત મતમતાન્તરો અને પૂર્વગ્રહોથી મુક્ત એવી ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિ પણ તેમણે વિકસાવી હતી. તેમની પુણ્યસ્મૃતિમાં આયોજિત પરિસંવાદમાં રજૂ થયેલા સંશોધનલેખો આ ક્ષેત્રના અભ્યાસીઓને ઉપયોગી બની રહે તે માટે ગ્રંથરૂપે પ્રગટ કરવાનું વિચાર્યું હતું. ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય અને તેના અવશેષો તથા જૂની પ્રાચીન હસ્તપ્રતોને આપણી સંસ્કૃતિના પુરાવાઓ માટેની મહત્ત્વની સામગ્રી ગણાવી શકાય. Jain Education International ३ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 218