Book Title: Haiya Ni Vat
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 4
________________ " મહારાજ સાહેબ, મારા સહિત મારી ચાર-પાંચ બહેનપણીઓને યુવાનો તરફથી થયેલ છેતરપીંડી પછી મારે જાણવું તો એ છે કે પુરુષોને સમજવાની બાબતમાં કે ઓળખવાની બાબતમાં સ્ત્રીઓ થાપ કેમ ખાઈ જતી હશે? ધૃતિ, પુરુષનું જીવનવિચારપ્રઘાન હોય છે અને જ્યાં વિચારોનું પ્રાધાન્ય હોય છે ત્યાં લગભગ દંભ આવી જતો જ હોય છે જયારે સ્ત્રીનું જીવન લાગણીપ્રધાન હોય છે અને જયાં લાગણીનું પ્રાધાન્ય હોય છે ત્યાં સરળતાસમર્પિતતાલીભગ આવી જતી જ હોયછે. - હવે તે જે પુછાયું છે એનો જવાબ આપું તો પુરષ, રસ્ત્રીનું શરીર પામવા એને પ્રેમ આપતો હોચ છે જ્યારે સ્ત્રી, પુરવનો પ્રેમ પામવા એને શરીર સોંપી દેતી હોય છે. પુરુષને સ્ત્રીનું શરીર એકવાર મળી જાય છે, બર, એનું લક્ષ્ય સિદ્ધ થઈ જાય છે, પછી એનો એની સાથેનો વ્યવહાર રુક્ષ થઈ જાય છે. સ્ત્રી આ રુક્ષ, વ્યવહારથી એ હદે હેબતાઈ જાય છે કે એને સમગ્ર પુરુષજાત પ્રત્યે નફરત પેદા થઈ જાય છે. એ માની જ નથી શકતી કે મારી લાગણીઓ સાથે આવી પણ છેડછાડ થઈ શકે! - વૃતિ, એક ખુલાસો કરી દઉં કે જેમ બધાજપુરૂષો દંભી નથી હોતા તેમ બધી જ સ્ત્રીઓ સરળ નથી હોતી. બધાજ પુરુષો જેમ પ્રેમનું નાટક નથી કરતા હોતા તેમ બધી જ સ્ત્રીઓ સાચો પ્રેમ કરતી નથી હોતી છતાં અપેક્ષાએ કહેવું હોય તો એમ કહી શકાય કે સ્ત્રીચી છેતરાચેલા પુરુષોની સંખ્યા જેટલી હશે. એના કરતાં પુરપોચી છેતરાયેલ સ્ત્રીઓની સંખ્યા કંઈ ગણી વધુ હશે. આ હકીકતને આંખ સામે રાખીને જ તારે પુરુષ સાથેના પરિચયમાં આગળ વધવા જેવું છે. અને સાચું કહું તો મીણની સલામતી જે આગથી સલામત અંતર રાખવામાં જ છે તો શીલ-સદાચાર અને પવિત્રતાની સલામતી વિજાતીય પાત્રોએ એકબીજાવચ્ચે સલામત અંતર રાખવામાં જ છે. મને બરાબર ખ્યાલ છે કે વિકાસની બોલબાલાવાળા આ યુગમાં, સ્વતંત્રતાના ના હેઠળ સ્વછંદતાનાં બેવારમ નૃત્યો ચાલી રહેલ આ યુગમાં, મૂક્યોની સતત મશ્કરી કરવામાં આવી રહી છે એવા આ યુગમાં ‘યુવક-યુવતીએ એક બીજા વચ્ચે સલામત અંતર રાખવું જોઈએ’ એવી વાત કરનાર હું મશકરીને પાત્ર બન્યો રહું તો એમાં કોઈ આશ્ચર્ય નથી. “આ વિકાસયુગમાં આ બાવાઓ પ્રેમ ?િ નો વિરોધ જ કરી રહી છે માટે આ બાવાઓની વાત કાને ઘરવી જ નહીં' એવું સર્ટિફિકેટ મારા ઉપરોકત કંથનને મળતું રહે તો એમાં ય કોઈ આશ્ચર્ય નથી. અને એ છતાં ય મારે તને ચેતવવી જ છે. જો તું શૌલ-સદાચારપવિત્રતા-માદા વગેરેને સંપત્તિ માનતી હોં, એની સાચે કઈ પણ સંજોગમાં બાંધછોડ ન જ કરી શકાય એવું તારા હૈયામાં બેઠું હોય તો મારી તમને સ્પષ્ટ સલાહ છે કે કારણ વિના, માત્ર મન બહેલાવવા કે સમય પસાર કચ્છા પુરુષો સાર્ચ - યુવાનો સાચી ગાઢ પરિચચ કૅળવીશ નહીં. અને હા. પત્રમાં તે પોતે લખ્યું જ છે ને કે “મને ખુદને ય યુવાનો તરફથી કટુ અનુભવ થયો જ છે !' બસ, તો એ અનુભવ પરથી બોધપાઠ લઈનપુરૂષ-યુવાનપરિચયને બને ત્યાં સુધી તું ટાળતી જ રહેજે. 2 અરબરતાનની આ કહેવત તો તારા ખ્યાલમાં છે જ ને? ‘માણસ જ એક એવો ગધેડો છે કે જે એકના એક ખાડામાં બે વાર પડે છે' ના. આ કહેવત કમસે કમ તારા માટે તો ખોટીપડવી જ જોઈએ. એક વાર કટુ અનુભવ થઈ ચૂક્યો છે ને? બસ, એ દિશાને હવે તું કાયમ માટે રામ રામ કરી દે. અને છેલ્લી વાત. પ્રલોભનની હાજરીમાં મન ગલગલિયાં અનુભવવા લાગે ત્યારે ત્યાંથી ભાગી છૂટવું એ જ પતનચી ઊગરી જવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25