Book Title: Haiya Ni Vat
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ મહારાજ સાહેબ, ક્રિકેટની દુનિયામાં જેમ મૅચમાં રમતા પહેલાં ખેલાડી નેટ-પ્રેક્ટિસ કરતો જ હોય છે તેમ વર્તમાન યુવા જગતમાં આ એક માન્યતા દઢ થઈ ગઈ છે કે લગ્નજીવનમાં પ્રવેશતા પહેલાં લગ્નજીવનનું સુખ માણી લેવું જ જોઈએ. આપને કદાચ ખ્યાલ ન હોય તો હું જણાવું કે અત્યારે હું કાયદાનું ભણી રહી છું અને હમણાં એક કાયદો બન્યો છે કે યુવતીની લગ્નની કાયદેસર વય ભલે ૧૮ વરસની હોય, ૧૬ વરસની વયે કાયદેસર રીતે એ કોઈ પણ યુવક સાથે શરીરસંબંધ બાંધી શકે છે. આ અંગે આપ શું કહો છો ? પુજા, એક નાનકડી વાત તને જણાવું ? સમગ્ર પહેલાં માણસના જીવનમાં દુઃખ આવી જાય છે તો એ વધુ મજબૂત ચઈને બહાર આવે છે પરંતુ સમગ્ર પહેલાં માણસને જો સુખ મળી જાય છે તો એ શેતાન બની જાય છે. ४४ શારીરિક સંબંધ બાંધી ચૂકી છે એવો તને ખ્યાલ આવી ગયા પછી ય તું એ યુવતીને ભાભી બનાવવા તૈયાર થઈ શકે ખરી ? પૂજા, જીવનમાં એક સૂત્ર ચાદ રાખજે કે કાયદો હા પાડતો હોય, સમાજ સંમત ચતો હોચ, પરિવાર ખુદ સંમત થતો હોય પણ અંતઃકરણ ના પાડતું હોય એવી કોઈ પણ છૂટ લેવા તું તારી જાતને આગળ વધવા દઈશ નહીં. ભૂલેચૂકે જો એમાં આગળ વધી ગઈ તો જિંદગીભર લીધેલી એ ગલત છૂટ તારા અંતઃકરણને ચેન પડવા નહીં દે. લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવાની છૂટ આપતો કાયદો જેણે પણ ઘડ્યો છે, એ કાયદો જેણે પણ પસાર કર્યો છે એ સહુને પૂછવાનું મન થાય છે કે ‘તમારી પોતાની ૧૬ વરસની વયે પહોંચેલી પુત્રી તમને પૂછે કે પપ્પા ! કાયદેસર રીતે મને કોઈ પણ યુવક સાથે સબંધ બાંધવાની છૂટ છે. હવેથી હું રાતના મોડી આવું તો તમે ચિંતા ન કરતા. કોક ને કોક મારા મનગમતા યુવકના ઘરે જ હું સૂતી હોઈશ' તો તમો સહુ તમારી આ લાડકવાયી દીકરીને હોશે હોશે એ અંગે સંમતિ આપી જ દેશો ને? water los બીજા સુખની બાબતમાં તો હું તને અહીં કાંઈ લખવા નથી માગતો પણ વાસનાજન્ય સુખની બાબતમાં તો આજે આ જ સ્થિતિ સર્જાઈ ગઈ છે. એક કૂતરા જેવો કૂતરો પણ ચોવીસ કલાક તૂતરીની પાછળ ભટક્યા કરતો નથી અને કૂતરી સામે ટીકીટીકીને જોચા કરતો નથી પણ આજની બે-લગામ બની ગરોલ યુવા પેઢીને કોણ જાણે, વાસનાનો શું હકવા લાગ્યો છે, સતત ચુવતી પાછળ ભટક્યા કરે છે યુવક અને સતત યુવકને પોતાના તરફ આકર્ષિત કરતા રહેવા તડપ્યા કરે છે યુવતી ! તું એમ લખે છે કે ‘લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવાની કાયદો છૂટ આપે છે ‘હું તને પૂછું છું.’ ‘તારું અંતઃકરણ તને છૂટ આપે છે ખરું? લગ્નજીવનમાં પ્રવેશ્યા પહેલાં તું પોતે આ વ્યભિચારલીલા આચરવા તૈયાર છે ખરી ? તારા પોતાના ઘરમાં ભાભી બનીને આવનાર યુવતી લગ્ન પહેલાં ૫/૭ યુવકો સાથે ૫ શું કહું તને ? સદાચાર નિયંત્રિત 'કામ'ને આ દેશના સદાચારપ્રિય પુરુષોએ 'કામદેવ'ની ઉપમા આપી છે પણ જે કામ સદાચારથી નિયંત્રિત નથી એ કામ 'કામદેવ' નથી પણ ‘કામરાક્ષસ' છે. અને તું સમજી જ શકે છે કે રક્ષા કરે અને દેવ કહેવાચા છે અને સંહાર કરે અને રાક્ષસ કહેવાય છે. પૂજા કાયદાનું ભણી રહી છે ને તું ! જો એમાં ખૂબ આગળ વધીને તું આવતી કાલે વકીલ બની જાય તો લાખો યુવતીઓને વ્યભિચાર માટે પ્રોત્સાહિત કરતા, પૂર્વજો તરફથી મળેલા પવિત્રતાના વારસાની ક્રૂર મશ્કરી કરતા આ કાળા અને કલંકિત કાયદાને રદબાતલ કરી દેવા તારી તમામ તાકાત કામે લગાડી દેજે. મૅચ પહેલાં નેટ-પ્રેક્ટિસ બરાબર છે પણ સદાચાર નિયંત્રિત કામ પહેલાં વ્યભિચારવર્ધક કામ કોઈ પણ સંયોગમાં સ્વીકાર્ય કરી શકાય તેમ નથી. |

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25