Book Title: Haiya Ni Vat
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ 1 મહારાજ સાહેબ, સંપૂર્ણ સમાજમાં સ્ત્રીને પુરુષ કરતાં નીચું સ્થાને જ આપવામાં આવતું હોય એવું આપને નથી લાગતું ? શું સત્તામાં કે શું બજારમાં, શું સેનામાં કે શું શિક્ષામાં, શું કંપનીમાં કે શું ઑફિસમાં, સર્વત્ર આધિપત્ય પુરુષનું જ ! શા માટે આવો ભેદભાવ ? શા માટે આવો પક્ષપાત ? મને પૉતાને એમ લાગે છે કે સ્ત્રીઓએ પોતે જ આગળ આવીને પુરૂષોના આ આધિપત્યને પડકારવાની જરૂર છે. આપ આ અંગે શું કહો છો ? નિધિ, એક વાતનો તું જવાબ આપીશ ? શરીરમાં મતનું સ્થાન જે ઉપર છે અને પગનું સ્થાન જો નીચે છે તો એનો અર્થ તું શું એમ કહીશ કે કુદરતે શરીરની આવી રચના કરીને પગને અન્યાય કર્યો છે ? ના..મસ્તક્યું કાર્ય જો અલગ છે તો પગનું કાર્ય અલગ છે. મસ્તકનું કાર્ય જો આયોજન બનાવવાનું છે તો પગનું કાર્ય એ આયોજનને અમલી બનાવવાનું છે. મસ્તક જે વિચારી શકે છે તો પગ ચાલી શકે છે. મસ્તક જે શરીરને સુરક્ષિત રાખી શકે છે તો પગ શરીરને સક્રિય રાખી શકે છે. આનો અર્થ? આજ કે મસ્તકે પગના સ્થાને આવી જવાની જરૂર નથી તો પગેમરતકનું સ્થાનપેડાવી લેવાની બેવકૂફી કરવાની જરૂર નથી. તે જે પૂછાવ્યું છે એનો આ જ જવાબ છે. સમાજમાં પુરુષનું સ્થાન તને કદાચ “મસ્તક’ નું પ્રતિનિધિત્વ ધરાવતું હોવાનું લાગી રહ્યું હોય અને સ્ત્રીનું સ્થાન તને ‘પગ’નું પ્રતિનિધિત્વ ઘરાવતું હોવાનું લાગી રહ્યું હોય તો એમાં નથી તો તારે કોઈ અકળામણ અનુભવવાની જરૂર નથી તો તારે એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર સંપત્તિ આર્જિત કરવાની જવાબદારી ભલે રહીં પુરપ પાસે. એ જવાબદારી પોતાના શિરે લઈ લઈને, સંબંધને ટકાવી રાખવાની પોતાના શિરે રહેલ જવાબદારીમાંથી સીએ ફારગતિ લઈ લેવાની કોઈ જ જરૂર નચી. વાંચી તો છે ને તેં આ પંક્તિ? “કાગડો જ્યારે પોતાની સ્વાભાવિક ચાલ છોડીને હંસની ચાલ ચાલવા જાય છે ત્યારે હંરાની ચાલને તો એ પોતાની બનાવી શકતો નથી પણ પોતાની સ્વાભાવિક ચાલુપણ ગુમાવી બેસે છે.' નિધિ, આજે આ જ તો બની રહ્યું છે. પુરુષની સમોવડી બનવા ઘરની બહાર નીકળી ગયૅલ સ્ત્રી બજારમાં તો પોતાનું આધિપત્ય જમાવી શકી ની પરંતુ વરસૌથી ઘરમાં રક્ષ પોતાનું આધિપત્ય પણ ગુમાવી બેઠી છે. બાળકને એ સમય અને સંસ્કારો આપી શકતી નથી, પતિને પોતાના હાચની બનાવેલ રસોઈ એ જમાડી શકતી નથી, પરિવારના સભ્યો વરસે ઊભા ચતા સંઘર્ષોનું લાગણીના માધ્યમે એ સમાધાન કરી શકતી નથી, પોતાની ઉપસ્થિતિ માત્રચી ઘરમાં પ્રસગનતાનું વાતાવરણ એ સર્જી શકતી નથી. શું હું તને? ગુલાબ એ ગુલાબ છે અને મોગરો એ મોગરો છે. બસ, એ જ ન્યાયે પુરૂષ એ પુરુષ છે અને સ્ત્રીએ સ્ત્ર છે. નથી તો પુરુષ સ્ત્રીના અધિકારોમાં હસ્તક્ષેપ કરવા જેવો કે નથી તો સ્ત્રીએ પુરુષોનાં ક્ષેત્રોમાં ચંચુપાત કરવા જેવો. પુરુષ લગ્ન કરીને સાસરે રહેવાન ચાલ્યો જાય એમાં છે એનું ગૌરવ છે તો લગ્ન કરીને સ્ત્રી પિયરમાં ન રહી જાય એમાં એનું ગૌરવ છે. રસોડામાં દાખલ થઈ જઈને પુરુષ રસોઈ કરવા ન બેસી જાય એ જો એના માટે ઉચિત છે તો બજારમાં જઈને સ્ત્રી સોદામો કરવામાં વ્યસ્ત ન બની જાય એ એના માટે ઉચિત છે, નિધિ, શું શરીરમાં કે શું સમાજમાં, શું સંચામાં કે શું બજારમાં, વિષમતા ક્યારેય સંઘર્ષનું કારણ બનતી નથી. સંઘર્ષ તો ત્યારે જ ઊભો ચઈ જાય છે કે જ્યારે વિરોધિતા ઊભી થઈ જચ છે. પરવાના શરીર અને સ્ત્રીના શરીર વરચે વિષમતા છે ને? ચિંતા ન કરીશ. વિરોધિતા ઊભી ન થઈ જાય એનું દયાન રાખજે. સંવાદિતા જળવાઈને જ રહેશો.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25