________________
૧૦
મહારાજ સાહેબ,
સંયમજીવન એ જ આ સંસારમાં સારભૂત છે એ માન્યતા હૃદયમાં સ્થિર હોવા છતાં એ જીવન અંગીકાર કરવા જેટલું મારામાં સત્ત્વ પણ નથી અને એ જીવન પામવા માટે મનની જે નિર્મળતા હોવી જોઈએ એય મારી પાસે નથી. જીવન સંયમિત રહે, સુરક્ષિત રહે અને મન સમાધિમાં રહે એ ખ્યાલે લગ્નજીવનમાં પ્રવેશવાનો મેં નિર્ણય લઈ જલીધો છે.
મારાં મમ્મી-પપ્પા મને પૂછી રહ્યા છે કે તારા માટે છોકરો જે પસંદ કરીએ એ સંયુક્ત કુટુંબમાં રહેતો હોય એવો પસંદ કરીએ કે વિભક્ત કુટુંબ જેની પસંદગી હોચ એવો પસંદ કરીએ ? આ બાબતમાં હું કોઈ સ્પષ્ટ નિર્ણય કરી નથી શકતી.
હું સમજું છું કે અમારા સંસારના વ્યવહારોમાં આપને કોઈ જ રસ ન હોય છતાં મારા હિતને આંખ સામે રાખીને આ બાબતમાં આપ જો કંઈક માર્ગદર્શન આપી શકતા હો તો આપના તરફથી એ માર્ગદર્શન હું ઝંખું છું.
ગોચરી અનુકૂળ નથી મળી, પ્રતિકૂળ જગા પર બેસવું પડ્યું છે. ઊંઘમાં ખલેલ પણ પહોંચી છે. અરે ! સ્વાધ્યાયયોગમાં પણ ક્યારેક રુકાવટ ઊભી થઈ છે અને એ છતાં ય મને વિશાળ સમુદાયમાં રહેવાનું જ ગમ્યું છે કારણ કે એ સમુદાયે જ મારી યુવાન વયને નિષ્કલંક રાખી છે, એ સમુદાયે જ મારી આંખના શરમના જળની સુરક્ષા કરી છે, એ સમુદાયે જ મારા મનના ભાવોની માવજત કરી છે અને એ સમુદાયે જ કટોકટીની પળોમાં હૂંફ અને વાત્સલ્ય આપવા દ્વારા મને સંયમજીવનમાં ટકાવી રાખ્યો છે.
પ્રિયંકા,
સંયુક્ત કુટુંબમાં વેઠવી પડતી અગવડોને તું જો ગીણ કરી શકે તો એમાં રહેવાના કારણે મળતા આ બધા લાભોની કોઈ કિંમત આંકી શકાય તેમ નથી. સંયુક્ત કુટુંબમાં સાસુની કચકચ જ સાંભળવી નથી પડતી, સાસુ તરફથી હૂંફ પણ મળે છે, સસરાનું સુરક્ષાછત્ર પણ મળે છે, માંદગીમાં અને મૂંઝવણમાં પરિવારજનોની હૂંફ અને માર્ગદર્શન પણ મળે છે અને સૌથી મુખ્ય લાભ તો યુવાનીજન્ય સ્વેચ્છાચાર પર સહજ જ મુકાઈ જતાં નિયંત્રણો મળી રહે છે.
*
Ae
પ્રિયંકા,
બે વાત છે. સંયુક્ત કુટુંબમાં અગવડ જરૂર છે પણ સંચમિત જીવન અને સુરક્ષિત જીવનની ત્યાં બાંહેધરી છે જ્યારે વિભક્ત કુટુંબમાં સગવડો પાર વિનાની છે પણ સંયમને બદલે ત્યાં સ્વેચ્છાચાર વધુ વકરે અને સુરક્ષા પર કાચમ ખતરો તોળાતો રહે એવી ઘણી મોટી સંભાવના છે.
:
તારા સંસારનો તો મને એવો કોઈ અનુભવ નથી પરંતુ મારા સંયમજીવનના અનુભવની તને વાત કરું તો મેં વિશાળ મુનિઓની ઉપસ્થિતિમાં જે સુરક્ષા અનુભવી છે, પ્રસન્નતા અનુભવી છે અને પવિત્રતા અનુભવી છે એ સુરક્ષા, પ્રસન્નતા અને પવિત્રતા નાનકડા સમુદાય વચ્ચે નથી જ અનુભવી.
અલબત્ત, વિશાળ સમુદાયમાં રહેવામાં અગવડો ઘણી બધી વેઠવી પડી છે.
30
સંયુક્ત કુટુંબમાં તારા પતિનો યુવાન મિત્ર ઘરમાં આવીને તારી સાથે અણછાજતી મરતી-મજાક નહીં જ કરી શકે. તું પોતે ખુદ તારા પતિની અનુપસ્થિતિમાં ટી.વી. પર ગમે તેવા ઉત્તેજક પ્રોગ્રામ નહીં જ જોઈ શકે. તારી સખીઓ સાથે કલાકો સુધી તું મોબાઇલ ફોનમાં વાતો નહીં જ કરી શકે. હલકી કોટિનું અશ્લીલ સાહિત્ય તું વાંચી તો નહીં શકે પણ તારા ઘરમાં એવું સાહિત્ય પ્રવેશ પણ નહીં શકે, અરે, ખુદ તારા પતિ સાથે તારો વ્યવહાર તારે સંયમિત રાખવો પડશે.
પ્રિયંકા,
હું તને ઓળખું છું. શીલ-સદાચાર અને સંસ્કારો તને પ્રિય છે. મર્યાદા તને ગમે છે. મનની વૃત્તિ તારી ઉદાત્ત છે. સદ્ગુણો તારી પસંદગી છે અને એટલે જ મને વિશ્વાસ છે કે વરની અને ઘરની પસંદગીની બાબતમાં તું જરાય ચાપ નહીં જ ખાય.
Je