Book Title: Haiya Ni Vat Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 5
________________ " મહારાજ સાહેબ, એક પ્રશ્ન મનમાં હોંડાની જેમ ડોકાયા કરે છે. બધાં જ નિયંત્રણો શા માટે સ્ત્રીઓ પર જ હોકી દેવામાં આવ્યા છે ? પુરષો પર એવા નિયંત્રણોનો કેમ આરહ રાખવામાં આવતો નચી ? શું રાતના એકલી યુવતીએ જ બહ્મર નહીં નીકળવાનું? શું યુવતીએ એકલી જ મચદાસાભર વસ્ત્રો પહેરવાનાં ? શું એકલી યુવતીએ જ મર્યાદામાં રહેવાનું ? પુરુષો માટે - યુવાનો માટે આમાંના એકૅચનો આરાહ નહીં? શા માટે ? દર્શના, તારો આક્રોશ હું સમજી શકું છું છતાં એક વાત તરફ હું તારું ધ્યાન ખાસ દોરવા માગું છું. ક્યારેય તારા સાંભળવામાં એવું આવ્યું ખરું કે “રસ્તા પરથી પસાર થઈ રહેલ એક ગરીબ યુવક લૂંટાઈ ગયો !” ના, આવા સમાચાર તારો કાને ક્યારેય નહીં આવ્યા હોય પણ ‘ત્રિના અંધકારમાં એકલી જઈ રહેલ યુવતી બળાત્કારનો શિકાર બની ગઈ" આવા સમાચાર તો તારા કાને અનેકવાર આવ્યા જ હશે. આનો અર્થ? આ જ કે સંપત્તિ વિનાનો યુવક ભલે લુંટાતો નથી પણ રૂપ વિનાની યુવતી પણ ચુંગાઈ તો શકે જ છે. વાસ્તવિકતા આ હોવાના કારણે જ યુવતી પર વધુ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. અલબત્ત, આનો અર્થ તું એવો ન સમજી બેસતી કે યુવકોને માતેલા સાંઢની જેમ બધે જ રખડવાની છૂટ છે. ના. એમને ય નિયંત્રણમાં રહેવાનું છે છતાં યુવતીને જે જોખમ શરીર પર છે એ જોખમ યુવકોપર ન હોવાના કારણે એનાપર યુવતીનો જેટલાં નિયંત્રણ નથી. બાકી દર્શના, એક વાત તને પૂછું ? નિયંત્રણોની તને આટલી બધી એલર્જી કેમ છે ? શું નિયંત્રણો કાયમ માટે ખરાબ જ હોય છે ? હેરાન કરનારાજ હોયછે? નુકસાનકારક જ હોય છે? ત્રાસદાયક જ હોય છે? એમ તો નદી પણ કિનારાના નિયંત્રણમાં હોય જ છે ને ? એમ તો ઝવેરાત પણ તિજોરીના નિયંત્રણમાં હોય જ છે ને ? એમ તો બગીચો પણ માળના નિયંત્રણમાં અને ખેતર પણ વાકના નિયંત્રણમાં હોંચ છે ને ? ચોર પણ પોલીસના નિયંત્રણમાં અને વકીલો પણ ચારચાધીશના નિચંગણામાં હોય છે ને? અરે, દેશ આખો બંધારણના નિયંત્રણમાં છે જ ને? શું આ નિયંત્રણો નુકસાનકારક પુરવાર થયા છે ? ના, કિનારાના નિયંત્રણે નદીને વિનાશ વેરતી રોકી છે તો તિજોરીના નિયંત્રણે ઝવેરાતને સલામતી બક્ષી દીધી છે. માળીના નિયંત્રણ હેઠળ બગીચો પોતાનું ગૌરવ જાળવી શક્યો છે તો વાડના નિયંત્રણે ખેતરના પાકને સુરક્ષિત રાખી દીધો છે. પોલીસના નિયંત્રણમાં ચોર કાબૂમાં રહ્યો છે તો ન્યાયાધીશના નિયંત્રણમાં કોર્ટરૂમ સલામત રહી ગઈ છે. અને બંધારણના નિયંત્રણમાં દેશમાં અરાજકતા ફેલાતી અટકી ગઈ છે, અટકી રહી છે. ( દેશના, આનો અર્થ તું એવો ન સમજી બેસતી કે હું તમામ પ્રકારનાં નિયંત્રણોનો હિમાયતી છું. ના, જે નિયંત્રણો વ્યક્તિના વિકાસને જ રૂંધી નાખે છે, જે નિયંત્રણો વ્યકિતની અંદર રહેલ શુમિ'ને પ્રગટ થતા જ રોકે છે, જે નિયંત્રણો વ્યકિતમાં પડેલ અનંત સંભાવનાઓ પર પૂર્ણવિરામ જુ મૂકી દે છે, જેનિયંત્રણો વ્યક્તિને જીવન જીવવા નહીં પણ ઢસડવા મજબૂર કરી દે છે એવાં નિયંત્રણોનો હું હિમાયતી નથી જ. ટૂંકમાં, હું અસમ્યકુ નિયંત્રણોનો વિરોધી જરુર છું પણ સમ્પનિયંત્રણોનો પક્ષપાતીપણ મૈટલો જ છું. તને શીરાની જેમ ગળે ઊતરી જાય એવા શબ્દોમાં કહું તો જે વાડ છોકને વિકસવા જ ન દે એવાં નિયંત્રણોનો જો હું વિરોધી છું તો જે છૂટછાટ છોકને ઉખેડી નાખવામાં પશુઓને સફળતા અપાવી દે એવી છૂટછાટોનો ચહું વિરોધી છું, સંદેશ સ્પષ્ટ છે. વ્યક્તિત્વને મૂઝાવી દે એવાં નિયંત્રણો નહીં, મૂલ્યોની રમશાનયાત્રા કાઢી નાખે એવી છૂટછાટ નહીં!Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25