Book Title: Haiya Ni Vat
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 6
________________ મહારાજ સાહેબ, કૉલેજના બીજા વર્ષમાં છું હું. એક બાજુ ઉંમર છે મારી ૧૮ આસપાસની તો બીજી બાજુ કૉલેજનું વાતાવરણ ન સમજી શકાય એ હદે ભભકાદાર છે. મન એમ કહે છે કે આ વાતાવરણમાં ભળી જઈને જલસા કરી લેવા જોઈએ. અંતઃકરણ એમ કહે છે કે સંસ્કારોની માવજત થવી જોઈએ. હું પોતે નિર્ણય નથી કરી શકતી કે કરવું શું ? સાવધગીરી શી રાખવી ? આ અંગે આપના તરફથી નક્કર માર્ગદર્શનની અપેક્ષા છે. વિરતિ, ચિનગારી તો તે જોઈ છે ને ? પવનની એક નાનકડી લહેરખી આવે છે અને એ બુઝાઈ જાય છે પણ એ જ ચિનગારી લાકડા રૂ કે પેટ્રોલના સહારે જો દાવાનળમાં ૨૦ પુરવાર થાય એવી પૂરી શક્યતા છે અને યુવાન વિજાતીય પાત્ર સાથેનો અતિ પરિચય પતનની ગર્તામાં ધકેલી દે એવી પૂરી શક્યતા છે. હું કૉલેજમાં ગચો ભલે નથી પણ કૉલેજના વાતાવરણની જાણકારી મારી પાસે પૂરેપૂરી છે. ત્યાં પવિત્રતા માટે જોખમી બની રહેતા એકાંત, અંધકાર અને અતિ પરિચય, આ ત્રણેય પરિબળોનો પુરવઠો હંમેશાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય જ છે. જો સાવધગીરી રાખવામાં ન આવે તો કોઈ પણ પળે તું જે શીલ-સદાચાર અને સંસ્કારને મૂડી માની રહી છે એનો સફાયો બોલાઈને જ રહે એ શંકા વિનાની વાત છે. વિરતી, એક વાત તરફ હું તારું ધ્યાન દોરું ? રસ્તા પર જે પણ અકસ્માતો થાય છે એ અકસ્માતોમાં બંને ડ્રાઇવરોની જ ભૂલ હોય છે એવું નથી. ભૂલ એક ડ્રાઇવર કરે છે અને બીજા ડ્રાઇવરને એના શિકાર બનવું પડે છે અને કદાચ જાનથી પણ હાથ ધોઈ નાખવા પડે છે. ૩ રૂપાંતરિત થઈ જાય છે તો પછી વાવાઝોડાનો પવન પણ એને બુઝવી શકતો તો નથી પરંતુ એ પવનના સહારે એ વધુ પ્રજ્જવલિત બનીને ચારેકોર ફેલાઈ જાય છે. ૧૮ વરસની તારી વય એ જો ચિનગારીનું પ્રતિનિધિત્વ ધરાવે છે તો કૉલેજનું ઘમાકેદાર વાતાવરણ એ પવનની લહેરખીનું નહીં પણ વાવાઝોડાના પવનનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જો એના સકંજામાં તું આવી ગઈ તો સંસ્કારોનો તારો વારસો જાળવી રાખવાની બાબતમાં તારે નાહી નાખવાનું જ રહે છે. એ અંગે તેં જ્યારે નક્કર માર્ગદર્શન માગ્યું જ છે ત્યારે હું અહીં તને કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો જણાવવા માગું છું. વિરતી. શરીર માટે વાત-પિત્ત-કફની વિષમતા જો જોખમી છે, મન માટે જો બેકાબૂ કામ-ક્રોધ-લોભ ખતરનાક છે તો શીલ-સદાચાર અને સંસ્કારોની સુરક્ષા માટે એકાંત-અંધકાર અને અતિપરિયા ભયંકર છે. એકાંત અને એથ યુવાન વિજાતીય પાત્ર સાથેનું-વિસ્ફોટક પુરવાર થાય એવી પૂરી શક્યતા છે. અંધકાર અને એમાં યુવાન વિજાતીય પાત્રનો સહવાસ, બૉમ્બરૂપ આ વાત હું તને એટલા માટે જણાવી રહ્યો છું કે બની શકે કે તારું હૃદય એકદમ પવિત્ર હોય અથવા તો તું જે વિજાતીય યુવક સાથે એકાંત અંધકાર કે અતિ પરિચયમાં આવતી હોય એનું હૃદય એકદમ પવિત્ર હોય; અરે, બંનેનું હૃદય એકદમ પવિત્ર અને નિર્દોષ હોય પણ એકાંત-અંધકાર અને અતિ પરિચય એ એવાં પરિબળો છે કે જે કોઈ પણ પળે અંદરમાં બેઠલા પશુનેબહાર લાવી દે અને કહ્યું ન હોય એવું પતન સર્જીને જ રહે. ઝાકળના ટીપાંએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો સૂર્યના તડકા સાથે દોરતી કરી લેવાની પોતાની ઝંખના પર પૂર્ણવિરામ મૂકી જ દેવું જોઈએ. કૉલેજના વિલાસપ્રચુર વાતાવરણમાં તું જો તારાં શીલ-સદાચાર-સંસ્કારનો વારસો જાળવી રાખવા માગે જ છે તો મનને ગમતું હોય તો એકાંત-અંધકાર અને અતિ પરિચય – આ પરિબળોચી જાતને દૂર જ રાખજે. ફાવી જઈશ.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25