Book Title: Gyandhara 12 Sarjakni Vichar Srushti
Author(s): Gunvant Barvalia
Publisher: Pravin Prakashan P L

View full book text
Previous | Next

Page 3
________________ જ્ઞાનધારા) સર્જકની વિચારસૃષ્ટિ) : સંપાદકીય શ્રુતજ્ઞાનને અભિનંદના અહમ સ્પિરીચ્યુંઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણપુર જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર દ્વારા ૧૪-૧૫ ફેબ્રુઆરીના પારસધામ, ઘાટકોપર મુકામે યોજાનાર જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૨ માટે ગૌરવવંતા ગ્રંથના સંદર્ભે ‘સર્જકની વિચારસૃષ્ટિ' એ વિષય માટેના પ્રાપ્ત શોધપત્રો-નિબંધોને ગ્રંથસ્થ કરી “જ્ઞાનધારા” રૂપે પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવે છે. આ જ્ઞાનસત્રનો ‘ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા' વિષય પર પ્રાપ્ત વિદ્વાનોના શોધપત્રોને અલગ પુસ્તકમાં પ્રકાશિત કર્યા છે. અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ - મુંબઈના મુખત્ર “જૈન પ્રકાશ'ના શતાબ્દી પ્રસંગે શ્રી બૃહમુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘ પ્રેરિત આ જ્ઞાનસત્રને સફળ બનાવવા બન્ને સંસ્થાના પ્રમુખ શ્રી મગનલાલ હરિલાલ દોશી અને શ્રી પ્રાણલાલ રામજીભાઈ શેઠ વેકરીવાળાનું સતત માર્ગદર્શન મળ્યું છે. સમગ્ર આયોજન માટે ખીમજીભાઈ છાડવા, બકુલભાઈ ગાંધી, રજનીભાઈ ગાંધીનો આભાર માનું છું. પારસધામ-ઘાટકોપરના ટ્રસ્ટીઓનો ઋણ સ્વીકાર કરીએ છીએ. વિદ્વત્તાપૂર્ણ શોધપત્રો અને નિબંધો પાઠવનાર વિદ્વાનોનો આભાર. ગ્રંથના સમયસર પ્રકાશન કાર્ય માટે પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. - રાજકોટના શ્રી ગોપાલભાઈનો આભાર. ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). ગુણવંત બરવાળિયા તા. ૧૫-૦૧-૨૦૧૫ શ્રુતજ્ઞાન તુજને આજ મારા ભાવભર્યા નમસ્કાર છે, ને સમ્યક રૂપે પરિણામો એ ભાવ વારંવાર છે; મને પ્રકાશ દીધો મુક્તિમાર્ગે તારો મહા ઉપકાર છે, ને હજુએ તારી હાજરી પૂર્ણ મને કરનાર છે... N

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 100