Book Title: Gujratna Aetihasik Lekho Part 1
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 16
________________ પ્રસ્તાવના “ આદર્યા અધૂરાં રહે, ને હરિ કરે સે હૈાયઃ”—ર્ષો પહેલાં મારા સહાધ્યાયી સ્વ. શુજિતરામ વાવાભાઇ મહેતાને ગુજરાતના ઇતિહ્રાસનાં સાધને ભેળાં કરવાનો વિચાર સ્ફુર્યો હતા. તેમણે સમય તથા સ્થળની સાનુકૂળતા મળતી ગઈ તેમ તેમ તેનાં સાધના સંબધી ટુંક નોંધ, ઉતારા, તથા વિવેચને ટપકાવવા માંડ્યાં અને થોડા સમયમાં ચાર દળદાર પુસ્તકા ભરાવા આવ્યાં. તેઓના અકાળ અવસાનને લીધે તે પ્રવૃત્તિ અધુરી રહી અને શ્રીફાર્મસ સભાએ તે પુસ્તકો ખરીદી લઈ તેના સદુપયોગ માટે સ્વાધીન કર્યાં. ત્યારબાદ તે પુસ્તફાની મદદથી તેમ જ તે વિષયનાં પ્રસિદ્ધ થએલાં બીજાં પુસ્તક ઉપરથી ગુજરાતના ઇતિહાસને ઉપયોગી થઈ પડે તેવા લેખ પ્રશસ્તિ, તામ્રપત્ર, વિગેરે સંગ્રહિત કર વાનું કામ સ્વ. સાક્ષર શ્રી ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીને સોંપવામાં માન્યું. એક એ વખ્ત આ બાબતમાં તેઓશ્રીએ મને બેાલાવ્યે હતેા અને પુસ્તકે વગેરેની યાદી કરી આપી હતી. પ્રસ્તુત કાર્યમાં કોઈ પણ ચાકસ પ્રગતિ થઈ તે પહેલાં તેઓશ્રી પણ સ્વર્ગસ્થ થયા અને પરિણામે ઇ. સ. ૧૯૨૪ ની આખરમાં આ કાર્ય મને સેાંપવામાં આવ્યું. મેં તે કાર્ય સ્વીકાર્યું કે તરતમાં જ મને મંદાગ્નિ વિગેરે દેખીતી નમ્ર પણ હવાફેર તેમ જ ખાવાપીવાની પહરેજી વિગેરેથી કષ્ટથી નિર્મૂળ થાય તેવી વ્યાધિ લાગુ પડી. દોઢ બે વર્ષ બીલકુલ પ્રગતિ થઇ શકી નહીં અને ત્યાર બાદ જ્યારે બધા સંગ્રહ પૂરા થઈ રહેવા આવ્યા ત્યારે એટલે ઇ. સ. ૧૯૩૦ આખર ફરી હું અકસ્માતમાં સપડાયા અને અસ્થિભગને પરિણામે લાંબે વખત પથારીવશ રહેવું પડ્યું. ઉપર બતાવેલા બે કરૂણ કિસ્સાથી પડેલે શિરસ્તે મારા પરત્વે પણ સાચા પડશે કે શું એમ ઘડીભર માનસિક નિર્બળતાને લીધે શંકા પણ થઈ. પણ આટલાં આટલાં વિઘ્ન છતાં આ કાર્ય મારે હાથે જ પૂર્ણ થવાનું નિર્માણુ થયું હશે, તેથી તેમ જ સંપૂર્ણ પ્રભુકૃપાથી આખરે આ પ્રથમ વિભાગ ઇતિહાસપ્રેમી જનસમાજ પાસે રજુ કરી કૃતકૃત્યતા અનુભવું છું. કાર્પસ ઇક્રિપશીએનમ ઇંડિકારસ એપિગ્રાફિયા ઈંડિકા, એપિગ્રાફિયા મસ્લેમિકા જેવાં માત્ર લેખેની જ પ્રસિદ્ધિ માટે ચાલુ ચાપાનીઆં અસ્તિત્વમાં હાવા છતાં ગમે માર્રસક્રામાં છૂટાછવાયા લેખે પ્રસિદ્ધ થએલ છે. તે બધાંના બધા અંકે તપાસી જેટલા જાણી શકાયા તેટલા લેાના આમાં સંગ્રહ કરવામાં આવેલ છે. તેમ છતાં માહિતીના અભાવથી કાઈ લેખે રહી ગયા હાય, એ સંભવિત છે. પણ તેટલા માટે આ સંગ્રહ તરફ દોષની દૃષ્ટિએ નહિ શ્વેતાં સહુકારવૃત્તિથી તેવા લેખે તરફ ધ્યાન ખેંચવામાં આવશે તે ઉપકાર સહિત નાંથી લેવામાં આવશે. મા સંજોગે પ્રથમથી જ જાણવામાં હતા તેથી આ ગ્રંથને રિઅન ખાઈન્ડીંગમાં રાખવાની મેં સૂચના કરી હતી. પણ ખર્ચ વધી જવાને કારણે તેના સ્વીકાર થઇ શકયા નહીં. પરંતુ પ્રત્યેક વંશના લેખેાનાં પાનાંને અનુક્રમનબર જા રાખેલ છે તેમ જ દરેક લેખ પણ નવા પાને શરૂ કરવામાં આવેલ છે; જેથી જે વ્યક્તિઓને પેાતાના સંગ્રહ હરહમેશ સંપૂર્ણ રાખવાની ઇચ્છા હૈાય તેને નવા ઉપલબ્ધ લેખા ચેપગ્ય અનુક્રમમાં તથા સ્થળે ટાંકી દેવાય એવી સગવડતા છે. લેખેના અનુક્રમનખર માત્ર, ઉલ્લેખ કરવાની સાનુકૂળતા માટે, સળ'ગ રાખવામાં આવેલ છે. એટલે નવા લેખેના નંબર એ. બી. સી. એમ મૂળ નબર સાથે ઉમેરીને વાંચવાથી સંગ્રહના અનુક્રમ સાચવી શકાશે. આ મૂળ સંગ્રહ પ્રેસમાં ગયા બાદ નવા મળેલા લેખાનું લિસ્ટ પ્રતિવર્ષના ફાર્બસ સભાના રીપોર્ટમાં, વ્યવસ્થાપક મંડળને ચેાગ્ય લાગશે તે, પ્રસિદ્ધ કરવામાં આવશે. કેટલાક લેખનું અસ્તિત્વ જાણ્યા છતાં તેના માલિક પાસેથી તેને લગતી અથી હકીકત ન મળી શકવાથી અટકે ટુકી નાંધે તેઓએ "Aho Shrut Gyanam"

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 406