Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo Author(s): P C Patel Publisher: Ratrani Sanskrutik Trust View full book textPage 6
________________ ગુજરાતી ભાષામાં જગતના સાહિત્ય-સમ્રાટને ઉતારવાનો નમ્ર પ્રાય અમારી સંસ્થાએ આદરેલો છે, હજુ તે સિધુમાં બિંદુ જેટલું જ કામ થયેલું છે, આ ઉમદા કાર્યને યુવાન સાહિત્યકારોએ પ્રેમપૂર્વક ઉત્સાહથી આગળ ધપાવશે એવી શ્રદ્ધા છે. આ પુસ્તક વિશ્વસાહિત્યના રસિયાઓ માટે મનનીય છે. સંત અને જગતના સાહિત્ય-સમ્રાટેની પાવન પ્રસાદી આરોગવા મળવી એ એક અમૂલ્ય વહાવે છે. એ સીને અમારા કોટી કોટી વંદન! શ્રી. મગનભાઈ દેસાઈના સાથી મિત્ર અને વિશ્વસાહિત્યના રસિયા અભ્યાસી એવા શ્રી. કંચનલાલ સી. પરીખે આમુખ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, તથા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી. નવલભાઈ શાહ અને ડૉ. એમ. એમ. ભમગરાએ પોતાની શુભાશિષ-આશીર્વાદ અમારા આ પ્રકાશન પર વરસાવ્યા એ બદલ એમના ખાસ આભારી છીએ. અમારા આ કાર્યને સંતશ્રી કિરીટભાઈજી અને યોગાચા આદિત્ય ગીજીના આશીર્વાદ મળ્યા છે, તેથી ધન્યતા અનુભવીએ છીએ. તથા નવજીવન ટ્રસ્ટના પણ ખાસ આભારી છીએ. ડૉ૦ વિહારી પટેલ અને તેમના પરિવારે અમને જે સહકાર અને ઉત્સાહ આપ્યો છે, તે માટે તેમના પણ ખાસ –&ણી છીએ. આવું સુંદર પુસ્તક પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકની સેવા બજાવવાની અને સુંદર તક મળી છે તે માટે ધન્યતા અને સંતોષ અનુભવીએ છીએ. વિશ્વના સાહિત્ય-સમ્રાટની આ પવિત્ર વાણીનું મૂલ્ય ગુજરાતની નવી પેઢી સમજતાં શીખે તથા સાચી રીતે તેની આરાધના કરે એ જ પ્રાર્થના. છેવટે અમારાં પુસ્તકોને બિરદાવનાર રસિયા ગુજરાતી વાચકોને અમારે ખાસ યાદ કરવા ઘટે છે. માતૃભાષાથી સુસજજ એવા તે વાચકે વિના આવાં પ્રકાશનનું આજન કે નિયોજન શકય નથી. આજને ગુજરાતી વાચક ઝડપભેર ખીલતી જતી ગુજરાતી ભાષાનું સંતાન છે. તેની કસોટીમાંથી પાર ઊતરી તેની યત્કિંચિત્ સેવા બજાવવાની અમે અભિલાષા સેવીએ છીએ, તેને આનંદ જ અમને આગળ ધસવા માટે પ્રેરણા પૂરી પાડે છે. ગુજરાતને વાચક સુખી-સંસ્કારી સંપન્ન વર્ગ આવી ઉત્તમ કલાતીત ચોપડીઓ ગુજરાતીમાં પ્રકાશિત થયે જાય તે માટે એક યા બીજી રીતે જોઈને ટેકે ટ્રસ્ટને પૂરો પાડશે, એવી આશા સાથે વિરમું છું. રાતરાણ સાંસ્કૃતિક સ્ટ સનતભાઈ ડી. પટેલ રાજપથ કલબ સામે, અમદાવાદ-૧૫ પ્રકાશકPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 238