________________
૮
છે, ત્યારે માના ધાવણ જેવાં વધુ મીઠાં-મધુરાં લાગે છે. આ બધી પ્રસાદી શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગપાળદાસ પટેલ અને તેમના સાથીઓના તપની – યજ્ઞની પવિત્ર પ્રસાદી છે. તેને ગુજરાતી વાચકે ભરપટ્ટ આરોગવી જોઈએ.
મોટે ભાગે આ મહા-કથાઓની પ્રેરક અને રસિક પ્રસ્તાવના ગાંધીયુગના વિદ્વાન અને સમર્થ પુરુષો શ્રી. કાકાસાહેબ કાલેલકર, શ્રી મગનભાઈ દેસાઈ, શ્રી. ઠાકોરભાઈ દેસાઈ. શ્રી. કલ્યાણજીભાઈ મહેતા, શ્રી. વાસુદેવ મહેતા, શ્રી. નિરંજનભાઈ ધાળકિયા, શ્રી. વજુભાઈ શાહ, ડૉ૦ મેાતીભાઈ પટેલ, શ્રી. એમ. પી. ઠક્કર અને શ્રી.એસ આર. ભટ્ટ લખેલી છે. તે અને સંપાદક તથા પ્રકાશકનાં નિવેદને આ પુસ્તકમાં ટૂંકાવીને રજૂ કર્યાં છે. તે જોઈને આજના ગુજરાતી નવજુવાન જે તે મૂળ પુસ્તકો વાંચવા પ્રેરાશે એવી આશા અને શ્રદ્ધા છે.
ગાંધીયુગે માતૃભાષા ગુજરાતીના ખેડાણને જે વેગ આપ્યો છે, અને તેને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવી તેને માટે ઉચિત ખેડાણનાં જે દ્વાર માકળાં કરી આપ્યાં છે, તે લાભ દેશની બીજી કોઈ ભાષાને હજી મળ્યા નથી. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેાપાળદાસ પટેલે વિશ્વ-સાહિત્યની મુખ્ય મુખ્ય કૃતિઓ ગુજરાતી વાચકને ભેટ આપીને બહુ મેટો ઉપકાર કર્યો છે. આવા બધા તપસ્વી સેવકોને લીધે ગુજરાતી ભાષા સૌ દેશભાષાઓમાં સહેજે આગળ રહી છે – અને રહેા! આવા મહા-માનવા સાથે કામ કરવાના અને તેમને આજીવન સત્સંગ સેવવાના અલભ્ય લાભ મને મળ્યા છે, તે માટે પરમાત્માને ધન્યવાદ આપું છું અને તે સૌને કોટી કોંટી વંદન કરું છું.
પરિવાર પ્રકાશન મંદિરે જે પાયાની પ્રશંસનીય કામગીરી કરી છે, તેના લાભ સમસ્ત પ્રજાને સુલભ કરી આપવા ‘રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે મંગલ-પ્રારંભ કર્યો છે. તેનું આ પાંચમું સુગંધીદાર પુષ્પ છે. આ પુસ્તકનું પ્રકાશન કરનાર પ્રકાશક શ્રી. અનંતભાઈ પટેલ અને સંસ્થાના ખાસ આભારી છું. આવા ઉપયોગી પ્રકાશન માટે ગુજરાતી વાચક પ્રકાશન સંસ્થાને ધન્યવાદ આપશે. તથા વિશ્વના સાહિત્ય-સમ્રાટોનો હૃદયથી આભાર માનશે.
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી. નવલભાઈ શાહ, શ્રી. કંચનલાલ સી. પરીખ, ડૉ. એમ. એમ. ભમગરા અને યોગાચાર્યશ્રી આદિત્ય યાગીજીએ પેાતાના આશીર્વાદ આ પુસ્તક પર વરસાવ્યા છે, એ માટે એમના ખાસ આભારી છું.