________________
શેાધવું મુશ્કેલ પડશે. વિકટર હ્યુગા, ચાર્લ્સ ડિકન્સ અને ટૉલ્સ્ટૉયથી હું અને મારા સાથી સારી રીતે પ્રભાવિત થયા છીએ. ગાંધીજી, શે। અને સરદારની તે। અમને મસ્તી જ ચડી છે. માનવધર્મને જેણે પીધા હોય તેવા વિશ્વના મહાપુરુષોના મસ્તીના સર્વશ્રેષ્ઠ તરંગા આ સાહિત્યમાં પડેલા છે. જે તરસ્યા છે, તથા જેને પોતાની તરસ છીપાવવાની આતુરતા છે, તે તે માત્ર એટલું જ કહે છે કે, અમે તો તરસ્યા છીએ, અમારે તે। આ બધું સાહિત્ય વધુને વધુ જોઈએ. ગુજરાતના લેખકોને આ મોટો પડકાર છે. ગાંધીજીએ ૧૯૩૬માં સાહિત્ય પરિષદના મંચ પરથી આવા સાહિત્યની જાહેર માગણી કરી હતી. ગુજરાતે પાતાનું વહેણ લક્ષ્મી તરફથી ફેરવી સાહિત્ય કળા અને સંસ્કૃતિ તરફ વાળવું જોઈશે.
જગતના મહાન કથાકારોમાં ટૉલ્સ્ટૉય, ફૂગા, ડૂમા, ડિકન્સ, સ્કોટ, ડસ્ટયેસ્કી, આનાતાલ, ગેાવર્ધનરામ,કૃશ્ન ચન્દર, આશા, ગાંધીજી, કબીર, નાનક, દાદૂ, પલટૂ, દરિયા અને મલૂકદાસ મશહૂર સંતા કે લેખકો જ ન હતા; પરંતુ પરમ તત્ત્વ – પરમ સત્ય – પરમાત્માનું દર્શન કે સાક્ષાત્કાર કરનારા આર્ષદૃષ્ટા ઋષિઓ હતા. તેમણે પેાતાને થયેલું દર્શન અર્થાત્ પોતાને લાધેલું સત્ય અન્ય જીવાને અવગત કે ઉપલબ્ધ કરાવવા કથાવાર્તાનું માધ્યમ સ્વીકાર્યું હતું.
-
–
એ સાહિત્ય-સમ્રાટો અને સંતાની વાણી દરેક પ્રજાના અમૂલ્ય વારસારૂપ તથા ખજાનારૂપ છે. દરેક પ્રજાએ એ અમૂલ્ય વારસા જીવંત રાખવા બધી રીતના પ્રયત્ન કરી જવા જોઈએ. તેમાંની એક રીત તે મહા માનવકથાઓને જે તે લેાકભાષામાં અનુવાદ કરવાની છે.
આ મહાન સાહિત્ય સમ્રાટો અને સંતાની વાણી-બુદ્ધિના – અંતરને મેલ ધાઈ કાઢવા માટે સાબુરૂપ છે. તે વાણીમાં તે મહાપુરુષનું અંતર ઠલવાયેલું હાય છે. તેના જેટલા સંગ કરીએ તેટલા ઓછા. વિવિધ દેશોના જુદા જુદા મહા-માનવાએ પોતાને ત્યાં પ્રચલિત પ્રાચીન પ્રાદેશિક ભાષામાં આ મહાકથા રચી છે. ગુજરાતી વાચકને તે મહા-કથાઓના ભાવ સમજવા સુગમ થાય તેવી સુંદર રીતે આ ક્થાના સંક્ષેપા શ્રી, ગાપાળદાસ જીવાભાઈ પટેલે ગુજરાતની પ્રજાને સુલભ કરી આપ્યા છે. આજના યુગમાં આવી કૃતિ વધુને વધુ લેાકપ્રિય થતી જાય છે. એ બતાવે છે કે, માનવ-કલ્પનામાંથી ઉદ્ભવેલી સર્વોત્કૃષ્ટ કૃતિ એ સમગ્ર માનવજાતના મહાન વારસા છે, અને તેમાંય આવાં બધાં પરદેશી પુસ્તકો માતૃભાષા દ્વારા વાંચવા મળે