Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo Author(s): P C Patel Publisher: Ratrani Sanskrutik Trust View full book textPage 7
________________ ૧૬૮ તીર્થોમાં સ્નાન કરીને પાવન થાવ” [સંપાદકનું નિવેદન] ગાંધી-યુગના રાષ્ટ્રીય કેળવણીકારો, સ્વતંત્ર વિચારકો અને સંનિષ્ઠ રચનાત્મક કાર્યકરા તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. વિઠ્ઠલદાસ કોઠારી અને શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલનાં નામેા ગુજરાતમાં ખૂબ જાણીતાં છે. ગૂજરાત વિદ્યાપીઠની તેમની ક્રાંતિકારી – પ્રાણવાન અને યશસ્વી કામગીરી, તેમનાં પ્રેરક પુસ્તકો અને પેાતાના વિદ્યાર્થીએ સ્નાતક-સેવકો ગુજરાતમાં ડાંગથી સાબરકાંઠા અને દેશ-વિદેશ સુધી રોપી દઈને જનતાં જનાર્દનની અમૂલ્ય સેવા કરી છે. સને ૧૯૫૦ના અરસામાં એક દિવસ શ્રી. મગનભાઈ દેસાઈએ મને બાલાવીને કહ્યું, “પુ છેા પટેલ | પચાસ વર્ષ બાદ અંગ્રેજી અને બીજી વિદેશી ભાષા સારી રીતે જાણનારા ગુજરાતમાં બહુ ઓછા લેાકેા હશે. વિદેશી ભાષાઓમાં જે ઉત્તમ સાહિત્યના ખજાને પડેલા છે, તેને આપણે ભાવિ પેઢીઓ માટે ગુજરાતમાં લાવવા જોઈએ. એ બધું વિશ્વ-સાહિત્ય ઉત્તમ રીતે ગુજરાતીમાં લાવવા માટે તમેા શ્રી. ગોપાળદાસ પટેલની સેવા લઈ શકે છે. તેએ વિશ્વસાહિત્યની કથા-કલામાં સિદ્ધહસ્ત નીવડેલા સ્વતંત્ર મિજાજના લેખક – અનુવાદક છે. આ કાર્યમાં તમને અને પરમ આનંદ મળશે. તથા તમારું અને સાથી ધન્ય થઈ જશે.” યશભરી સફળતા, સંતાષ કાર્યકરોનું જીવન ધન્ય આમ શ્રી. મગનભાઈ દેસાઈની પ્રેરણાથી આવ્યું પરિવાર પ્રકાશન મંદિર” જેણે ગીતા, ઉપનિષદ, વિવિધ ધર્મગ્રંથા, સંતોની વાણી, ગાંધીજી, સરદાર અને ગેાવર્ધનરામના સાહિત્ય ઉપરાંત વિશ્વ-સાહિત્યનાં ગણનાપાત્ર પુસ્તકોના અનુવાદોના ઢગલા વાળી દીધા. જેમ વૃક્ષ પેાતાનાં ફૂલામાં ઝરી જાય છે, તેમ શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી, ગાપાળદાસ પોતાના વિદ્યાર્થી અને પુસ્તકોમાં ઝરી ગયા છે. જેને પાતાની અંદર પડેલી વીણાને ઝંકૃત કરવી છે, તેમણે આ બધું સાહિત્ય રસથી જોવું જોઈએ. આજના નવજુવાનને પરિવાર જેવું સુંદર સાહિત્ય બીજે ६Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 238