Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo Author(s): P C Patel Publisher: Ratrani Sanskrutik Trust View full book textPage 4
________________ પ્રકાશકનું નિવેદન “ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે!” એ પુસ્તક પ્રસિદ્ધ કરતાં અત્યંત આનંદ અને ગૌરવ અનુભવ થાય છે. આનંદ એ વાતને કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ૧૯૩૬ની સાહિત્ય પરિષદના મંચ પરથી મશહુર અંગ્રેજ લેખક ચાર્લ્સ ડિકન્સનું નામ દઈ જેની જાહેર માગણી કરેલી તેવા સુંદર, સચિત્ર અને સુરમ પુસ્તકને ઘધ શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતમાં પરિવાર સંસ્થા દ્વારા વહેવડાવ્યો છે. બાપુએ કહ્યું હતું, “પિતાની ભાષા છોડીને પરભાષા દ્વારા બધો વ્યવહાર ચલાવે એ કઈ કંગાળ મુલક છે કે? એટલે જ આપણો મુલક કંગાળ રહ્યો અને આપણી ભાષા રાંડરાંડ રહી. અંગ્રેજીમાં તો, એક પુસ્તક ફ્રેન્ચ કે જર્મન ભાષામાં એવું ન હોય કે જે બહાર પડવું કે થોડી જ વારમાં એનું અંગ્રેજી ભાષાંતર ન થયું છે. એટલું જ નહિ, ત્યાં તે બાળકને માટે પણ ઉત્તમ પુસ્તકોના અઢળક સંપ તૈયાર થાય છે. ડિકન્સને બચ્ચાંઓ વાંચી શકે? છતાં ત્યાં તો બચ્ચાંને માટે પણ ડિકન્સના ગ્રંથમાંથી સરળ ભાષામાં સાહિત્ય આપવામાં આવે, જેથી બાળપણથી ભાષાની રસિકતાને ખ્યાલ તેને આવવા માંડે, મને બતાવે, આવું ગુજરાતીમાં શું છે? જે હોય તો હું તેનાં ઓવારણાં લઉં.” અને ગૌરવ એ વાતનું કે, કાતદર્શી ગાંધીવાદી સ્વતંત્ર વિચારક, સત્યાગ્રહની મીમાંસા' અને ગીતા-ઉપનિષદેના લેખક, રાષ્ટ્રીય કેળવણીકાર, અને “સત્યાગ્રહ”પત્રના વિદ્વાન તંત્રીશ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી શ્રી. ગેપાળદાસ પટેલ, શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ, શ્રી. ધુરંધર, શ્રી. કમુબહેન પટેલ, શ્રી. પુત્ર છો૦ પટેલ અને તેમના મિત્રે અને સાથીઓના ઉત્સાહથી ઈ.સ. ૧૯૬૨ માં વિશ્વ-સાહિત્ય ગુજરાતી ભાષામાં ઉતારવાની પ્રવૃત્તિ સેવાભાવનાથી શરૂ થઈ. “મિરાબ્લ', “નાઈન્ટી શ્રી', લાકિંગમેન', “ટૉઇલર્સ ઓફ ધી સી', “હેચબેન્ક ઓફ નેત્રદામ', પલ', “એ ટેલ ઑફ ટૂ સિટીઝ', “ઑલિવર વિસ્ટ', “નિકોલસ નિકબી', 'પિકવિક કલબ', “ડોમ્બી એન્ડ સન' “બ્લીક હાઉસ' “ધી ઓલ્ડ યુરિયસીટી શૉપ', “ડોન કિવક સેટ', 'રિઝરેકશન', “કાઈમ એન્ડPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 238