Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 13
________________ જ્ઞાની ભક્તની પ્રતિભા કવિનો જમાનો તથા તેમના બાળપણના ધર્મસંસકાર સમજવામાં આ તેમની નોંધ ખપની છે. તે હોનહાર બાળક હતા, અને સરળ ભાવથી શ્રદ્ધા ધરીને તે વયે પણ ચાલતા હતા. તે પોતે પોતાના સ્વભાવ વિષે જણાવે છે: “તે વેળા પ્રીતિ – સરળ વાત્સલ્ય – મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતો; સર્વમાં ભ્રાતૃભાવ હોય તે જ સુખ, એ મને સ્વાભાવિક આવડયું હતું. લોકોમાં કોઈ પણ પ્રકારની જુદાઈના અંકુરો જો કે મારું અંત:કરણ રડી પડતું.” આવી પ્રેમાળ વૈષ્ણવી વૃત્તિ તેમને સહજ હતી. ઉપરાંત તેમના જીવનમાં જૈન ધર્મ-પ્રવાહ પણ એવી જ સ્વાભાવિકતાથી વહેતો હતો. શ્રીમનાં માતા દેવબાઈ જૈન કુટુંબમાંથી આવેલાં હતાં. આમ તેમના જીવનમાં હિંદુ ધર્મસંસ્કૃતિના બે મોટા જીવન-પ્રવાહો – જૈન અને વૈષ્ણવ, એ બેઉને સુંદર સંગમ થયો હતો. વવાણિયાનાં બીજાં વણિક કુટુંબ જૈન હતાં. એટલે માતાની જૈન અસર ઉપરાંત એમને આસપાસથી પણ જૈન વાતાવરણ મળ્યું હતું. એને પ્રભાવે તે વૈષ્ણવધર્મી જ્ઞાન ઉપરાંત જૈનધર્મી જ્ઞાન પણ મેળવવા લાગેલા. ઉપર ઉલ્લેખેલા લેખમાં તે એ અંગે પણ કહે છે કે: જન્મભૂમિકામાં જેટલા વાણિયાઓ રહે છે તે બધાની ફળશ્રદ્ધા ભિન્ન ભિન્ન છતાં, કાંઈક પ્રતિમાના અશ્રદ્ધાળુને જ લગતી હતી... ...કંડીને માટે વારંવાર તેઓ મારી હાસ્યપૂર્વક ટીકા કરતા; છતાં હું તેથી વાદ કરતા અને સમજણ પાડવા પ્રયત્ન કરતો. પણ હળવે હળવે મને તેમનાં પ્રતિક્રમણસૂત્ર' ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યાં. તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત અને જીવથી મિત્રતા ઈચ્છી છે, તેથી મારી પ્રીતિ તેમાં પણ થઈ અને પેલામાં પણ રહી. હળવે હળવે આ પ્રસંગ વધ્યો. છતાં સ્વચ્છ રહેવાના તેમ જ બીજા આચારવિચાર મને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 288