Book Title: Gnani Bhaktni Pratibha
Author(s): Maganbhai Prabhudas Desai
Publisher: Vishvasahitya Academy

View full book text
Previous | Next

Page 12
________________ માતા-પિતા શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સં. ૧૯૨૪ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે, કાઠિયાવાડના વવાણિયા ગામમાં થયો હતો. તેમના પિતાશ્રી શ્રી. રવજીભાઈ પંચાણભાઈ મહેતા તથા પિતામહ વૈષ્ણવ હોઈ કૃષ્ણભક્ત હતા. એટલે શ્રીમદ્ કુટુંબધર્મ વૈષ્ણવ હતો. પોતાની આત્મકથારૂપે તેમણે “સમુચ્ચયવયચર્યા” નામનો એક નાનો લેખ (જુઓ, શ્રી. ૧-૨૨૮) તેમની ૨૨ વર્ષની ઉંમરે લખેલો, તેમાં તે જણાવે છે: “મારા પિતામહ કૃષ્ણની ભક્તિ કરતા હતા. તેમની પાસે તે વયમાં કૃષણકીર્તનનાં પદો મેં સાંભળ્યાં હતાં; તેમ જ જુદા જુદા અવતાર સંબંધી ચમત્કારો સાંભળ્યા હતા, જેથી મને ભક્તિની સાથે એ અવતારોમાં પ્રીતિ થઈ હતી, અને રામદાસજી નામના સાધુની સમીપે મેં બાળલીલામાં કંઠી બંધાવી હતી..... નિત્ય કૃષ્ણનાં દર્શન કરવા જતે; વખતોવખત કથાએ સાંભળતા; વારંવાર અવતાર સંબંધી ચમત્કારમાં હું મોહ પામતો; અને તેને પરમાત્મા માનતો, જેથી તેને રહેવાનું સ્થળ જોવાની પરમ જિજ્ઞાસા હતી.ગુજરાતી ભાષાની વાચનમાળામાં જગકર્તા સંબંધી કેટલેક સ્થળે બોધ કર્યો છે, તે મને દૃઢ થઈ ગયો હતો, જેથી જૈન લોકો ભણી મારી બહુ જુગુપ્સા હતી. બનાવ્યા વગર કોઈ પદાર્થ બને નહિ, માટે જૈન લોકો મૂર્ખ છે, તેને ખબર નથી. તેમ જ તે વેળા પ્રતિમાના અશ્રદ્ધાળુ લોકોની ક્રિયા મારા જોવામાં આવતી હતી, જેથી તે ક્રિયાઓ મલિન લાગવાથી હું તેથી બીતે હતો, એટલે કે, તે મને પ્રિય. નહોતી.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 288