________________
અનાસક્તિ અપનાવી તેઓ અક્રોધી, અમાની, અમાયી, અલોભી બની ત્રિલોકેશ્વર બન્યા એવા પરમેશ્વર દેવાધિદેવ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય ગણધર શ્રી ગૌતમસ્વામી પણ અચિંત્યપ્રભાવસંપન્ન તથા પ્રભાવશાળી પ્રભુ વીર ને સમર્પિત પુરુષ હતા. જે ગુરુ ગૌતમની લબ્ધિઓનો મહિમા, પ્રભાવ તે કાળમાં પણ પ્રચલિત હતો અને વર્તમાનમાં પણ તેઓનો પ્રભાવ સર્વત્ર વ્યાપેલો છે એવા અનંતલબ્ધિનિધાન શ્રી ગૌતમસ્વામી સારાયે જૈનશાસનમાં "મંગલવિભૂતિ" તરીકે પ્રચલિત છે.
જે ગુરુ ગૌતમસ્વામીનું નામ નિત્ય પ્રાતઃસ્મરણીય છે. જેમનું સ્મરણ અને ધ્યાન કરી ભાવિકો આત્માને પવિત્ર બનાવે છે. જે ગુરુ ગૌતમના હૈયે સર્વનું મંગળ ચાહવાની અને કરવાની વિશ્વકલ્યાણની ભાવનાની ભાગીરથી વહેતી હતી. એવા ગૌતમ સૌનું મંગલ કરવાવાળા છે. મહાનજ્ઞાની, અનેક જીવોના ઉદ્ધારક વાત્સલ્ય અને વિશ્વમૈત્રીના અવતાર એવા ગૌતમસ્વામીનો મહિમા આજે પણ એટલો જ વ્યાપકપણે પ્રસરેલો છે.
એવી ‘મંગલ વિભૂતિ’ની વિશિષ્ટ ભક્તિ-આરાધના સ્વરૂપ "શ્રી ગૌતમસ્વામી મહાપૂજન”ની પ્રતિનું પ્રકાશન કરતા અમો ખૂબ જ હર્ષ અને ગૌરવ અનુભવીએ છીએ.
અમારા ‘માનુપ્રભા જૈન સેનેટોરીયમ ટ્રસ્ટ'ના આદ્યસ્થાપક પૂજ્યપાદ આચાર્યદેવ સદ્ગુણાનુરાગી વિજય ભાનુચંદ્રસૂરી મ.સા. એ આ અંગે પોતાના વિનેય શિષ્યને પ્રેરણા કરેલ હતી તે વિદ્વાન શિષ્યરત્ન પંન્યાસ સુબોધવિજયજી મ.સા. પોતાના ગુરુએ આપેલ જ્ઞાન અને પ્રાચીન પ્રતિઓને આધારે આ પ્રતિનું સંશોધન પરિશ્રમ અને ચોક્સાઈપૂર્વક કરેલ છે. એ પૂજનવિધાનને સુવ્યવસ્થિત સંકલિત કરનાર વિધિવિધાન ક્ષેત્રના દીર્ઘદૃષ્ટા, વિશાળ અનુભવ ધરાવનાર સુશ્રાવક સુવિધિકાર શ્રી મફતલાલ ફકીરચંદ શાહ (ડભોઈવાળા) છે. જેઓશ્રીના શુભહસ્તે જિનશાસનમાં અનેક જિનાલયોની અંજનશલાકા- પ્રતિષ્ઠાદિ કાર્યો શુદ્ધ વિધિપૂર્વક થયેલ છે. અમારે ત્યાં નિર્મિત ‘શ્રી અજીતનાથ - ભીડભંજન પાર્શ્વનાથ જિનાલય'ના ખાતમૂહુર્તથી અંજનશલાકા- પ્રતિષ્ઠાદિ તમામ વિધિ તેઓશ્રીની શુદ્ધ મંત્રાક્ષરી વાણી દ્વારા થયેલ છે. સારી
A