Book Title: Gautamswami Mahapoojan
Author(s): Subodhvijay
Publisher: Bhanuprabha Jain Senetoriam

View full book text
Previous | Next

Page 10
________________ લોકોત્તર શ્રી જિનશાસનમાં પરમપ્રભાવસંપન્ન, પવિત્રતાના પંજસમાન, તૃષ્ણાઓના ત્યાગી, પરમોચ્ચસ્થાને પ્રતિષ્ઠિત, સર્વજ્ઞ, સર્વદર્શી, કરુણાવત્સલ જગદીશ્વર એવા ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિ પાપોનું પ્રક્ષાલન કરી દેવાની પ્રચંડ તાકાત ધરાવે છે. અરિહંત પ્રભુની ભક્તિ મુખ્યત્વે ચાર પ્રકારે થાય છે (૧) વંદન (૨) પૂજન (૩) સત્કાર (૪) સન્માન.... જે આરાધક આ પ્રકારો દ્વારા અહંતની ઉપાસના ભક્તિ કરે છે તેને દર્શન, જ્ઞાન, ચારિત્ર રત્નોની પ્રાપ્તિ થાય છે. અરિહંત પ્રભુની પૂજા, પૂજન, આરાધના, ઉપાસના બે પ્રકારે થાય છે. તેમાં સુગંધી પદાર્થો, ચૂર્ણો, પુષ્પો આદી દ્રવ્યો વડે થતી પૂજાને દ્રવ્ય-પૂજન કહેવાય છે. વિનય, ભક્તિ આદી પ્રશસ્ત ભાવો વડે પૂજા થાય છે તેને ભાવ- પૂજન કહેવાય. જૈન શાસનમાં અરિહંત અને સિદ્ધ એ બે દેવતત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુતત્વ છે. ક્રમાનુસાર જિનશાસનમાં આ "પંચપરમેષ્ઠી” અર્થાતુ પરમ ઈષ્ટ, માનવાને યોગ્ય પાંચ તત્ત્વો સર્વોત્કૃષ્ટ સ્થાને છે. સિદ્ધને ઓળખાવનારા અરિહંતો છે અને સિદ્ધ થવાનો માર્ગ બતાવનારા પણ અરિહંતો છે. વળી ઉપકારની અપેક્ષાએ અરિહંત પ્રભુ પરમ ઉપકારી હોવાથી પ્રથમ સ્થાન અરિહંત પ્રભુનું અને બીજું સિદ્ધ ભગવંતોનું છે. આવા અરિહંત, સિદ્ધ ભગવંતોની મૂર્તિ કે પ્રતિમાઓ, ચિત્તમાં સુંદર સમાધિરૂપ ભાવને ઉત્પન્ન કરનારા હોઈ તેમના પૂજન, વંદન, સત્કાર, સન્માન ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવાથી આત્મકલ્યાણ સાધી શકાય છે. તેમાં આ અપસર્પિણી કાળમાં પરમ ઉપકાર કરનાર ચોવીસ તીર્થંકરો પૈકી ચરમતીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં આજે સહુ ધર્મજીવો ધર્મ કરી રહ્યા છે, ધર્મ પામી રહ્યા છે, કે જે પ્રભુ મહાવીરે ક્ષમાના અદૂભૂત શસ્ત્રથી ગુસ્સાને ગાળ્યો, ક્રોધને કાઢયો. વૈરવૃત્તિના સર્વ બીજાને બાળી, મધુર મૃદુતાને મેળવી માનને માર્યું અને અહંકારને ઓગાળ્યો, નિઃસ્પૃહ બની લોભને લાત મારી તૃષ્ણાઓને ત્યાગીને

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 134