Book Title: Ganit Rahasya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય સને ૧૯૬૫ ના જાન્યુઆરી માસની ૧૭મી તારીખે સુંદરબાઈ હોલ (કવીન્સ રેડ, મુંબઈ) ખાતે મુંબઈના માનનીય મેયર ડે. બી. પી. દવગીની અધ્યક્ષતામાં યોજાયેલ ભવ્ય સમારોહમાં ગણિત-ચમત્કાર” ગ્રંથ પ્રસિદ્ધ થયો અને તે વડોદરાના વિદ્યાપ્રેમી શ્રીમંત મહારાજા ફતેસિંહરાવ ગાયકવાડને સાદર સમર્પણ કરવામાં આવ્યો, ત્યારે ઉત્સાહનાં અનેરાં દૃશ્યો સજર્યા હતાં. આ સમારોહમાં મુંબઈના શેરીફ, જાણીતા મ્યુનિસિપલ કોર્પોરેટર તથા અન્ય આગેવાનોની હાજરી ધ્યાન ખેંચનારી હતી. એ વખતે શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહે ગણિતના જે પ્રયોગ કરી બતાવ્યા, તેણે પ્રેક્ષકોને અત્યંત આશ્ચર્ય મુગ્ધ કર્યા હતા. , ત્યારબાદ શ્રીમંત મહારાજ શ્રી ફત્તેસિંહરાવ ગાયકવાડે આ વિષયમાં ઊંડે રસ લીધો અને સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક તથા ગણિતના મર્મજ્ઞ શ્રીમાન કે. કે. શાહે આ ગ્રંથને સેલ્લાસ સત્કાર કરી તેને વિતરણને વેગ આપવા માટે “મહારાજા સયાજીરાવ હીરક મહોત્સવ તથા સ્મારક નિધિ” તેમજ “મહારાજા ફત્તેસિંહરાવ ચેરીટી ટ્રસ્ટના ટ્રસ્ટી–બોર્ડને ખાસ ભલામણ કરી. પરિણામે આ બંને-ટ્રસ્ટના ટ્રસ્ટી મહાશયોએ આ ગ્રંથની અનુક્રમે ૫૦૦ તથા ૧૦૦ પ્રતિ પૂરાં મૂલ્ય ખરીદી, તેનું ગુજરાતના પુસ્તકાલયોને વિતરણ કર્યું, તેથી અમારા ઉત્સાહને વેગ મળ્યો અને ત્યારબાદ માત્ર દોઢ વર્ષના ગાળામાં જ અમે ગણિત-ચમત્કારની વિશિષ્ટ પુતિરૂપ આ ગણિત-રહસ્ય નામનો ગ્રંથ પ્રકટ કરવા શક્તિમાન થયા. તે માટે અમે આ સર્વે મહાનુભાવોને અંતઃકરણથી આભાર માનીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 214